પિતૃદોષનાં કારણો અને તેના પરના ઉપાય

Article also available in :

૧. પિતૃદોષ

પિતૃદોષ આ દેવતાકોપ જેટલો જ દૃઢ માનવામાં આવે છે. જો દેવતા કોપાયમાન થાય, તો દુકાળ પડે છે; પણ જો પિતર કોપાયમાન થાય, તો ઘરમાં દુકાળ પડવો, માંદગી આવવી, કારણવિના ચીડવું, જમતી વેળાએ ઝગડા થવા તેમજ અન્‍ન આરોગવા ન દેવું  જેવા ત્રાસ થાય છે. એકાદ ભ્રમિત બની જાય છે. સંતાન થતું નથી અથવા જો પ્રખર પિતૃદોષ હોય, તો બાળકો અપંગ જન્‍મે છે. બાળકો સારું વર્તન કરતા નથી, માતા-પિતાનું સાંભળતા નથી, ઇત્‍યાદિ ત્રાસ પણ થાય છે. તે માટે પ્રત્‍યેકે ભૂલ્‍યા વિના વર્ષમાં એકવાર પિતરોના નામથી શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ કરવાનું જો ફાવતું ન હોય, તો નદીના પાણીમાં દહીં-ભાત છોડી દેવા અથવા ઘરમાં જ ભોજન પહેલાં રસોઈનો કોળિયો મૂકીને નમ્રતાથી હાથ જોડીને પ્રાર્થના કરવી.

આપણી હિંદુ સંસ્‍કૃતિમાં માતૃ-પિતૃ પૂજનને અતિશય મહત્ત્વ છે. તેમજ પાછલી બે પેઢીઓનું પણ સ્‍મરણ રાખવું. પિતૃવર્ગ જે લોકમાં રહે છે, તેને પિતરોનું જગત્ અથવા પિતૃલોક કહે છે. તેઓ હંમેશાં મુક્તિની રાહ જોતા ત્‍યાં અવર-જવર કરતા (ફરતા) હોય છે. તેમજ તેઓ પોતાની આગળની પેઢીનું કર્તૃત્‍વ અને યશ-અપયશ નિહાળતા હોય છે. તેમનું સ્‍મરણ કરીને શ્રાદ્ધ અનુસાર જેઓ અન્‍નદાન કરે છે, તેમનું કલ્‍યાણ થાય છે. માતા-દાદી-પરદાદી માટે વૃદ્ધ સ્‍ત્રીને અન્‍ન અને સાડી-ચોલી (કબજો) દાન આપવું તેમજ ગાયને ઘાસ આપવું. કેટલાક પૂર્વજોએ કોઈકને દુઃખવ્‍યા હોય છે. તેમનું ઘર, માલમત્તા અથવા પૈસો હડપ કરવો, સ્‍ત્રી પર અત્‍યાચાર કરવા, એકાદની ફસામણી કરીને તેની અન્‍નાન્‍ન દશા કરવી, એકાદની દાદીનું અન્‍ન-પાણી અને ઔષધી વિના તડફડીને મૃત્‍યુ થવું, આવી રીતના ત્રાસ આપેલા હોય છે.

તે સર્વ શાપ આગળની જન્‍મ થયેલી પેઢી સુધી ત્રાસ અને ભોગ આ સ્‍વરૂપમાં આવે છે. કુળમાં એકાદ ડૂબીને મૃત્‍યુ પામે, એકાદને ફાંસી, હત્‍યા અથવા અપઘાત થયો હોય, એવાઓના ઘરમાં એક પેઢી છોડીને બીજી પેઢીને ભયંકર ત્રાસ ભોગવવા પડે છે. આ બધા પિતૃદોષ છે. તે કર્મ બનીને આડે આવતા રહે છે અને પ્રગતિની ગતિ રોકાય છે. પ્રામાણિક માણસોનું અંતરંગ પિતરોને દેખાય છે. તેમના વિશે ખરાબ બોલવું નહીં. એકાદ પર જો પિતર પ્રસન્‍ન હોય તો તેની સમૃદ્ધિ (જાહોજલાલી) પણ થઈ શકે છે.

 

૨. જન્‍મકુંડલીમાંના પિતૃદોષનાં લક્ષણો નીચે
પ્રમાણે લક્ષણો હોય, તો વ્‍યક્તિને પિતૃદોષ છે, એમ સમજવું.

૨ અ. શારીરિક

૧. શરીરને અસાધ્‍ય રોગ, માંદગી ઉદ્‌ભવવી, ઘરમાં કોઈકને માંદગીનો ત્રાસ થવો

૨. ઝેરીલો સાપ ડસી જવો

૨ આ. માનસિક

૧. મન અને શરીર અસ્‍વસ્‍થ રહેવું

૨. મન અશાંત હોવું, બીક લાગવી, ચોંકી જવું, બડબડ કર્યા કરવી, આભાસ થવા

૩. નદી કે સમુદ્ર જોઈને ત્રાસ થવો

૪. ખરાબ સ્‍વપ્ન પડવા, ઊંઘનો અભાવ, રાત્રે ગભરાઈ જવું

૫. પૂજા-પાઠ, દાનધર્મ, કુળધર્મમાં અડચણો આવવી, તેમાં મન ન લાગવું, તેના પર વિશ્‍વાસ ન બેસવો

૨ ઇ. કૌટુંબિક

૧. ઘરમાં પાણીની અછત થવી

૨. દાંપત્ય-જીવન સુખી-સમાધાની ન લાગવું

૩. ઘરમાં શુભકાર્ય નક્કી ન થવું અથવા લગ્‍નકાર્યમાં અડચણો આવતી રહેવી

૪. વારસો-હક જતો રહેવો

૫. લોકો સાથે ઝગડો થવો અથવા વિવાદ થવો

૬. કોર્ટ-કચેરીનો ત્રાસ ચાલુ થવો

૭. કુટુંબમાંની એકાદ વ્‍યક્તિને અચાનક બાધા, ભૂત-પ્રેતના ત્રાસનો અનુભવ થવો

૨ ઈ. આર્થિક

૧. નોકરી કે વ્‍યવસાયમાં સ્‍થિરતા આવવાને બદલે વારંવાર પાલટ થવા

૨. કરજ થવું, પૈસો પૂરો ન પડવો, ઘરમાં ધન-ધાન્ય ઓછું થવું

૩. કુટુંબના પોષણની ચિંતા થવી

 

૩. પિતૃ ઉપાસના કેવી રીતે કરવી ?

૩ અ. શ્રાદ્ધ કરવું

श्रद्धया क्रियते तत् श्राद्धम् । અર્થાત્ શ્રદ્ધાથી પિતરોને ઉદ્દેશીને વિધિવત્ હવિર્યુક્ત પિંડપ્રદાન ઇત્‍યાદિ કર્મો કરવાં, એને જ શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધમાં સમંત્ર પિંડદાન અને સજ્‍જનોને ભોજન આ કર્મો પ્રમુખતાથી હોય છે.

૩ આ. નારાયણ નાગબલિ, ત્રિપિંડી અને તીર્થશ્રાદ્ધ

અખંડ ૫ વર્ષ જો ઘરમાં પૂર્વજોનું શ્રાદ્ધ થતું ન હોય, તો નારાયણ નાગબલિ, ત્રિપિંડી (ત્રણ પેઢીઓની શ્રાદ્ધવિધિ) અને તીર્થશ્રાદ્ધ કરવાથી પિતૃદોષની શાંતિ થઈને પિતૃગણોના શુભ આશીર્વાદ અને પુણ્‍ય પ્રાપ્‍ત થાય છે.

૩ ઇ. નિયમિત રીતે શ્રાદ્ધાદિ કર્મો કરીને થનારા લાભ

જે કોઈ નિયમિત રીતે શ્રાદ્ધાદિ કર્મો કરે છે, તેમને પિતરોની સંતુષ્‍ટતાથી આયુષ્‍ય, કીર્તિ, બળ, તેજ, ધન, સંતાન, સંસારસુખ, આરોગ્‍ય સન્‍માન ઇત્‍યાદિ બાબતો પ્રાપ્‍ત થાય છે. આધિભૌતિક સ્‍થૂળ રાજ્‍યના સંચાલક અને કુળના નિત્‍યરક્ષક પિતર જ છે. તેને કારણે પિતરોની તૃપ્‍તિથી ઐહિક સુખનો લાભ થાય છે. પિતરોના આશીર્વાદ વિના આધ્‍યાત્‍મિક પ્રગતિ અને ઇષ્‍ટ દેવતાઓની કૃપાપ્રાપ્‍તિમાં પણ અડચણો નિર્માણ થાય છે; તેથી પિતરોની તૃપ્‍તિને અગ્રક્રમ છે. પ્રથમ પિતરોને, ત્‍યાર પછી કુળદેવી-દેવતા, ત્‍યાર પછી ઇષ્‍ટદેવની કૃપા આ રીતે ક્રમ છે. ટૂંકમાં મહત્ત્વનું એટલે પારલૌકિક સુખ આપવા માટે પણ મૂળ પિતરો જ કારણીભૂત હોય છે.

૩ ઈ. ઋણ

દેવઋણ, ઋષિઋણ, પિતૃઋણ, મનુષ્‍યઋણ અને ભૂતઋણ.

૩ ઈ ૧. પંચ મહાયજ્ઞ : પ્રત્‍યેક વ્‍યક્તિ (જીવાત્‍મા) જન્‍મ્‍યા પછી તે ૫ ઋણો (કરજ) લઈને જ જન્‍મે છે. મળેલા જન્‍મમાં જ આ ૫ ઋણોમાંથી મુક્તિ કરી લેવાની હોય છે. આ પાંચ ઋણોમાંથી મુક્ત થવા માટે પંચ મહાયજ્ઞ કરવાનો હોય છે. પંચ મહાયજ્ઞ નીચે જણાવ્‍યા પ્રમાણે કરવાનો હોય છે. કુટુંબમાંની કોઈ સ્‍ત્રી, પુરુષ અથવા દીકરો સર્વ કુટુંબ માટે આ કાર્યક્રમ કરે, તો પણ ચાલે.

૩ ઈ ૧ અ. દેવયજ્ઞ : પ્રતિદિન સવારે એક ચમચી ગાયનું શુદ્ધ (ચોખ્‍ખું) ઘી નાખીને નિરાંજન (દીવડો) અથવા સમઈનો દીવો ભગવાન પાસે કરવો, અથવા ગાયના છાણનું છાણું લઈને ઘી-કપૂર-ધૂપ, થોડા ચોખા ઇત્‍યાદિથી નાનો યજ્ઞ કરવો.

૩ ઈ ૧ આ. ઋષિયજ્ઞ : નિત્‍ય-નિયમથી મંત્રજપ, નામસ્‍મરણ, ભજન, હરિપાઠની જેમ પઠણ, શ્‍લોકપઠણ, ગ્રંથપારાયણ કરવું. પ્રતિદિન ગાયને ઘાસ અને અનાજ આપવું.

૩ ઈ ૧ ઇ. પિતૃયજ્ઞ : એક વર્ષ માટે પ્રતિદિન જમવા પહેલાં, બપોરે ૧૨ વાગ્યા પહેલા કાગડો અથવા ગાયને એક કોળિયો અન્‍નદાન કરવું. ભૂખ્‍યાઓને અન્‍નદાન કરવું.

૩ ઈ ૧ ઈ. મનુષ્‍યયજ્ઞ : ઘરે આવનારા મહેમાનોને પાણી, પીણું અથવા અન્‍ન આપવું.

૩ ઈ ૧ ઉ. ભૂતયજ્ઞ : પશુ-પક્ષી, કીડીઓ, ચકલી-પારેવા ઇત્‍યાદિને અનાજ-ચણ આપવું.

આ બધા યજ્ઞ કરવાથી સર્વ દોષ ઓછા થાય છે. પ્રતિદિન પિતૃ ઉપાસના થાય છે. જન્‍મલગ્‍ન અથવા રાશિકુંડળીમાં પંચમ સ્‍થાનમાં અથવા નવમા સ્‍થાનમાં કેતૂ, અષ્‍ટમમાં અથવા બારમા ખાનામાં ગુરુ અથવા પીડિત રવિ અથવા ચંદ્ર આ પ્રકાશિત ગ્રહો, કુંડળીમાં રવિ-કેતૂથી, ગુરુ-રાહુથી પીડિત લક્ષણો જન્‍મકુંડળીમાં પિતૃદોષ બતાવે છે. પ્રખર પિતૃદોષોને કારણે મુખ અનાકર્ષક બને છે. આંખો નીચે કાળું થાય છે અને હોઠ નિસ્‍તેજ અથવા કાળાશ પડતા દેખાય છે. અમાસથી ૧-૨ દિવસ આગળ-પાછળ રહેતા ઘરમાં એક પ્રકારની અસ્‍થિરતા, ઉદાસીનતા કે અસ્‍વસ્‍થતા જણાય છે. બપોરે ૧૨ થી ૧ ના સમયગાળામાં ઘર પાસે કાગડા અતિ કાવ-કાવ કરીને બારણા સામે આવે છે. આવા સમયે પિતૃદોષો માટે ઉપાસના કરવી.

 

૪. પિતૃદોષો માટે ઉપાસના કરવાથી થનારા લાભ

પિતૃદોષોને કારણે થનારા ત્રાસ દૂર થાય છે. એકાદ સીધી-સાદી, સુંદર, સુશિક્ષિત દીકરીના માતા-પિતાને આર્થિક સુવિધા હોવા છતાં અતિશય પ્રયત્નો કરવા છતાં પણ તેના લગ્‍ન લેવાતા નથી, કુળદેવીની સેવા કરીને પણ માર્ગ જડતો નથી, આવા સમયે પ્રમુખતાથી પિતૃદોષ કારણીભૂત હોય છે. આ પિતૃદોષોનું નારાયણ નાગબલિથી નિરસન કરવાની સાથે જ અપેક્ષા કરતાં ઉત્તમ વર મળીને ઓછા ખર્ચમાં વિવાહ થાય છે.

પ્રતિદિન રામરક્ષા, મારુતિ સ્‍તોત્ર, શ્‍લોક, પ્રાર્થના, હરિપાઠ, ગ્રંથવાચન પણ કરવું. તેને કારણે માનસિક સમાધાન અને સ્‍વાસ્‍થ્‍ય પ્રાપ્‍ત થાય છે.

 – જ્‍યોતિષી બ.વિ. તથા ચિંતામણી દેશપાંડે (ગુરુજી) (સંદર્ભ : શ્રીધર સંદેશ)

Leave a Comment