કુપોષણ (Malnutrition) : લક્ષણો, પ્રકાર અને ઉપચાર

Article also available in :

આરોગ્‍યસંપન્‍ન ભારત માટે આવશ્‍યક આહારશાસ્‍ત્ર !

‘ઇંડિયન ઍકૅડમી ઑફ પિડિઍટ્રીક્સ’ના અભિપ્રાય પ્રમાણે એકાદનું વજન સામાન્‍ય રીતે ઊંચાઈ અને ઉમર પ્રમાણે યોગ્‍ય વજન કરતાં ૨૦ ટકા સુધી અલ્‍પ હોય, તો પણ તેને કુપોષણ કહી શકાય નહીં. કુપોષણનું વજન પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે.

સદ્‌ગુરુ (ડૉ.) વસંત બાળાજી આઠવલે

 

૧. કુપોષણ થવા પાછળનાં કારણો

કુપોષણના સામાન્‍ય રીતે જણાઈ આવનારાં કારણો નીચે જણાવ્‍યા પ્રમાણે –

અ. નિર્ધનતા

આ. માતાનું કુપોષણ : ગર્ભવતી સ્‍ત્રી કુપોષિત હોવાથી તેનું જન્‍મનારું બાળક નબળું હોય છે અને તેનું વજન પણ અલ્‍પ હોય છે.

ઇ. જૂનો ચેપી રોગ : ઉદા. ક્ષયરોગ

ઈ. જૂનો રોગ : ઉદા. અપચો

ઉ. વધતી જતી લોકસંખ્‍યા અને મોટું કુટુંબ

ઊ. ભૂલભરી રીતે ખોરાક આપવો : ઉદા. પુષ્‍કળ પાણીવાળું દૂધ આપવું અથવા કેવળ સેરેલૅક આપવું.

 

૨. કુપોષણના પ્રકાર

આધુનિક વૈદકશાસ્‍ત્રએ કુપોષણનું નીચે જણાવ્‍યા પ્રમાણે ૨ પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે.

અ. પૂરતાં પ્રમાણમાં ખોરાક અને શક્તિ નહીં મળવાથી થનારું કુપોષણ

આ. ખોરાક, શક્તિ અને તેની જ સાથે પ્રોટીન્‍સ પુષ્‍કળ ઓછા પ્રમાણમાં મળવાથી થનારું કુપોષણ

 

૩. કુપોષણનાં લક્ષણો

અ. શારીરિક વૃદ્ધિ અલ્‍પ પ્રમાણમાં થાય છે અથવા અટકી જાય છે.

આ. સોજો : શરીર પર આવનારો સોજો લોહીમાંના પ્રોટીનની, એટલે કે મુખ્‍યત્‍વે અલ્‍બ્‍યુમિનની ઓછપને કારણે આવે છે. સોજો આવવાનો આરંભ પગથી થાય છે અને છેવટે ચહેરા પર પણ સોજો આવે છે.

ઇ. માનસિક ફેરફાર : બાળક થાકી જઈને ગ્‍લાનિ આવી હોય તેમ વર્તન કરે છે, ચીડિયા સ્‍વભાવનું બને છે, તેને રમતમાં રુચિ જણાતી નથી.

ઈ. ત્‍વચા અને વાળમાં થતા ફેરફાર : વાળ પાતળાં અને લૂખાં થાય છે. વહેલાં તૂટી જાય છે તેમજ તેમનો રંગ પણ બદલાઈ જાય છે. ત્‍વચા રુક્ષ થાય છે અને તેની લવચીકતા ઘટે છે.

ઉ. જીવનતત્વો અને ખનિજ પદાર્થોની ઊણપનાં લક્ષણો દેખાઈ પડે છે.

ઊ. શરીરની રોગપ્રતિકાર શક્તિ ઘટી જવાથી જંતુઓના ચેપને લીધે થનારી શરદી, ઉધરસ, જુલાબ ઇત્‍યાદિ રોગ વારંવાર થાય છે.

 

૪. કુપોષણને કારણે થનારાં ઉપદ્રવ

અ. શરીરનું તાપમાન ઘટી જવું

આ. લોહીમાંના ગ્‍લુકોઝનું પ્રમાણ ઓછું થવું

ઇ. મોટા પ્રમાણમાં ઝાડા થવા

ઈ. ચેપી રોગ થવો

ઉ. લોહીમાંના હિમોગ્‍લોબીનની ઓછપને કારણે ઍનિમિયા થવો

ઊ. યકૃતના કાર્યની ગતિ ધીમી થવી

એ. હૃદયના કાર્યની ગતિ ધીમી થવી

ઐ. શરીરમાંના પાણીનું પ્રમાણ ઘટી જવું (ડીહાઈડ્રેશન)

 

૫. કુપોષણ પર ઉપચાર

બાળકોને એવો આહાર આપવો કે, જે સરળતાથી પચાવી શકાય, જેમાં અન્‍નમાંના સર્વ આવશ્‍યક ઘટકો હોય અને વજનને અનુકૂળ હોય તેટલી કેલરી શરીરને પૂરી પાડે. ત્‍યાર પછી ભૂખનું પ્રમાણ વધવા લાગ્‍યા પછી અપેક્ષિત વજન માટે આહાર સંતુલિત થાય ત્‍યાં સુધી ધીમે ધીમે તેમાં તબક્કાવાર વૃદ્ધિ કરવી. તેમજ તે આહાર પ્રોટીન્‍સ અને કેલરીથી યુક્ત હોવો જોઈએ. તેવી જ રીતે જીવનતત્વો અને ખનિજોની ઓછપ પણ દૂર કરવી. તેમજ ચેપ અને જંતુઓના ત્રાસ ઉપર પણ ઉપાય કરવા.

કુપોષણના સંદર્ભમાં આયુર્વેદિક દૃષ્‍ટિકોણ

આયુર્વેદમાં કુપોષણને ‘કૃશતા’ કહે છે. કૃશ એટલે જ સુકલકડી શરીર.

૧. કૃશતાનાં કારણો

અ. ઉમર : વૃદ્ધવસ્‍થા

આ. આહાર : ઓછું ખાવું, ઉપવાસ

રુક્ષ આહાર : તૂરાં, કડવાં અને તીખાં પદાર્થો વધુ પ્રમાણમાં ખાવા.

ઇ. શ્રમ : વધુ પડતો પરિશ્રમ, અતિસંભોગ

ઈ. ચંપી અને સ્‍નાન : રુક્ષ પાવડરથી ચંપી કરવી, રુક્ષ ઔષધીયુક્ત એવા નવશેકા ઔષધી પાણીથી સ્‍નાન કરવું

ઉ. માનસિક સ્‍થિતિ : દુઃખી થવું, ચિંતા કરવી, ગભરાઈ જવું, ક્રોધ કરવો, ગતિ અવરોધવી, એટલે સંડાસ, પેશાબ, ઉધરસ ઇત્‍યાદિની ગતિ અટકાવવી, માનસિક તાણ હેઠળ કામ કરવું.

ઊ. જૂની માંદગી

એ. વાત અને પિત્ત પ્રકૃતિ

૨. ઉપચાર

૨ અ. આહાર : મીઠાં, ખાટાં અને વધારે કૅલરી ધરાવતાં પદાર્થો ખાવા જોઈએ.

અનાજ : ચોખા, ઘઉં

દાળ : મગ, ચણાં, તલ, અડદ

દૂધ અને દૂધના પદાર્થો : દૂધ, માખણ, દહીં, બરફી, પેંડો

સ્‍નિગ્‍ધ (ચીકણાં) પદાર્થો : ઘી, તેલ

શેરડી અને શેરડીના પદાર્થો : શેરડી, ખાંડ, ગોળ

ફળફળાદિ : દ્રાક્ષ, ખજૂર, દાડમ

પાચનશક્તિ અનુસાર ધીમે ધીમે આહાર વધારતા જવું. કાજૂ, બદામ, અખરોટ અને સિંગદાણા ખાવા. દૂધ અને ઘી કરતાં અધિક પૌષ્ટિક એવું કાંઈ નથી.

૨ આ. શ્રમ : આરામ કરવો, પૂરતી ઊંઘ લેવી, વધારે પરિશ્રમ, વધુ પડતો વ્‍યાયામ અને અતિસંભોગ તેમજ દિવસ દરમ્‍યાન ઊંઘ લેવાનું ટાળવું.

૨ ઇ. તેલની માલિશ કરવી.

૨ ઈ. માનસિક સ્‍થિતિ : હંમેશાં આનંદી અને ચિંતારહિત રહેવું

૨ ઉ. ઔષધિઓ

૧. અશ્‍વગંધા, ક્ષીરકાકોલી, વિદારી, શતાવરી, બલા, અતિબલા, નાગબલા અને અન્‍ય મીઠી ઔષધિઓ લેવી.

૨. આમળું, ચ્‍યવનપ્રાશ જેવા રસાયન યુક્ત દ્રવ્‍યો, લોહભસ્‍મ, વિટામિન્‍સ અને કૅલ્‍શિયમયુક્ત ટૉનિક્સ લેવા.

૩. શેકેલાં મકાઈનો લોટ, મદ્ય (વાઈન), મધ અને ખાંડનું મિશ્રણ કરીને પૌષ્ટિક પીણાં બને છે.

૪. જેમ જેમ ભૂખ વધશે, તેમતેમ આહારમાં વૃદ્ધિ કરવી.

સંદર્ભ : સનાતન-નિર્મિત મરાઠી ગ્રંથ : યોગ્‍ય આહાર વિશે આધુનિક દૃષ્‍ટિકોણ અસંતુલિત આહારને કારણે થનારા વિકારો પરના આયુર્વેદિક ઉપચાર સાથે).

Leave a Comment