આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૨

અખિલ માનવજાતિને આપત્‍કાળમાં જીવતા રહેવા માટે સિદ્ધતા
કરવા વિશે માર્ગદર્શન કરનારા એકમાત્ર પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલે !

ભાગ ૧ વાંચવા માટે જુઓ. આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૧

પૂર, ભૂકંપ, ત્રીજું મહાયુદ્ધ, કોરોના મહામારી જેવા સંકટો ઇત્‍યાદિ આપત્‍કાળમાં ટકી રહેવા માટે કરવાની સિદ્ધતા વિશેની આ લેખમાલિકાના પહેલા ભાગમાં ચૂલો, ગોબર ગૅસ ઇત્‍યાદિ વિશે જાણકારી લીધી. હવે બીજા ભાગમાં આપણે ‘અન્‍ન’ વિશે જાણકારી લેવાના છીએ. ‘અન્‍ન’ એ જીવિત રહેવા માટેની એક મૂળભૂત આવશ્‍યકતા છે. આપત્‍કાળમાં આપણા પર ભૂખમરાનો સમય આવે નહીં, તે માટે પહેલેથી જ અનાજની પૂરતી ખરીદી કરી રાખવી આવશ્‍યક છે. અનાજનો સંગ્રહ ભલે ગમે તેટલો કરીએ, તો પણ તે ધીમે ધીમે ખૂટી જાય છે.

આવા સમયે અન્‍નાન્‍નદશા ન થાય તે માટે પૂર્વસિદ્ધતા તરીકે અનાજનું વાવેતર કરવું પણ આવશ્‍યક છે. ચોખા, કઠોળ એના જેવા અનાજનું વાવેતર કરવું બધાને સંભવ નથી; પણ કંદમૂળ, ઓછા પાણીમાં વધારે ઉત્‍પાદન આપનારી બારેમાસ થનારી શાકભાજી અને બહુપયોગી ફળઝાડનું વાવેતર ઘરના પરિસરમાં અને સદનિકાની (‘ફ્‍લેટ’ની) અગાશીમાં પણ કરી શકાય છે. આ વાવેતર વિશેની ઉપયુક્ત સૂચનાઓ લેખમાં આપી છે. ‘લેખાંક ૨’.

 

૩. દૈનદિન (શારીરિક) સ્‍તર પરની પૂર્વસિદ્ધતા

૩ અ ૩. અનાજનું વાવેતર, ગોપાલન
ઇત્‍યાદિ કરવાનો હમણાથી જ આરંભ કરવો

અનાજનો સંગ્રહ ભલે ગમે તેટલો કરીએ, તો પણ તે ધીમે ધીમે ખૂટી જાય છે. આવા સમયે અન્‍નાન્‍નદશા ન થાય તે માટે પૂર્વસિદ્ધતા તરીકે અનાજનું વાવેતર, ગોપાલન ઇત્‍યાદિ કરવું આવશ્‍યક પુરવાર થાય છે.

૩ અ ૩ અ. ચોખા, કઠોળ ઇત્‍યાદિ પાક લેવો

જે ખેડૂત નથી, તેવા લોકોએ આ વિશે જાણકારો પાસેથી શીખી લેવું.

૩ અ ૩ આ. શાકભાજી, કંદવર્ગીય શાક અને ફળઝાડનું વાવેતર કરવું

આ વિશે વાચકોને પરિચય થાય તે માટે ટૂંકમાં દિશાદર્શન કર્યું છે.

૩ અ ૩ આ ૧. . શાકભાજી, કંદવર્ગીય શાક અને ફળઝાડનું ખેડાણ કરવાની આવશ્‍યકતા

અ. કેટલાક માસ કુટુંબને પૂરું થાય એટલું અનાજ, કઠોળ ઇત્‍યાદિ સંગ્રહી રાખી શકાય છે; પણ તેની તુલનામાં શાકભાજી, ફળોનો સંગ્રહ કરવો સંભવ નથી.

આ. આપત્‍કાળમાં આહારમાં જો શાકભાજીનો ઉપયોગ કરીએ તો સંગ્રહિત કઠોળ કુટુંબને વધારે દિવસો સુધી પૂરા પડશે.

ઇ. અનાજ અને કઠોળનું ઉત્‍પાદન કરવા માટે મોટા પ્રમાણમાં ખેતરની આવશ્‍યકતા હોય છે, જ્‍યારે શાકભાજી, ફળઝાડ ઇત્‍યાદિનું વાવેતર ઘરની અગાશીમાં અને ફળિયામાં પણ કરી શકાય છે.

ઈ. અનાજ અને કઠોળની તુલનામાં ઘણી શાકભાજીઓ ઓછા સમયગાળામાં તૈયાર થાય છે.

ઉ. શરીરને આવશ્‍યક એવા પરિબળો, ઉદા. કેટલાક જીવનસત્વો (વિટામીન્‍સ), ખનીજો, તંતુમય પદાર્થો (ફાયબર) આ બાબતો શાકભાજી, કંદમૂળ અને ફળો દ્વારા મળે છે. તેથી ‘આહારમાં થોડા પ્રમાણમાં શાકભાજી, કંદવર્ગીય શાક અને ફળો હોવા જોઈએ’, એવું આહારશાસ્‍ત્ર કહે છે.

ઊ. પ્રતિદિન રોટલો-રોટલી સાથે દાળ અથવા કઠોળ ખાઈને આવેલો કંટાળો શાકભાજીને કારણે દૂર થાય છે, તેમજ શાકને કારણે ભોજન વધારે સ્‍વાદીષ્‍ટ બને છે.

એ. શાક અને ફળોનો ઉપયોગ ઔષધી તરીકે પણ થાય છે.

૩ અ ૩ આ ૨. આપત્‍કાળની દૃષ્‍ટિએ કયા શાકભાજી, કંદવર્ગીય શાક અને ફળઝાડ વાવવા વધારે લાભદાયી છે ?

‘આપત્‍કાળમાં ઓછા સમયગાળામાં વધારે પાક અથવા ફળો મળવા આવશ્‍યક હોય છે’, આ વાત ધ્‍યાનમાં લઈને આગળ જણાવેલું ખેડાણ કરવું હિતકારી છે – અળવી છોડતાં મોટાભાગના લીલા શાક, ગુવાર, કોબી, વટાણા, ‘ફ્‍લાવર’ ટમેટા, રીંગણાં, ભીંડા, મરચાં, સિમલા મરચાં અને સર્વ વેલવર્ગીય શાક (ઉદા. વાલ, ટીંડોરા); બટાટા, બીટ, ગાજર, મૂળા, સક્કરીયા, વિદારીકંદ આ કંદવર્ગીય શાક; અનેનસ, પપૈયા, કેળા, ચીકુ અને દાડમ આ ફળઝાડ.

૩ અ ૩ આ ૩. શાકભાજી, કંદવર્ગીય શાક અને ફળઝાડ ક્યારે વાવવા ?

 

મોટાભાગના લીલા શાક, રીંગણાં, ટમેટા અને ભીંડા આ શાકભાજી ગમે ત્‍યારે વાવી શકાય. વેલવર્ગીય (ઉદા. ટીંડોરા) અને શીંગવર્ગીય (ઉદા. ગુવાર) શાકભાજી ચોમાસાના આરંભમાં અથવા શીયાળાના અંતમાં વાવવી. કંદવર્ગીય શાક (ઉદા. સક્કરીયા) અને ફળઝાડ ચોમાસું ચાલુ થયા પછી તુરંત જ લગાડવા.’

  શ્રી. અવિનાશ જાધવ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (માર્ચ ૨૦૨૦)
૩ અ ૩ આ ૪. આપત્‍કાળની દૃષ્‍ટિએ સદનિકાની (‘ફ્‍લેટ’ની)‘ગૅલરી’માં અને ઘરની અગાશીમાં શાકભાજી અને લીલાશાકનું વાવેતર  કરવા માટે માટીના કૂંડા કરતાં અન્‍ય પર્યાયનો આધાર લેવો આવશ્‍યક

‘માટીના કૂંડામાં ઝાડ વાવવા’ એ બાબત ઝાડની વૃદ્ધિ થાય એ દૃષ્‍ટિએ આદર્શ છે; પણ માટીના કૂંડા હાથ ધરતી વેળાએ તે ફૂટી શકે છે. આપત્‍કાળમાં શું થશે તેની શાશ્‍વતી ન હોવાથી કૂંડા તૂટીને થનારી હાનિ ટાળવા માટે આ કાળમાં માટીના કૂંડા કરતાં પતરાંના પીપ; તેલના ખાલી પતરાંના ડબા; પ્લાસ્ટિકની ગુણી, ડબા, ‘ટબ’ અથવા પીપ ઇત્‍યાદિ પર્યાયી સાધનોનો ઉપયોગ કરવો વધારે સારું રહેશે. આ પર્યાયી સાધનોમાંથી વધારાનું પાણી વહી જાય તે માટે તળિયાથી અર્ધો ઇંચ ઉપર સમાન અંતર પર ૨ – ૩ છિદ્રો પાડવા. તળિયે છિદ્રો પાડવાથી તેમાંથી ઝાડના મૂળિયા ભૂમિમાં જવાની શક્યતા વધારે હોય છે; તેથી તળિયે છિદ્રો પાડવા નહીં.’

 શ્રી. માધવ રામચંદ્ર પરાડકર, ડિચોલી, ગોવા. (૨૮.૫.૨૦૨૦)
૩ અ ૩ આ ૫. સદનિકાની ‘ગૅલરી’માં વાવી શકાય એવા શાકભાજી

‘ગૅલરી’માં જો  દિવસના ૩ – ૪ કલાક સૂર્યપ્રકાશ આવતો હોય, તો ત્‍યાં રીંગણાં, ટમેટા, મરચાં, કોથમીર ઇત્‍યાદિ વાવી શકાય. જો ‘ગૅલરી’માં સૂર્યપ્રકાશ વધુ આવતો ન હોય, તો પણ ત્‍યાં આદુ વાવી શકાય.

૩ અ ૩ આ ૬. ઘરની અગાશીમાં વાવવા જેવા શાકભાજી, કંદવર્ગીય શાક અને ફળ

સદનિકાની ‘ગૅલરી’માં વાવવાની શાકભાજી; મોટાભાગના લીલા શાક; ‘ફ્‍લાવર’, કોબી, ગુવાર, ભીંડા ઇત્‍યાદિ શાક; ટીંડોરા જેવા વેલવર્ગીય શાક; બટાટા, મૂળા, બીટ અને ગાજર આ કંદવર્ગીય શાક; અને અનેનસ

૩ અ ૩ આ ૭. ઘરના ફળિયામાં લગાડવાના શાકભાજી અને કંદવર્ગીય શાક

સદનિકાની ‘ગૅલરી’માં અને ઘરની અગાશીમાં વાવી શકાય તે શાકભાજી; વાલ ઇત્‍યાદિ વેલવર્ગીય શાકભાજી; તેમજ સક્કરીયા ઇત્‍યાદિ કંદવર્ગીય શાકભાજી.

૩ અ ૩ આ ૮. ઘરના ફળિયામાં રોપી શકાય તેવા ફળઝાડ

લિંબુ, કેળા, પેરુ (જામફળ), ચીકુ, પપૈયા, અનેનસ, સીતાફળ અને અંજીર’

 શ્રી. અવિનાશ જાધવ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (માર્ચ ૨૦૨૦)
૩ અ ૩ આ ૯. ‘ઘરમાં જ સેંદ્રિય (રસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના) શાકભાજીનું વાવેતર કેવી રીતે કરવું ?’ આ વિષય પરના માર્ગદર્શક પુસ્‍તકો

૧. લેખક પાસે વેચાણ માટે ઉપલબ્‍ધ પુસ્‍તકો

અ. પુસ્‍તકનું નામ : ૧. ગચ્‍ચી વરચી બાગ (અગાસી પરનો બગીચો) અને ૨. તુમ્‍હાલા માહિત આહે કા ? (શું તમે જાણો છો ?) (બન્‍ને પુસ્‍તકો મરાઠી ભાષામાં)

આ. લેખક : શ્રી. સંદીપ ચવ્‍હાણ, નાશિક (ભ્ર.ક્ર. ૯૮૫૦૫૬૯૬૪૪ અને ૮૦૮૭૪૭૫૨૪૨)

ઇ. પ્રકાશક : વૈશાલી રાઊત, શુભારંભ પ્રકાશન, સંગમનેર.

૨. સંકેતસ્‍થળ પર વિનામૂલ્‍ય ઉપલબ્‍ધ પુસ્‍તક

અ. પુસ્‍તકનું નામ : સ્‍વતઃચ બના ડૉ. બગીચા….(પોતે જ બનો ડૉ. બગીચો)….અર્થાત્ અગાસી પરની સેંદ્રિય શાકભાજી માટે માર્ગદર્શન (મરાઠી ભાષામાં)

આ. લેખક : શ્રી. સંદીપ ચવ્‍હાણ, નાશિક

ઇ. સંકેતસ્‍થળની માર્ગિકા : https://www.sanatan.org/gujarati/natural-disasters-and-survival-guide

 

૩ અ ૩ ઇ. ગાય અને બળદ પાળવા

દૂધ, ગોમૂત્ર, છાણ, છાણા ઇત્‍યાદિ માટે ગાયો, જ્‍યારે ખેતી, બળદગાડા માટે બળદ ઉપયુક્ત છે. ગાય અને બળદ પાળવા, ગાયનું દૂધ દોહવું, અને જાનવરોની બીમારીમાં કાળજી લેવી ઇત્‍યાદિ વિશે જાણકારો પાસેથી શીખી લેવું.

૩ અ ૪. ભોજનમાં રાનટી શાકભાજીઓ (ચોમાસામાં આપમેળે
જ ઉગતી શાકભાજીઓ) નો ઉપયોગ કરવાનું હમણાથી જ ચાલુ કરવું

ભારંગી, અઘેડો, મોરસની ભાજી ઇત્‍યાદિ ઘણી રાનટી શાકભાજીઓનો ઉપયોગ આહારમાં કરી શકાય છે. જો રાનટી શાકભાજીઓના ઉપયોગ વિશે જાણતા ન હોવ, તો જાણકારોને પૂછી લેવું. કોલ્‍હાપૂર ખાતે ‘નિસર્ગ મિત્ર (ભ્ર.ક્ર. ૯૪૨૩૮ ૫૮૭૧૧)’ આ સંસ્‍થાએ ‘ઔષધી રાનટી શાક’ નામક ગ્રંથ પ્રકાશિત કર્યો છે. તેમાં ૬૧ શાકભાજીના ઔષધી અને આહારમાંના ઉપયોગ, શાકભાજીના છાયાચિત્રો સાથે આપેલા છે.

સંદર્ભ : સનાતનની  ગ્રંથમાલિકા ‘આપત્‍કાળમાંનું જીવનરક્ષણ  (મરાઠી ભાષામાં ઉપલબ્ધ)
(સદર લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)
આપત્‍કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૩
સંકલક : (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

Leave a Comment