ક્રાંતિકારી દામોદર હરિ ચાપેકર

‘રાષ્‍ટ્રપ્રેમ એટલે જ ધર્મપ્રેમ એ સત્ય
સમજનારો વિરલ ક્રાંતિકારી દામોદર હરિ ચાપેકર !

(બલિદાનદિન – ૧૮ એપ્રિલ)

‘૨૨ જૂન ૧૮૯૭ના દિવસે રેંડ અને લેફ્‍ટનંટ આયરિસ્‍ટ આ બન્‍ને અંગ્રેજી અધિકારીઓની દામોદર હરિ ચાપેકર અને તેમના ભાઈ બાળકૃષ્ણએ હત્યા કરી. સંપૂર્ણ અંગ્રેજી સત્તા હચમચી ગઈ.

પુના ખાતે મોટા પાયે પ્લેગનો રોગ ફેલાયો હતો. આ કાળમાં બંદોબસ્‍ત કરવા માટે આ બન્‍ને અધિકારીઓની સરકારે નિમણૂક કરી હતી. આ ચેપ ફેલાય નહીં; તેથી લોકોને ગામબહાર વસાવવાના નામ હેઠળ અંગ્રેજ સૈનિકોએ પ્રત્‍યેક ઘરમાં અત્‍યાચાર કર્યા. તે માટે ગુસ્‍સે થઈને આ બન્‍ને ભાઈઓએ સદર અધિકારીઓની હત્‍યા કરી. તેમને ફાંસીની શિક્ષા સંભળાવવામાં આવી અને યોગ્‍ય સમયે ફાંસી આપવામાં આવી.

ક્રાંતિકારીઓમાં ચાપેકર બાંધવોનું નામ અગ્રક્રમથી નોંધવામાં આવ્‍યું. આ ઇતિહાસ આપણે જાણીએ છીએ; પણ ‘દામોદર હરિ ચાપેકરે આત્‍મવૃત્ત લખ્‍યું છે’, તેની વધારે કાંઈ ચર્ચા થતી નથી. વાસ્‍તવિક રીતે આ આત્‍મકથા વિ.ગો. ખોબરેકરે સંપાદિત કરી છે અને મ.રા. સાહિત્‍ય સંસ્‍કૃતિ મંડળે વર્ષ ૧૯૭૪માં વિમોચન કરી છે. મરાઠીમાં આ આત્‍મકથા થોડી મોડેથી જ પ્રકાશિત થઈ. તે પહેલાં તેનો અંગ્રેજી અનુવાદ વર્ષ ૧૯૫૫માં ‘સ્‍વતંત્રતાસંગ્રામ ઇતિહાસના સાધનો : ભાગ ૨’માં પ્રકાશિત થયો હતો.

૧. થોડા દિવસો પછી ફાંસી થવાની હોવા છતાં નિર્ભયતાથી લખેલી આત્‍મકથા

મૂળમાં સદર આત્‍મકથા એટલે ‘હત્‍યા કરવા માટે ચાપેકર શા માટે અને કેવી રીતે પ્રવૃત્ત થયા’, તેની વાસ્‍તવિકતા લખવા માટે તેમને કહેવામાં આવ્‍યું. યેરવડા કારાગૃહમાં હતા ત્‍યારે તેમણે ૮ ઑક્‍ટોબર ૧૮૯૭ના દિવસે તે પૂર્ણ કરી. મોડી લીપીમાં રહેલી આ આત્‍મકથા અનેક વર્ષો સુધી યેરવડા કારાગૃહમાં પડી રહી હતી. આ આત્‍મકથા મરાઠી સાહિત્‍યની દૃષ્‍ટિએ મહત્વની છે. એક તો પોલાદી છાતીના ક્રાંતિકારીની મોકળાશ ધરાવતી આત્‍મકથા છે. તેઓ પોતે ક્રાંતિકારી કેવી રીતે બનતા ગયા, તેનું ક્રમવાર વર્ણન ચાપેકરે તેમાં કર્યું છે. વિશેષ એટલે ‘થોડા દિવસ પછી પોતાને ફાંસી થવાની છે’, આ વાતની જાણ હોવા છતાં પણ તેઓ બધું જ નિર્ભય થઈને કહેતા હતા.

૨. પંદર વર્ષના હતા ત્‍યારે રુઝાયેલું ક્રાંતિકાર્યનું બીજ

તેઓ વય વર્ષ પંદરના હતા ત્‍યારથી જ (ત્‍યારે નાનો ભાઈ બાર વર્ષનો હતો.) તેમના મનમાં અંગ્રેજો વિશે ચીડ નિર્માણ થઈ હતી. એટલું જ નહીં, જ્‍યારે એક રેલ્‍વે પ્રવાસમાં ‘અંગ્રજોનો બદલો વાળવો જોઈએ’, આ ભાવના પણ તેમનામાં ઉત્‍પન્‍ન થઈ. તેમના પિતાજી હરિ ચાપેકર મોટા નામાંકિત હરિદાસ ! તેમને કીર્તન કરવા માટે ઘણે દૂરથી તેડું આવતું. આ બન્‍ને બાંધવો સાથીદાર તરીકે કામ કરતા હતા. એકવાર રાયપુર ભણી જતી વેળાએ ઘનઘોર જંગલ જોઈને આ બન્‍ને બંધુઓના મનમાં વિચાર આવ્‍યો કે, કાંઈક પરાક્રમ કરીને સંતાઈ જવા માટે આ જગ્‍યા સારી છે. બસ થયું, એ જ તેમના મનમાં ઉત્‍પન્‍ન થયેલો ક્રાંતિકાર્યનો અંકુર. તે આગળ સમગ્ર આયખું વિકાસ પામીને રેંડ સાહેબની હત્‍યા કરી !

૩. રાષ્‍ટ્રકાર્ય કરવાની ચાપેકર બંધુઓની દિશા

‘એકવાર ધ્‍યેય નિશ્‍ચિત થાય, કે તે માટે શારીરિક બળ કમાવવું અને કષ્‍ટ વેઠવાનું નક્કી છે’, એમ ધ્‍યાનમાં લઈને આ બન્‍ને ભાઈઓ વ્‍યાયામ, સૂર્યનમસ્‍કાર અને માઈલો સુધી ચાલવાનો અને દોડવાનો મહાવરો કરતા. (ટેવ પાડતા.) પ્રવાસ દરમ્‍યાન બળદગાડામાં બેસવાને બદલે ચાલતા જતાં. શરીર બળશાળી હોવું જોઈએ અને કષ્‍ટનો સામનો કરવા માટે બળ મેળવવું, આ દૃષ્‍ટિકોણ રાખીને તેઓ સર્વ કરતા હતા. અંગ્રેજ અને અંગ્રેજી સત્તાના વિરોધમાં કામ કરતા રહેવું, એ તેમના કામની એક દિશા ! બીજી દિશા એટલે સમાજસુધારણા માટે તેમનો પ્રચંડ વિરોધ હતો. સમાજસુધારકોને હેરાન -પરેશાન કરી નાખવા, આ તેમના કામની બીજી દિશા હતી. તેમાંથી જ ‘સુધારક’ આ છાપાના સંપાદક પટવર્ધન અને સુધારક કુલકર્ણી પર તેમણે જબરું આક્રમણ કર્યું. તેમને ધમકીભર્યો પત્ર લખ્‍યો.

૪. ધર્મમાં કરી રહેલી સુધારણા માટે યોગ્‍ય વિરોધ

રાષ્‍ટ્રપ્રેમ એટલે ‘સામાજિક સુધારણાનો વિરોધ’ આ સૂત્ર તેમના લેખન દ્વારા સ્‍પષ્‍ટ થતું હતું. સ્‍વરાષ્‍ટ્રપ્રેમ અને સ્‍વધર્મપ્રેમ આ બન્‍ને ભિન્‍ન બાબતો નથી જ; પરંતુ તે એકજ છે, આ વાત તેઓ ગળે ઉતારવાનો પ્રયત્ન કરતા હતા. તો પછી ‘અમારા ધર્મમાંના જે રીતરિવાજો છે, ભલે ને તે ગમે તેવા હોય, અમને પ્રિય છે. તેમાં સુધારણા કરવાની કાંઈ જ આવશ્‍યકતા નથી’, એવું તે કહેતા. તે સિવાય, ‘આ રીતની ભૂમિકા લેવી એટલે જ રાષ્‍ટ્રહિતની ભૂમિકા’, એવો પણ તેમનો મત હતો.’

(સાભાર : નાગનાથ કોત્તાપલ્‍લે, દૈનિક મહારાષ્‍ટ્ર ટાઇમ્‍સ, ૨૫.૨.૨૦૧૮)

Leave a Comment