મહાપ્રભુ શ્રી વલ્‍લભાચાર્ય મહારાજ

‘પુષ્‍ટિમાર્ગ’ના પ્રવક્તા

શ્રી વલ્‍લભાચાર્ય મહારાજ

તેમણે બાળપણમાં વિલ્‍વમંગલાચાર્યજી દ્વારા અષ્‍ટાદશાક્ષર ગોપાલતંત્રની દીક્ષા લીધી. કાશી અને જગદીશ પુરીના ઘણાં વિદ્વાનો સાથે શાસ્‍ત્રાર્થ કરીને વિજયી બન્‍યા. આગળ જતાં એક સ્‍વતંત્ર ભક્તિમાર્ગ ‘પુષ્‍ટિમાર્ગ’ના સંસ્‍થાપક બન્‍યા.

 

મહાપ્રભુજીનો સિદ્ધાંત

તેમનો સિદ્ધાંત છે કે, જે સત્યતત્વ છે, તેનો કદીપણ નાશ થતો નથી. સંસાર કાલ્‍પનિક છે, માયા છે. અવિદ્યાનું આવરણ રહેલો જીવ ‘ હું છું,  મારું છે’ એવી કલ્‍પનામાં રાચે છે.  સિદ્ધાંત સમજાવવા માટે તેમણે ત્રણ વાર ભારતભ્રમણ કર્યું. યાત્રા દરમ્‍યાન તેમણે લોકોને શ્રીકૃષ્‍ણ પ્રત્‍યે નિષ્‍કામ ભક્તિ માટે પ્રેરિત કર્યા. તેમણે રચેલું મધુરાષ્‍ટક ઘણું પ્રસિદ્ધ છે.

જગત્ ભગવાનની રચના છે, જ્‍યારે જીવ દ્વારા રચવામાં આવેલો સંસાર, કાલ્‍પનિક, અસત્‍ય અને અજ્ઞાનતાને કારણે નાશવંત છે.

Leave a Comment