ખાંડની વધારે પડતી વપરાશ અને તેના દુષ્‍પરિણામ

નૈસર્ગિક પદાર્થો ખાવાથી શરીરને વધારે લાભ થાય છે અને કૃત્રિમ અથવા તેના પર પ્રક્રિયા કરેલા પદાર્થો ખાવાથી શારીરિક વિકાર વધે છે. સદર લેખમાં ખાંડની વધારે પડતી વપરાશના કારણે ઉદ્‍ભવનારા વિવિધ દુષ્‍પરિણામ વિશે જોઈશું.

ખાંડનું શુદ્ધિકરણ કરતી વેળાએ લગભગ ૬૪ અન્ન ઘટકો નષ્‍ટ થવા

‘ખાંડનું શુદ્ધિકરણ (રિફાયનિંગ) કરતી વેળાએ ખાંડમાંના લગભગ ૬૪ અન્નઘટકો નષ્‍ટ થાય છે. જીવનસત્ત્વો (વીટામીન્‍સ), ખનિજદ્રવ્‍ય (મિનરલ્‍સ), વિતંચક (એન્‍ઝાયમ્‍સ), અમિનો એસિડ, તંતુઓ ઇત્‍યાદિ બધાયનો જ નાશ થાય છે અને બાકી રહે છે તે કેવળ કોઈપણ પોષણમૂલ્‍ય ન ધરાવતું હાનિકારક સુક્રોજ !

ખાંડના વિવિધ દુષ્‍પરિણામ

૧. ખાંડ શરીરમાં રહેલા ઍડ્રીનેલીનનું પ્રમાણ વધારતી હોવાથી સ્‍નિગ્‍ધ-આમ્‍લ (કોલેસ્‍ટ્રોલ) અને કૉર્ટીઝોનનું પ્રમાણ વધવું અને પ્રતિકાર સંસ્‍થા પર પરિણામ થવો

આપણાં શરીરને કામ કરવા માટે ઇંધનની એટલે જ કે ગ્‍લુકોજની આવશ્‍યકતા હોય છે. શરીર આપણે ખાધેલા ખોરાકનું વિવિધ એન્‍ઝાયમની સહાયતાથી ગ્‍લુકોજમાં રૂપાંતર કરતું હોય છે. નિસર્ગત: ફળો, શાકભાજી, અનાજ, કઠોળમાં ગ્‍લુકોજ હોય છે. દુર્દૈંવથી ‘આપણને અતિઆવશ્‍યક રહેલું ગ્‍લુકોજ એટલે જ કે શુદ્ધ (રીફાઇંડ) કરેલી ખાંડ’ એવી માન્‍યતા છે. ખાંડનું શું કરવું, આ પ્રશ્‍ન શરીરને હોય છે. ખાંડ પણા શરીરમાંનું ઍડ્રોનેલીનનું પ્રમાણ વધારે છે. એડ્રીનેલીનને કારણે આપણું શરીર યુદ્ધસદૃશ પરિસ્‍થિતિમાં રહે છે. શરીરમાં સ્‍નિગ્‍ધ-આમ્‍લ અને કાર્ટીઝોનનું પ્રમાણ વધે છે. કાર્ટીઝોન આપણી પ્રતિકાર સંસ્‍થા પર પ્રભાવ પાડે છે.

૨. ખાંડને કારણે શરીરમાંનું કેલ્‍શિયમ અને ફોસ્‍ફરસનો સમતોલ બગડવો

શેરડીમાંથી ખાંડ તૈયાર કરતી વખતે ખાંડને સફેદી લાવવા માટે નેનોફિલ્‍ટરેશન તંત્ર વપરાય છે. તેથી આપણાં ગુણસૂત્રો પર (હાર્મોન્‍સ પર) દુષ્‍પરિણામ થાય છે. ખાંડનું પચન અને નિચરો કરવા માટે શરીરને ઘણો ત્રાસ વેઠવો પડે છે. ખાંડને કારણે આપણાં શરીરમાં રહેલું કેલ્‍શિયમ અને ફોસ્‍ફરસનો સમતોલ બગડે છે.

૩. ખાંડને કારણે થનારાં અન્‍ય દુષ્‍પરિણામ

અ. વધારે પડતી ખાંડ શરીરમાં ચરબી વધારે છે. શરીરમાંના કાર્યક્ષમ ન રહેલા ભાગ પર ચરબી એકઠી થાય છે, ઉદા. પેટ, સાથળ, કિડની, હૃદય આ અવયવો પર ચરબી એકઠી થાય છે.

આ. રક્તદાબ અને સ્‍નિગ્‍ધ-આમ્‍લ વધે છે.

ઇ. શરીરની સહન કરવાની અને પ્રતિકાર કરવાની શક્તિ ન્‍યૂન થાય છે. તેથી કોઈપણ આક્રમણનો (સર્દી, મચ્‍છર, ઉષ્‍ણતા) સામનો કરતી વેળાએ શરીર થાકી જાય છે.

ઈ. ખાંડનું પચન કરવા માટે શરીરની શક્તિ વ્‍યય થાય છે. તેમજ ખાંડના થયેલા દુષ્‍પરિણામ દૂર કરવા માટે શરીરને ત્રાસ થાય છે.

ઉ. મગજના કાર્ય પર ખાંડના વધારે પડતા સેવનનો પરિણામ થાય છે.

ઊ. ખાંડનું અતિશય સેવન કરવાથી આપણને ઘેન ચડે છે. તેમજ આપણી ગણન (હિસાબ) કરવાની શક્તિ ન્‍યૂન થાય છે. ધ્‍યાન કેંદ્રિત થતું નથી.

એ. પેશીમાંની લવચિકતા ઓછી થાય છે.

ઐ. દૃષ્‍ટિ ન્‍યૂન (ઓછી) થાય છે.

ઓ. વૃદ્ધત્‍વ વહેલું આવે છે.

ઔ. લોહીમાં રહેલું જીવનસત્ત્વ (વીટામીન) ‘ઈ’ ન્‍યૂન થાય છે.

અં. મોટા આંતરડાને કર્કરોગ (કૅન્‍સર) થવાની શક્યતા હોય છે.

ક. વધારે પડતી ખાંડ પ્રોસ્‍ટેટ કર્કરોગનું (કૅન્‍સરનું) એક કારણ હોઈ શકે.

ખ. માસિક અટકાવ સમયે પેટમાં દુ:ખે છે. મહિલાઓમાં ખાંડને કારણે પ્રિમેન્‍સ્‍ટ્રલ સિંડ્રોમ વધે છે.’

ખાંડ વિશે તજ્‌જ્ઞોનાં અભિપ્રાય અને નિષ્‍કર્ષ

૧. શર્કરાયુક્ત પદાર્થ અને પેય મદ્ય કરતાં પણ અહિતકારી હોવા

‘ઘઉંનો મેંદો અને તેમાંથી બનાવેલા પાઉં, કેક ઇત્‍યાદિ શર્કરાયુક્ત પદાર્થ અને પીણાં મદ્ય કરતાં પણ અહિતકારી છે. ખાંડ વધારે નાખીને બનાવેલા પદાર્થ ઉંદરડાને ખવડાવવાથી, તેમને આંખોનાં વિકાર ઉદ્‍ભવ્‍યા.’ – ડૉ. ફ્રેડ ડી મિલર, અમેરિકા

૨. ‘ખાંડના ખપ સાથેજ મધુમેહ અને કર્કરોગના રુગ્‍ણોની સંખ્‍યા વધી રહી છે.’ – ફ્‍લીમર વિજ, લંડન વિશ્‍વવિદ્યાલયમાંના રસાયણશાસ્‍ત્રના અધ્‍યાપક.

૩. ખાંડ ખાવાથી દાંતમાં સડો થવો

‘ખાંડરૂપી ઝેર ખાવાથી મોઢામાં રહેલા એક પ્રકારના અતિસૂક્ષ્મ જીવાણુંને પૂરક એવુ વાતાવરણ નિર્માણ થાય છે. તેથી તેમની શક્તિ કાર્યરત થઈને ‘લૅક્‌ટિક આમ્‍લ’ બને છે. આ આમ્‍લને કારણે દાંત પરનું સંરક્ષણ કવચ (ટૂથ ઇનામેલ) નષ્‍ટ થઈને દાંત સડે છે.

૪. પહાડી ભાગના દિવાસીના આહારમાં ખાંડ હોતી નથી. તેઓ નૈસર્ગિક આહાર લે છે. તેથી તે શરીર અને મનથી નિરોગી છે.’ – ગ્રૅફિશને કરેલા સંશોધનનો નિષ્‍કર્ષ

ખાંડ માટેનો સર્વોત્‍કૃષ્‍ટ પર્યાય એટલે ગોળ !

‘ખાંડ માટેનો સૌથી ઉત્‍કૃષ્‍ટ અને સહેજતાથી ઉપલબ્‍ધ રહેલો પર્યાય એટલે રસાયણવિહોણો ગોળ છે. તેમ જ મધ, કાકવી, શેરડીનો રસ, ખજૂર સર્વે સારા પર્યાય થઈ શકે છે.

ગોળને કારણે થનારા લાભ

અ. બાળકોને યોગ્‍ય પ્રમાણમાં ગોળ અને શીંગ આપવાથી તેમની શારીરિક વૃદ્ધિ ઝડપભેર થઈને હાડકાં મજબૂત બનવા

ગોળમાં કૅલ્‍શિયમ હોવાથી નાના છોકરાઓને યોગ્‍ય પ્રમાણમાં ગોળ ખાવા આપવાથી લાભદાયક ઠરે છે. વધારે પ્રમાણમાં ગોળ ખાવાથી કૃમી થવાની શક્યતા હોય છે. યોગ્‍ય પ્રમાણમાં છોકરાઓને ગોળ અને શીંગ (મગફળી) આપવાથી તેમની શરીરિક વૃદ્ધિ ઝડપભેર થાય છે. હાડકાં મજબૂત બને છે અને શરીર સશક્ત બને છે.

આ. મહિલાએ શેકેલા ચણા સાથે ગોળ ખાવાથી લોહતત્ત્વની ઓછપ દૂર થવી

મહિલાઓમાં સામાન્‍ય રીતે લોહતત્ત્વની (આયર્ન) ન્‍યૂનતા દેખાઈ આવે છે. માસિક અટકાવ સમયે નૈસર્ગિક ચક્રને કારણે આ ન્‍યૂનતા રહી જાય છે; પણ મહિલાઓને શેકેલા ચણા સાથે ગોળ ખાવાથી આ ન્‍યૂનતા દૂર થાય છે અને લોહીમાં હિમોગ્‍લોબિનનું પ્રમાણ પણ વધવાથી શક્તિપાત પણ થતો નથી.

ઇ. હૃદયરોગ માટે ‘ગોળ’ ઉત્તમ ઔષધ હોવું અને હિમોગ્‍લોબિનનું પ્રમાણ ગોળના સેવનથી ફરીવાર પ્રમાણબદ્ધ થવું

ગોળમાં જીવનસત્ત્વ ‘બ’ પૂરેપૂર પ્રમાણમાં હોય છે. તેથી માનસિક આરોગ્‍ય માટે ગોળનું સેવન લાભકારી ઠરે છે. હૃદયરોગ માટે પોટૅશિયમ લાભદાયક હોય છે. તે ગોળમાંથી નૈસર્ગિક રીતે મળી શકે છે. આનો અર્થ એટલે હૃદયરોગીઓ માટે પણ ‘ગોળ’ ઉત્તમ ઔષધ છે. પાંડુરોગ (ઍનિમિયા) તેમજ અધિક રક્તસ્રાવને કારણે શરીરમાં રહેલું લોહીમાંનુ ન્‍યૂન થયેલું હિમોગ્‍લોબિનનું પ્રમાણ ગોળનાં સેવનને કારણે ફરીવાર પ્રમાણબદ્ધ થાય છે.’

રસાયણો વાપરીને બનાવેલા ખાંડ જેવા કૃત્રિમ ખાદ્યપદાર્થોથી જીવનશક્તિની પાયમાલી સર્જાવી; પણ નૈસર્ગિક મધથી જીવનશક્તિ વધવી

‘એકાદ સામાન્‍ય માનવીની જીવનશક્તિ યંત્ર દ્વારા તપાસી લેવી. પછી તેનાં મોઢામાં ખાંડ મૂકો અને તેની જીવનશક્તિ ફરીથી તપાસી લો. તે ઓછી થઈ હોવાનું જોવા મળશે. ત્‍યાર પછી તેનાં મોઢામાં મધ મૂકો અને જીવનશક્તિ તપાસી જુઓ. તે વધારે થઈ હોવાનું જણાશે. આવી રીતે ડૉ. ડાયમંડે પ્રયોગ દ્વારા સિદ્ધ કર્યું કે, ખાંડ જેવા કૃત્રિમ પદાર્થને કારણે જીવનશક્તિની પાયમાલી સર્જાય છે અને મધ જેવા નૈસર્ગિક પદાર્થને કારણે તેમ જ ફળ, શાકભાજી ઇત્‍યાદિનાં સેવનને કારણે જીવનશક્તિનો વિકાસ થાય છે. વિવિધ આસ્‍થાપના (કંપની) દ્વારા બનાવેલું અને પ્રયોગશાળા દ્વારા માન્‍ય કરેલું બંધ શીશીઓમાંનું (બાટલીમાંનું) મધ જીવનશક્તિ માટે લાભદાયક હોતું નથી. આનાથી ઊલટું નૈસર્ગિક મધ લાભદાયક હોય છે. ખાંડના કારખાનામાં શેરડીના રસને શુદ્ધ કરવા માટે જે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, તે રસાયણો હાનિકારક હોય છે.’

અનેક રોગોનો પગપસારો રહેલી ચોકલેટ

આપણી સંસ્‍કૃતિમાં સ્‍થાન ન ધરાવતો ચોકલેટ આ પદાર્થ; અનેક રોગોનો પગપસારો, ખાસ કરીને દાંતના અનેક રોગોની જડમૂળ છે. તેનાં કરતાં પણ શરીર પર મહાભયંકર પરિણામ થાય છે, તે તેમાં વાપરવામાં આવતા સૅક્રિનનો ! સક્રિન પદાર્થને ‘જાગતિક આરોગ્‍ય સંગઠના’એ પણ આરોગ્‍યને અપાયકારક અને ઘાતક હોવાનું કહ્યું છે. સૅક્રિનને કારણે કર્કરોગ પણ થઈ શકે છે. જો આરોગ્‍ય સારું રાખવું હોય, તો સૅક્રિન જેવા પદાર્થોમાંથી બનાવેલી ચોકલેટથી દૂર જ રહેવું સારું.’

સંદર્ભ : સનાતન સંસ્‍થાનો ગ્રંથ ‘આહારના નિયમો અને આધુનિક આહારના તોટા’

Leave a Comment