ઋતુને અનુસરીને આહારના નિયમો

પ્રત્‍યેક ઋતુ અનુસાર વાતાવરણમાં પલટાઓ થતા હોય છે. પલટાઓ સાથે મેળ બેસાડવા માટે માનવીને આહારમાં પણ પલટાઓ કરવા પડે છે. પૃથ્‍વી પર સર્વસામાન્‍ય રીતે ઊનાળો અને શિયાળો આ બે જ ઋતુઓ છે. હિંદુસ્‍થાનમાં ચોમાસું, શિયાળો અને ઉનાળો આ રીતે ત્રણ મુખ્‍ય ઋતુ છે. આમાંથી પ્રત્‍યેકનું ફરીથી બે ઋતુઓ માં વિભાજન થાય છે. પ્રત્‍યેક ઋતુ બે માસ ધરાવે છે. ૬ ઋતુઓ મળીને એક વર્ષ થાય છે.

વસંતઋતુમાં આરોગવાનો આહાર

‘આ ઋતુમાં ભારે, તળેલા-ઘીવાળા, ખાટા અને ગળ્‍યા પદાર્થોનું સેવન બંધ કરીને ધાણી, શેકેલા ચણા, જવ, મગ, મેથી, કારેલા, મૂળો, સરગવો, સુરણ, તાજી હળદર, આદું, મરી અને સૂંઠ, આ રીતે પચવામાં હલકા, સૂકા (કોરાં), કડવા, તૂરા અને તીખા પદાર્થો સેવન કરવા જોઈએ.

સ્‍વાસ્‍થ્‍ય-વર્ધન થાય તે માટે ‘અલૂણાં વ્રત’ના પાલનનું મહત્ત્વ

ચૈત્ર માસમાં ૧૫ દિવસો સુધી ‘અલૂણાં વ્રત’નું પાલન કરવું (મીઠું ન ખાવું) ઘણું સ્‍વાસ્‍થ્‍યવર્ધક છે. તેના દ્વારા લોહીની શુદ્ધિ થઈને હૃદય, યકૃત, મૂત્રપિંડ અને ત્‍વચાનું રોગ સામે રક્ષણ થાય છે. આ વ્રતનું પ્રતિવર્ષે પાલન કરનારી વ્‍યક્તિનું આરોગ્‍ય અન્‍ય લોકો કરતાં વધારે ઉત્તમ હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું છે.

વસંતઋતુમાં કરવા જેવા કેટલાંક લાભદાયક કાર્યો

અ. પ્રતિદિન સવારે ૨ ગ્રામ હરડેચૂર્ણ મધમાં ભેળવીને લેવું

આ. પ્રતિદિન સવારે કડવા લીમડાના કૂણાં ૧૫ પાન ૨ મરી સાથે ચાવીને ખાવા.

ઇ. ૭ થી ૧૫ દિવસો સુધી કડવા લીમડાના ફૂલોનો ૧૫ થી ૨૦ મિ.લી. રસ નયણે કોઠે લેવો. તેથી ત્‍વચાવિકાર અને મલેરિયા સામે રક્ષણ થાય છે.’

ગ્રીષ્‍મઋતુમાં લેવાનો આહાર

આ ઋતુમાં પચનક્રિયા ધીમી હોય છે. આ કાળમાં દૂધ, માખણ, ઘી જેવા સ્‍નિગ્‍ધ પદાર્થો આરોગવા જોઈએ. એલચી, ધાણા, જીરું ઇત્‍યાદિનો ઉપયોગ કરેલા પદાર્થો, તેમ જ મધુર અને ખાટાં રસયુક્ત, ઉદા. આમળા, દાડમ જેવા ફળો આરોગવા. અતિશય ઠંડા પદાર્થો અને ઉષ્‍ણ પદાર્થો ન આરોગવા.

વર્ષાઋતુમાં આરોગવાનો આહાર

વર્ષાઋતુ એટલે વાયુપ્રકોપ અને પિત્તસંચયનો કાળ છે. આ કાળમાં ભોજનમાં સર્વ રસોનું સેવન કરવું અને ઉષ્‍ણ પદાર્થો આરોગવા. વધારે પડતાં તળેલા અથવા લૂખા પદાર્થો ન ખાવા. દ્રવ પદાર્થ અલ્‍પપ્રમાણમાં લેવા. આ કાળમાં વચ્‍ચે-વચ્‍ચે ક્યારેક ઉપવાસ કરવાનું લાભદાયક હોય છે.

શરદઋતુમાં આરોગવાનો આહાર

આ વાયુનો સંચય કાળ અને પિત્તનો પ્રકોપ કાળ છે. આમાં મધુર, કડવો અને તૂરો રસયુક્ત આહાર લેવો. ઘી પિત્તશામક હોવાથી તેનો ઉપયોગ કરવો; પણ તળેલા અને ચરબીયુક્ત પદાર્થો ખાવાનું ટાળવું.

હેમંતઋતુમાં આરોગવાનો આહાર

શિયાળાનાં આરંભમાં આવતી ઋતુ એટલે હેમંતઋતુ છે. આ કાળમાં પચનશક્તિ ઉત્તમ હોય છે. આ કાળમાં સ્‍નેહયુક્ત પદાર્થોનું સેવન કરવું, પણ અતિશય ઠંડા અને લૂખા પદાર્થોનું સેવન ન કરવું.

શિશિરઋતુમાં આરોગવાનો આહાર

આ કાળમાં પચનશક્તિ ઉત્તમ હોય છે. મધુર, ખાટાં અને ખારાં રસયુક્ત આહાર લેવો. તીખા, કડવા અને તૂરા રસયુક્ત પદાર્થો ટાળવા. તેલ અને ઘી ખાવા પર પ્રતિબંધ નથી.

સાંજે (એટલે કે સૂતા પહેલાં) દૂધ પીવું, પરોઢિયે (ઊઠ્યા પછી મોઢું ધોઈને) પાણી પીવું અને ભોજનને અંતે છાશ પીવી; (તો પછી) વૈદ્યરાજની આવશ્‍યકતા ખરી ?

સાંજે (એટલે સૂઈ જતાં પહેલાં) દૂધ પીવું

‘સાંજના સમયમાં વાયુમંડળમાં રજ-તમયુક્ત લહેરોનાં પ્રવાહના માધ્‍યમ દ્વારા અનેક અનિષ્‍ટ શક્તિઓનું આગમન થતું હોય છે. રાત્રિનો સમય સંપૂર્ણ રીતે અનિષ્‍ટ શક્તિઓના રજ-તમયુક્ત કાર્ય પર આધારિત હોવાથી આ કાળમાં સગુણ તત્ત્વરૂપી ચૈતન્‍યનો સ્રોત રહેલું દૂધ સેવન કરવાથી, આ પ્રબળતાદર્શક રજ-તમયુક્ત અનિષ્‍ટ શક્તિઓના પ્રભાવ સામે જીવનું રક્ષણ થઈ શકે છે; તેથી આ કાળમાં દૂધ પ્રાશન કરવા માટે કહ્યું છે.

પરોઢિયે (ઊઠીને મોઢું ધોયા પછી) પાણી પીવું

પરોઢિયે (ઊઠીને મોઢું ધોયા પછી) પાણી પીવું જોઈએ; કારણકે, જેવી રીતે પાણી પુણ્‍યકારક છે, તેવી રીતે જ તે પાપહારક પણ છે. રાત્રિના સમયમાં રજ-તમયુક્ત વાયુમંડળમાં દેહ પર થનારા અનિષ્‍ટ શક્તિઓના સૂક્ષ્મ આક્રમણોને કારણે દેહ, તેમજ મોઢાનું પોલાણ લહેરોથી યુક્ત થયેલા હોય છે. સમગ્ર રાત્રિમાં દેહમાં ઘનીભૂત થયેલી રજ-તમયુક્ત પાપલહેરોનું શમન થવા માટે સર્વસમાવેશક એવા નિર્ગુણજન્‍યરૂપી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પાણી પીવાથી દેહ રજ-તમયુક્ત લહેરોનાં સંક્રમણમાંથી મુક્ત થાય છે; તેથી સમગ્ર રાત્રિ દરમ્‍યાનના પાપયુક્ત રજ-તમનું નિર્દાલન કરવા માટે પરોઢિયે પાણી પીવાનું કહેવામાં આવ્‍યું છે. પરોઢિયે પાણી પીને દેહની શુદ્ધિ કરીને પછી બ્રાહ્મમુહૂર્ત પર સાધના કરીએ, તો સાધનામાં રહેલી સાત્ત્વિકતા દેહમાંના રજ-તમના ઉચ્‍ચાટન માટે વ્‍યય થતી નથી.

ભોજનના અંતે છાશ પીવી

છાશ રજોગુણી લહેરોથી યુક્ત હોવાથી કાર્યદર્શક હિલચાલોને વેગ પ્રદાન કરનારી હોય છે. છાશમાંનો રજોગુણ અન્‍નપચન પ્રક્રિયાને વેગ પ્રદાન કરનારો અને ત્‍યારે જ તેના દ્વારા નિર્માણ થનારી ઊર્જા દેહને કાર્ય કરવા માટે પૂરી પાડનારો અથવા આવશ્‍યકતા અનુસાર સંબંધિત સ્‍થાન પર ઘનીભૂત કરનારો છે. રજોગુણ દ્વારા કાર્યવૃદ્ધિ સાધ્‍ય કરવામાં આવતી હોવાથી અન્‍નપચન પ્રક્રિયામાં મહત્ત્વનો ટેકો આપીને કૃતિમાં રહેલાં કાર્યને રજોગુણી બળ પૂરું પાડીને સમગ્ર દિવસ દરમ્‍યાનનો કાર્ય અંગેનો ઉત્‍સાહ ટકાવી રાખનારી છાશને ભોજન પછી સેવન કરવા માટેનું મહત્ત્વનું સ્‍થાન આપેલું જોવા મળે છે.’

રાત્રે દહીં આરોગવાનું શા માટે ટાળવું ?

‘अलक्ष्मीदोषयुक्‍तत्‍वात् रात्रौ च दधि गर्हितम् ।’ એટલે કે, ‘રાત્રે ભોજનમાં દહીં કટાક્ષપૂર્વક વર્જ્‍ય કરવું, નહીંતર પછી બુદ્ધિનાશ થઈને અલક્ષ્મીદોષ પ્રાપ્‍ત થાય છે.’ – ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી

શાસ્‍ત્ર – દહીં રજોગુણી હોવાથી તે રાત્રે આરોગવાથી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ થવાની શક્યતા હોય છે. ‘રાત્ર તમોગુણી છે. તમોગુણી કાળમાં અનિષ્‍ટ શક્તિઓના સંચારની પ્રબળતા હોય છે. આ કાળમાં દહીં આરોગવાથી દેહ રજોગુણથી યુક્ત બનીને રાત્રિના વાયુમંડળમાં સંચાર કરનારી અનિષ્‍ટ શક્તિઓના સ્‍પર્શયુક્ત લહેરોના કાર્યને પ્રતિસાદ આપવાની દૃષ્‍ટિએ વધારે પડતો સંવેદનશીલ બનવાથી તે જીવને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ થવાની શક્યતા હોય છે; તેથી રાત્રે દહીં ખાવાનું ટાળવું.’

ઋતુને અનુસરીને પદાર્થ ખાવાનું મન થવું

ચોમાસામાં તીખા પદાર્થ શા માટે ખાવાનું મન થાય છે ?

‘ચોમાસામાં ઠંડા વાતાવરણને કારણે શરીરનું તાપમાન યોગ્‍ય પ્રમાણમાં રહે, તે માટે આપમેળે જ તીખા પદાર્થ ખાવાની ઇચ્‍છા થાય છે. તીખા પદાર્થો તેજતત્ત્વયુક્ત હોય છે. ચોમાસામાં એકંદરે વાતાવરણનું શરીર પર થતા પરિણામને કારણે શરીરમાં તેજતત્ત્વની ઓછપ વર્તાય છે. (શરીર પંચતત્ત્વોનું બનેલું હોય છે. પ્રત્‍યેકની પ્રકૃતિ અનુસાર પંચતત્ત્વોનું પ્રમાણ જુદું જુદું હોય છે. પ્રકૃતિ એ સૂક્ષ્મદેહનું સ્‍થૂળ પ્રગટીકરણ હોય છે. સૂક્ષ્મદેહ એ તેમાં રહેલા ત્રિગુણ અનુસાર હોય છે.) તીખા પદાર્થોને કારણે શરીરમાં ઉષ્‍ણતા નિર્માણ થાય છે. તેથી શરીરનું તાપમાન યોગ્‍ય પ્રમાણમાં જાળવવામાં સહાયતા થાય છે.

ઉનાળામાં ગળ્‍યો પદાર્થ ખાવાનું મન શા માટે થાય છે ?

ગળ્‍યો પદાર્થ આપતત્ત્વયુક્ત હોય છે. ઉનાળાના દિવસોમાં શરીર પર થનારું ગરમીનું પરિણામ તીખા પદાર્થ કરતાં ગળ્‍યા પદાર્થમાં રહેલા આપતત્ત્વથી ભારિત થાય છે. તેથી ગળ્‍યો પદાર્થ ખાવાનું હિતાવહ બને છે.’

ખાવાની પસંદ-નાપસંદ પર વિજય મેળવવાના કેટલાક ઉપાય

સ્‍વાદ પર વિજય મેળવ્‍યા સિવાય પૂર્ણ રીતે આધ્‍યાત્‍મિક પ્રગતિ થતી નથી. એ સૌથી અંતમાં થાય છે. તે માટે આગળ જણાવેલા ઉપાય કરી શકાય છે.

૧. સર્વ પદાર્થો ભેગા કરીને ખાવા

૨. અન્‍ન એટલે ‘પ્રસાદ’ છે, એમ સમજીને ખાવું

૩. નામજપ કરતાં કરતાં જમવું. મન નામમાં રમમાણ થાય, એટલે શું ખાઈએ છીએ તે તરફ ધ્‍યાન જતું નથી.

(વિવિધ ઋતુમાં પથ્‍યાપથ્‍ય રહેલા અનાજ, દાળ, શાકભાજી, ફળફળાદિ વિશેની વિગતવાર માહિતી માટે વાંચો સનાતન સંસ્‍થાનો હિંદી ભાષામાં ગ્રંથ ‘દિનચર્યા અને ઋતુચર્યા અનુસાર સાધના’.)

આધુનિક (પશ્‍ચિમી) પદ્ધતિનું અન્‍ન અને હિંદુ (ભારતીય) પદ્ધતિથી બનાવેલા અન્‍ન પદાર્થો

આધુનિક (પશ્‍ચિમી) પદ્ધતિના અન્‍નપદાર્થો

કુટુંબની માં-બહેને બનાવેલું ભોજન, નાશ્‍તો, ભાગ અથવા પીણાં, ખાવા-પીવાનું છોડીને આજકાલ બહારના ખાદ્યપદાર્થો ઉદા. ‘ફાસ્‍ટ ફૂડ’ બહાર જઈને અથવા ઘરમાં લાવીને ખાવાની પદ્ધતિ જોર કરી રહી છે. જીભનાં લાડ લડાવનારી પશ્‍ચિમીઓની આહાર પદ્ધતિ ક્ષણિક સુખદ અનુભવ આપનારી ભલે લાગે, છતાં અંતે તો માનવી શરીર માટે અહિતકારી જ છે.

હિંદુ સંસ્‍કૃતિની પાયમાલી કરીને આસુરી જીવન પદ્ધતિનો ઉદય કરનારી પશ્‍ચિમીઓની આહારપદ્ધતિ

હમણાના કાળમાં ધીમે ધીમે બોટ-અબોટ નષ્‍ટ થતું ગયું છે. હવે પગ ધોઈને ભીનાં પગે જમવું, પ્રાર્થના કરવી, સાત્ત્વિક ભોજન ગ્રહણ કરવું, આ પણ ન્‍યૂન (ઓછું) થઈને પશ્‍ચિમી ભોજન ગ્રહણ કરવું, માંસાહાર કરવો, જમતી વેળાએ હાથનાં આંગળા કરતાં કાટા-ચમચીનો વપરાશ કરવો, જમતી વેળાએ અશ્‍લાઘ્‍ય શબ્‍દોની આપ-લે કરીને એકબીજા સાથે સંવાદ સાધ્‍ય કરવો, તેમ જ ઘરમાં પણ ચંપલ-બુટ પહેરીને ફરવું, આનાથી હિંદુ સંસ્‍કૃતિની પાયમાલી સર્જાઈ અને આસુરી જીવન પદ્ધતિનો ઉદય થઈ રહ્યો છે.

વિદેશમાં ગમે તે કાળમાં એક જ આહાર હોવો : વિદેશીવાદમાંથી સહુકોઈના કાર્યમાં એકત્‍વ લાવવાનો પ્રયત્ન કરવો, આ એક રૂઢિ નિર્માણ થઈ છે, આને જ ‘નિધર્મીવાદ’ એવું હુલામણું નામ પાડવામાં આવ્‍યું છે. વિદેશમાં તો નિધર્મીવાદની સારી એવી બોલબાલા છે. વિદેશમાં તો કોઈ પણ કાળમાં એક જ પ્રકારનું અન્‍ન, એટલે જ કે, બ્રેડ, માંસ જેવા તમોગુણી પદાર્થો ખવાય છે; એટલે જ કે, તેમનાં આહારમાં પણ કાળને અનુસરીને કોઈપણ જાતની વિવિધતા જોવા મળતી નથી.’

સંદર્ભ : સનાતન સંસ્‍થાનો (હિંદી ભાષામાં) ગ્રંથ ‘આહારના નિયમો અને આધુનિક આહારના તોટા’

Leave a Comment