વિકાર-નિર્મૂલન માટે નામજપ – ભાગ ૧

પૂર, ભૂકંપ, મહાયુદ્ધ ઇત્યાદિ ભીષણ સંકટકાળમાં ડૉક્ટર,
ઔષધિઓ ઇત્યાદિ ઉપલબ્ધ ન હોય તે સમયે, તેમજ હંમેશ માટે પણ ઉપયુક્ત

   સનાતનના ‘આગામી સંકટકાળની સંજીવની’ નામક
ગ્રંથમાળામાંનો નૂતન ગ્રંથ : વિકાર-નિર્મૂલન માટે નામજપ(હિંદી ભાષામાં)

ખંડ ૧

વિકાર-નિર્મૂલન માટે નામજપ (મહત્ત્વ અને નામજપના પ્રકારો પાછળનું શાસ્ત્ર)

ખંડ ૨

નામજપને કારણે દૂર થનારા વિકાર (નામજપ વિશેની સૂચનાઓ સહિત મુદ્રા અને ન્યાસ પણ અંતર્ભૂત)

ખંડ ૩

વિકાર અનુસાર નામજપ-ઉપાય (દેવતાઓના જપ, બીજમંત્ર, અંકજપ ઇત્યાદિ)

વર્તમાનમાં સમગ્ર જગત્માં નૈસર્ગિક આપત્તિઓ આવી રહી છે અને ભવિષ્યમાં તે વધવાની છે. સંત-મહાત્માઓ, જ્યોતિષો ઇત્યાદિઓના કહેવા પ્રમાણે પણ આગામી કાળ ભીષણ સંકટકાળ હશે અને આ સમયગાળામાં સમાજને અનેક વિપદાઓનો સામનો કરવો પડશે. સંકટકાળમાં પોતાની સાથે જ કુટુંબીજનોના આરોગ્યનું રક્ષણ કરવું, આ એક મોટું આવાહન જ હોય છે. આપત્કાળમાં સંપર્ક (અવર-જવરના સાધનો) પડી ભાંગવાથી દરદીને દવાખાનામાં લઈ જવો, ડૉક્ટર કે વૈદ્ય સાથે સંપર્ક કરવો અને બજારમાં ઔષધિઓ મળવાનું પણ કઠિન હોય છે.

આપત્કાળમાં આવી પડેલા વિકારોનો સામનો કરવા માટેની પૂર્વસિદ્ધતાના એક ભાગ તરીકે સનાતન સંસ્થા ‘ભાવિ આપત્કાળમાંની સંજીવની’ નામક ગ્રંથમાળા સિદ્ધ કરી રહી છે. સદર માલિકાના ૧૭ ગ્રંથો હજી સુધી પ્રકાશિત થયા છે. સદર માલિકામાંના ‘વિકાર-નિર્મૂલન માટે નામજપ (૩ ખંડ)’ આ નૂતન ગ્રંથોનો (હિંદી ભાષામાં) પરિચય ૨ લેખ (પૂર્વાધ અને ઉર્તાધ) દ્વારા કરાવી રહ્યા છીએ. આ નામજપ ઉપાય પદ્ધતિ કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, જ્યારે અમસ્તી પણ ઉપયુક્ત છે. વિગતવાર વિવેચન ગ્રંથમાં કર્યું છે. આ ગ્રંથના ત્રણેય ખંડો વાચકોએ અવશ્ય સંગ્રહિત રાખવા.

ગ્રંથના સંકલક
પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે અને પૂ. સંદીપ ગજાનન આળશી

 

ગ્રંથનું મનોગત

માનવીના મોટાભાગના શારીરિક અને માનસિક વિકારોની પાછળનું મૂળ કારણ આધ્યાત્મિક હોય છે. આ કારણ નષ્ટ થવા માટે આધ્યાત્મિક સ્તર પર ઉપાય યોજવો પડે છે.  આ એક ઉત્તમ આધ્યાત્મિક ઉપાય છે.

પ્રત્યેક દેવતાનાં વિશિષ્ટ સ્પંદનો હોય છે. તે દેવતાના નામનો જપ કરવાથી જે વિશિષ્ટ સ્પંદનો શરીરમાં નિર્માણ થાય છે, તેને કારણે વિકાર દ્વારા શરીરમાં નિર્માણ થયેલા અનૈસર્ગિક અથવા પ્રમાણ બહારનાં સ્પંદનો સુધરવામાં સહાયતા થાય છે, અર્થાત્ વિકાર-નિર્મૂલન થવામાં સહાયતા થાય છે. નામજપને કારણે કેવળ વિકાર મટી જાય છે, એવું નથી, જ્યારે વિકારોને કારણે નિર્માણ થનારો દુ:ખાવો અને દુ:ખ સહન કરવાનું મનોબળ તેમજ શક્તિ પણ મળે છે.

‘નામજપ’ આ સૌથી સુલભ એવી ઉપાય પદ્ધતિ છે. નામજપને દેશકાળ, શૌચ-અશૌચ, મંત્રજપની જેમ યોગ્ય ઉચ્ચાર જેવા બંધનો નથી. નામજપમાં યોગ-યાગ ઇત્યાદિ સાધનામાં હોય છે તેવી કઠિનતા પણ નથી. ભાવિ આપત્કાળમાં એકાદ વેળાએ ઔષધી વનસ્પતિઓ ઉપલબ્ધ થઈ શકશે નહીં; પણ નામજપના ઉપાય તો ત્રિકાળ ગમે ત્યાં કરી શકાય.

‘વિકાર-નિર્મૂલન માટે નામજપ (ખંડ ૧)’ ગ્રંથમાં નામજપના વિવિધ પ્રકાર (ઉદા. દેવતાની ગુણવિશિષ્ટતાઓ અનુસાર નામજપ, દેહમાં રહેલા ત્રિદોષ અનુસાર નામજપ, ઇંદ્રિયોને થનારા વિકાર દૂર કરવા માટે તે તે ઇંદ્રિયોના દેવતાઓનો નામજપ, જ્યોતિષશાસ્ત્ર અનુસાર નામજપ) અને તેની પાછળનું શાસ્ત્ર વિશદ કર્યું છે. શાસ્ત્ર સમજી લેવાથી નામજપ વિશે શ્રદ્ધા નિર્માણ થવામાં સહાયતા મળે છે. આ વિવિધ પ્રકાર પરથી પ્રત્યેક વિકાર પર ઉપયુક્ત એવા વિવિધ નામજપ પ્રાપ્ત થાય છે.

ગ્રંથના દ્વિતીય ખંડમાં કેટલાક દેવતાઓના નામજપ (ખાસ કરીને પોતાની ઉપાસ્ય દેવતાનો નામજપ) કયા કયા વિકારોમાં ઉપયુક્ત છે, એ એકજ દૃષ્ટિક્ષેપમાં સમજવા માટે સૂચિના રૂપમાં આપ્યા છે. વિકાર-નિર્મૂલન માટે નામજપ પ્રમાણે જ હાથની મુદ્રા અને ન્યાસ પણ કરવાથી ઉપાયોની પરિણામાકારકતા વધે છે. તેથી ગ્રંથમાં તે પણ આપ્યા છે. નામજપ કેટલો કરવો, તે ભાવપૂર્ણ કેવી રીતે કરવો ઇત્યાદિ પ્રાયોગિક સૂચનાઓ પણ ગ્રંથમાં આપી છે.

ગ્રંથના ત્રીજા ખંડમાં ૩૦૦ કરતાં વધારે શારીરિક અને માનસિક વિકારો પર ઉપયુક્ત રહેલા નામજપ વિશદ કર્યા છે. તેમાં મહિલાઓના વિકાર, નાના બાળકોના વિકાર ઇત્યાદિનો પણ સ્વતંત્ર રીતે વિચાર કરવામાં આવ્યો છે. ગ્રંથમાં પ્રમુખતાથી દેવતાઓના નામજપ આપ્યા છે, તેવી જ રીતે આગળના તબક્કાના શબ્દબ્રહ્મ (ગાયત્રી મંત્રમાંના શબ્દોનો નામજપ), અક્ષરબ્રહ્મ (દેવતાનું તત્ત્વ / શક્તિ સંપુટિત થયેલા અક્ષરોનો નામજપ), બીજમંત્ર અને અંકજપ પણ આપ્યા છે. એકાદ વિકાર પર આપેલા વિવિધ જપમાંથી પોતાને માટે અધિક યોગ્ય રહેલા જપની પસંદગી કેવી રીતે કરવી, તે વિશે પણ માર્ગદર્શન કર્યું છે.

‘નામજપના ઉપાય કરીને વધારેમાં વધારે દરદીઓ વહેલામાં વહેલી તકે વિકારમુક્ત બને’, એવી શ્રી ગુરુચરણોમાં અને વિશ્વપાલક શ્રી નારાયણના ચરણોમાં પ્રાર્થના !

 

૧. નામજપ સહિત મુદ્રા કરવાનું મહત્ત્વ

પ્રત્યેક દેવતાની પંચતત્ત્વોમાંથી કોઈપણ તત્ત્વ પર / તત્ત્વો પર અધિકાઈ હોય છે જ. માનવીનો દેહ પણ પંચતત્ત્વોથી જ બનેલો છે. માનવીના દેહમાં એકાદ તત્ત્વનું જો અસંતુલન થાય તો દેહમાં વિકાર નિર્માણ થાય છે. તે અસંતુલન દૂર કરવા માટે, અર્થાત્ તેને કારણે નિર્માણ થયેલા વિકાર દૂર કરવા માટે તે તત્ત્વ સાથે સંબંધિત દેવતાનો નામજપ ઉપયુક્ત પુરવાર થાય છે.

પંચતત્ત્વોનું અસંતુલન દૂર કરવા માટે જેવી રીતે નામજપ ઉપયોગી છે, તેવી જ રીતે મુદ્રા ઉપયોગી છે. મુદ્રાનો જ ન્યાસ કરવાનો હોય છે. નામજપ સહિત મુદ્રા અને / ન્યાસ કરવાથી ઉપાયોનો અધિક લાભ મળે છે.

 

૨. નામજપ કરતી વેળાએ કરવાની
મુદ્રા અને ન્યાસ, તેમજ ન્યાસ કરવા માટે સ્થાન સમજી લેવું

૨ અ. મુદ્રા, ન્યાસ તેમજ ન્યાસ કરવા માટેના સ્થાન વિશેની પ્રાયોગિક જાણકારી

૨ અ ૧. પંચતત્ત્વો અને તેમની સાથે સંબંધિત મુદ્રા અને ન્યાસ

૨ અ ૧ અ.  પંચતત્ત્વો સાથે સંબંધિત હાથની આંગળીઓ

તત્ત્વ હાથની આંગળી
1 પૃથ્વી ટચલી આંગળી
2 આપ (જળ)  અનામિકા
 3  તેજ  વચલી આંગળી
 4  વાયુ  તર્જની
5 આકાશ અંગૂઠો

૨ અ ૧ આ. હાથની મુદ્રાનો સગુણ અને નિર્ગુણ તત્ત્વો સાથે સંબંધ

મુદ્રાનો પ્રકાર સગુણ-નિર્ગુણ સ્તર
1.અંગૂઠાની ટોચ આંગળીની ટોચ સાથે જોડવી સગુણ
2.અંગૂઠાની ટોચ આંગળીના મૂળ સાથે જોડવી સગુણ-નિર્ગુણ
3.આંગળીની ટોચ હથેળી પર લગાડવી નિર્ગુણ-સગુણ
4.તર્જનીની ટોચ અંગૂઠાના મૂળ સાથે જોડવી વધારે નિર્ગુણ-સગુણ
5.આંગળીની ટોચ અથવા હથેળી ન્યાસ કરવાના સ્થાનથી ૧-૨ સેં.મી. દૂર રાખવી ઘણું વધારે નિર્ગુણ-સગુણ

ઉપરોક્ત સારણી દ્વારા મુદ્રા અનુસાર ઉપાય થવાની પરિણામકારકતા વૃદ્ધિંગત થવા માટેના તબક્કાઓ ધ્યાનમાં આવે છે, અર્થાત્ મુદ્રાના પ્રથમ પ્રકાર કરતાં દ્વિતીય મુદ્રા, દ્વિતીય કરતાં ત્રીજી મુદ્રા, આ રીતે ચડતા ક્રમમાં વધારે પરિણામકારી સિદ્ધ થાય છે.

૨ અ ૧ ઇ. ન્યાસ કરવાની પદ્ધતિ

૨ અ ૧ ઇ ૧. મુદ્રાઓનો આગળ જણાવ્યા પ્રમાણે ન્યાસ કરવો !

મુદ્રા ન્યાસ
અંગૂઠાની ટોચ આંગળીની ટોચ સાથે લગાડવી મુદ્રા સમયે જોડવામાં આવેલી આંગળીઓની ટોચથી ન્યાસ કરવો.
અંગૂઠાની ટોચ આંગળીના મૂળ સાથે જોડવી સંબંધિત આંગળીના ટોચથી ન્યાસ કરવો.
આંગળીની ટોચ હથેળી પર લગાડવી હથેળીથી ન્યાસ કરવો
તર્જનીની ટોચ અંગૂઠાના મૂળ સાથે જોડવી અંગૂઠાની ટોચથી ન્યાસ કરવો.

૨ અ ૧ ઇ ૨. શરીરથી ૧ – ૨ સેં.મી. અંતર રાખીને ન્યાસ કરવો

૨ અ ૨. વિકાર અને વિકારો સાથે સંબંધિત કુંડલિનીચક્રો  (ન્યાસ સ્થાનો)
વિકાર સંબંધિત કુંડલિનીચક્ર
1. શારીરિક વિકાર
અ. માથું અને આંખો સાથે સંબંધિત વિકાર આજ્ઞાચક્ર (ભ્રૂમધ્ય, અર્થાત્ બે ભવાંની વચ્ચોવચ)
નાક, મોઢું, કાન અને ગળા સાથે સંબંધિત વિકાર વિશુદ્ધચક્ર (કંઠ, એટલે સ્વરયંત્રનો ભાગ)
ઇ. છાતી સાથે સંબંધિત વિકાર અનાહતચક્ર (છાતીની વચ્ચોવચ)
ઈ. પેટ સાથે સંબંધિત વિકાર મણિપુરચક્ર (નાભિ / દૂંટી)
ઉ. પેઢુ સાથે સંબંધિત વિકાર સ્વાધિષ્ઠાનચક્ર (જનનેંદ્રિયથી ૧ થી ૨ સેં.મી. ઉપર (લિંગમૂળ)
ઊ. હાથ અને માથાથી છાતી સુધીના ભાગના વિકારો (ઉપરોક્ત સૂત્રો  થી  નોંધ કરેલા અવયવોના વિકારો સિવાયના અન્ય વિકાર અનાહતચક્ર
એ. પગ અને છાતી પૂર્ણ થાય, ત્યાંથી નીચે ચાલુ થનારા ભાગના વિકાર (ઉપરોક્ત સૂત્રો  અને  નોંધ કરેલા અવયવોના વિકારો સિવાયના અન્ય વિકાર) મણિપુરચક્ર

 

ઐ. સંપૂર્ણ શરીરના વિકારો (ઉદા. થાક, તાવ, સ્થૂળતા, સંપૂર્ણ શરીરે ત્વચારોગ) ૧. સહસ્રારચક્ર (માથાનો મધ્ય, તાલકું)

૨. અનાહતચક્ર અને મણિપુરચક્ર

2. માનસિક વિકાર ૧. સહસ્રારચક્ર

૨. અનાહતચક્ર

૨ આ. મુદ્રા, ન્યાસ અને ન્યાસ કરવાના  સ્થાન સમજી લઈને ઉપાય કરવા

૧. સૂત્ર ‘૫’ માં મોટાભાગે નામજપની આગળ કૌંસમાં નામજપ સાથે સંબંધિત મહાભૂત (તત્ત્વ) આપવામાં આવ્યું છે, ઉદા. શ્રી વિષ્ણવે નમ: । (આપ).

૨. તે તત્ત્વ સાથે સંબંધિત મુદ્રા માટે ઉપયુક્ત હાથની આંગળી સૂત્ર ‘૨ અ ૧ અ.’ પરથી સમજી લેવી.

૨ અ. જો નામજપ એકજ તત્ત્વ સાથે સંબંધિત હોય (ઉદા. શ્રી વિષ્ણવે નમ: । (આપ) તો સૂત્ર  ‘૨ અ ૧ આ’ પ્રમાણે પહેલી મુદ્રા કરવી. આ મુદ્રા કેટલાક કલાક / દિવસો સુધી કરવા છતાં પણ ખાસ કાંઈ લાભ ન જણાય તો તબક્કાવાર આગળની મુદ્રા તેટલા જ સમયગાળાના અંતરે કરી જોવી. અંતિમ મુદ્રા કરવા છતાં પણ કાંઈ ખાસ લાભ ન જણાતો હોય, તો પણ શ્રદ્ધાથી તે મુદ્રા કરતા રહેવું; કારણકે ઉપાયોનું પરિણામ થવાનો વેગ વ્યક્તિની પ્રકૃતિ અનુસાર, મુદ્રાનું વ્યક્તિ પર થનારું પરિણામ, વિકારની તીવ્રતા ઇત્યાદિ પરિબળો પર આધારિત હોય છે.

૨ આ. જો નામજપ એક કરતાં વધારે તત્ત્વો સાથે સંબંધિત હોય (ઉદા. શ્રી ગણેશાય નમ: । (પૃથ્વી, આપ) તો સૂત્ર ‘૨ અ ૧ આ’ પ્રમાણે પ્રત્યેક તત્ત્વની પ્રથમ મુદ્રા કરી જોવી. બન્નેમાંથી ‘કઈ મુદ્રા કરતી વેળાએ વધુ સારું લાગે છે અથવા વધારે ઉપાય થાય છે’, તે નક્કી કરવું અને તે જ મુદ્રા કરવી. પસંદ કરેલા તત્ત્વની આ પ્રથમ મુદ્રા કેટલાક કલાક / દિવસો સુધી કરવા છતાં પણ ખાસ કાંઈ લાભ ન જણાય તો સૂત્ર ‘૨ અ ૧ આ’ અનુસાર તબક્કાવાર આગળની મુદ્રાઓ કરી જોવી.

૨ ઇ. નામજપ આકાશતત્ત્વ સાથે સંબંધિત હોય તો સૂત્ર ‘૨ અ ૧ આ’ પ્રમાણે સીધી જ ચોથી, અર્થાત્ ‘તર્જનીની ટોચ અંગૂઠાના મૂળ સાથે જોડવી’ આ મુદ્રા કરવી. જો આ મુદ્રાથી લાભ ન થાય તો તેના પછીની મુદ્રા કરવી.

૩. મુદ્રા અનુસાર ન્યાસ કેવી રીતે કરવો, એ સૂત્ર ‘૨ અ ૧ ઇ ૧’ પરથી સમજી લેવું.

૪. નામજપ સાથે સંબંધિત તત્ત્વને બદલે કૌંસમાં ‘*’એવું ચિહ્ન આપ્યું હોય, તો ‘પાંચેય આંગળીઓની ટોચ જોડવી’ આ મુદ્રા કરીને તે આંગળીઓની ટોચથી ન્યાસ કરવો. બે-ત્રણ તત્ત્વોમાંથી એકાદ તત્ત્વ પસંદ કરવાનું અઘરું લાગતું હોય તો પણ આ જ મુદ્રા અને ન્યાસ કરવા.

૫. સૂત્ર ‘૨ અ ૨’ માં આપેલી સારણી પરથી વિકાર પ્રમાણે ન્યાસ કરવા માટેનું સ્થાન સમજી લઈને તે સ્થાન પર ન્યાસ કરતાં કરતાં નામજપ કરવો.

૫ અ. સૂત્ર ‘૫’માં કેટલાક વિકારોમાં ‘વિશેષ ન્યાસ સ્થાન’ પણ આપ્યું છે. આ વિશેષ ન્યાસ સ્થાનો ‘એક વિદ્વાન’ (સનાતનના સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળનું લખાણ ‘એક વિદ્વાન’, ‘ગુરુતત્ત્વ’ ઇત્યાદિ નામોથી પ્રસિદ્ધ છે.) એ વિશદ કર્યા છે. તે તે વિકારમાં સૂત્ર  ‘૨ અ ૨’માં આપેલી સારણીમાંના ન્યાસસ્થાન અને વિશેષ ન્યાસસ્થાન આ બન્નેમાંથી ‘જે ઠેકાણે ન્યાસ કરવાથી વધારે લાભ મળે છે’ એવું જણાય, તે ઠેકાણે ન્યાસ કરતાં કરતાં નામજપ કરવો.

૫ આ. ઇંદ્રિયો અથવા અવયવોના સ્થાન પર જો ત્રાસ જણાતો હોય તો તે સ્થાન પર પણ ન્યાસ કરવો.

બને ત્યાં સુધી ન્યાસ કરવા માટે પ્રાથમિકતા કુંડલિનીચક્રો, ત્યાર પછી શરીરના વિવિધ ભાગો અને પછી નવદ્વાર, એ રીતે કરવું. પરંતુ જો એકાદ ઠેકાણે વધારે ત્રાસ જણાય, ઉદા. શરીરનો એકાદ ભાગ જો દુ:ખતો હોય, તો પ્રાથમિકતાથી ત્યાં ન્યાસ કરવો.

 

૩. નામજપના ઉપાય કરવા વિશે સૂચના

૩ અ. વિકાર-નિર્મૂલન માટેનો નામજપ પ્રતિદિન કેટલા સમય માટે કરવો ?

વિકારની તીવ્રતા પ્રતિદિન નામજપ કરવાનો સમયગાળો (કલાક)
1. ઓછી ૧ થી ૨
2. મધ્યમ ૩ થી ૪
3. તીવ્ર ૫ થી ૬

ઉપરોક્ત સારણીમાં આપેલા ‘નામજપ કરવાનો સર્વસામાન્ય સમયગાળો’ અનુસાર કેટલાક દિવસ નામજપ કરવા છતાં પણ વિકાર ઓછો થતો ન હોય અથવા નિયંત્રણમાં રહેતો ન હોય, તો નામજપનો સમયગાળો વધારવો, ઉદા. પ્રતિદિન ૧ થી ૨ કલાક નામજપ કરનારે પ્રતિદિન ૩ થી ૪ કલાક નામજપ કરવો, પ્રતિદિન ૩ થી ૪ કલાક નામજપ કરનારે પ્રતિદિન ૫ થી ૬ કલાક નામજપ કરવો. વિકાર-નિર્મૂલન માટે આવશ્યક તેટલો નામજપ કરી લીધા પછી સમગ્ર દિવસના વધેલા સમયમાં સાધના માટે ઉપયુક્ત નામજપ કરવો. આ નામજપ વિશેનું વિવેચન સનાતનનો ગ્રંથ ‘કયો નામજપ કરવો ?’માં (મરાઠી ભાષામાં ઉપલબ્ધ) આપ્યું છે.

 

ગ્રંથમાં કહેલી મુદ્રા-ઉપાયપદ્ધતિ
હિંદુ ધર્મમાં આપેલા જ્ઞાન પર આધારિત !

‘માનવીના હાથની પાંચ આંગળીઓ પૃથ્વી, આપ (જળ), તેજ, વાયુ અને આકાશ આ પંચમહાભૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. ‘પ્રત્યેક આંગળી અને તેની સાથે સંબંધિત મહાભૂત’ આ વિશે અમે આપેલી જાણકારી ‘શારદાતિલક’(અધ્યાય ૨૩, શ્લોક ૧૦૬ પરની ટીકા) અને ‘સ્વરવિજ્ઞાન’ ગ્રંથોમાં આપેલી જાણકારી પ્રમાણે જ છે.

મુદ્રા કરીને તેનો શરીરના કુંડલિનીચક્રોના સ્થાન પર અથવા વિવિધ અવયવોના ઠેકાણે  ‘ન્યાસ’ કરવો, આ અમે વિશદ કરેલી ઉપાયપદ્ધતિનો એક ભાગ છે. ‘પ્રાચીન કાળથી મંત્રયોગમાં માતૃકાન્યાસ કરવા માટે કહ્યું છે. તેમાં પણ પાંચ આંગળીઓ અને હથેળી વડે શરીરના વિવિધ અવયવોના ઠેકાણે ન્યાસ કરવા માટે કહ્યું છે.’ (સંદર્ભગ્રંથ : ભારતીય સંસ્કૃતિકોશ, ખંડ ૪ અને ૭)

અધ્યાત્મ કૃતિનું શાસ્ત્ર છે. તેમાં પ્રાયોગિક ભાગ અને સૃજનશીલતા છે. હિંદુ ધર્મમાં રહેલા જ્ઞાનનો ઉપયોગ કરતી વેળાએ જ અમે જિજ્ઞાસુ વૃત્તિથી અભ્યાસ કર્યો. વિવિધ મુદ્રાઓ, ન્યાસ અને નામજપના સંદર્ભમાં અમે પોતે પ્રયોગ કર્યા અને અનુભવ્યું. અનેક સાધકોએ પણ આ ઉપાયપદ્ધતિથી પ્રયોગ કર્યા. આ ઉપાયપદ્ધતિનો લાભ ધ્યાનમાં લઈને હવે ગ્રંથોના માધ્યમ દ્વારા સર્વ સમક્ષ સદર ઉપાયપદ્ધતિ પ્રસ્તુત કરી છે.

– ડૉ. આઠવલે (૨૮.૧૦.૨૦૧૫)
(વિગતવાર વિવેચન માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘વિકાર-નિર્મૂલન માટે નામજપ (ખંડ ૧, ૨, ૩)’
નોંધ : વાચકોએ સદર લેખ સંદર્ભ માટે સંગ્રહિત રાખવો.