કુલુ ખીણમાં અધિષ્‍ઠાત્રી દેવતા ‘બિજલી મહાદેવ’ અને ‘બેખલીમાતા’ (ભુવનેશ્‍વરીદેવી)નું છે ચૈતન્‍યમય સ્‍થાન !

Article also available in :

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે ખેડેલો દેવભૂમિ હિમાચલ પ્રદેશના દૈવી પ્રવાસનો વૃત્તાંત

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

સનાતનનાં શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે સપ્‍તર્ષિ જીવનાડીપટ્ટીમાં કહેવા પ્રમાણે ૧૯ જૂન ૨૦૨૧ના દિવસે દેવભૂમિ હિમાચલ પ્રદેશના પ્રવાસનો આરંભ કર્યો. સપ્‍તર્ષિના કહેવા પ્રમાણે આ પ્રવાસમાં શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે હિમાચલ પ્રદેશ રાજ્‍યમાંના કુલુ જિલ્‍લાનાં વિવિધ દૈવી સ્‍થાનોનાં દર્શન લીધાં તેમજ ‘હિંદુ રાષ્‍ટ્રની સથાપના વહેલામાં વહેલી તકે થાય અને આપત્‍કાળમાં સાધકોનું રક્ષણ થાય’, તે માટે પ્રાર્થના કરી. આવા આ દૈવી ક્ષેત્રમાં કુલુ ખીણના ‘બિજલી મહાદેવ’ અને ‘બેખલી માતા’ આ બન્‍ને સ્‍થાનો વિશિષ્‍ટતાપૂર્ણ છે. આ બન્‍ને સ્‍થાનો વિશેનો આ વૃત્તાંત..

શ્રી. વિનાયક શાનભાગ

 

૧. કુલુ ખીણનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ

દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં કુલુ નામનું નગર છે. આ નગરની ચારે દિશાઓમાં અનેક દૈવી સ્‍થાનો છે. કુલુ એટલે પૂર્વના કાળમાંનું ‘કુલાંતપીઠ’ ! જ્‍યાં માનવીનું કુળ સમાપ્‍ત થાય છે અને દેવકુળ અર્થાત્ દેવોનું નિવાસસ્‍થાન છે તે, અર્થાત્ ‘કુલાંતપીઠ’ ! આવા કુલુ પ્રદેશમાં કુલુની ખીણ છે. આ ખીણની ડાબી બાજુ અને જમણી બાજુ મોટા ડુંગર છે. જમણી બાજુ રહેલા પર્વત પર ભગવાન શિવ ‘બિજલી મહાદેવ’ નામથી, જ્‍યારે ડાબી બાજુએ રહેલા પર્વત પર દેવી પાર્વતી ‘બેખલીમાતા’ નામથી બિરાજમાન થયાં છે. ‘બિજલી મહાદેવ’ અને ‘બેખલીમાતા’ આ બન્‍ને દેવતાઓ કુલુ ખીણનાં અધિષ્‍ઠાત્રી દેવતા છે.

 

૨. શિવના ક્રોધાગ્નિમાંથી નિર્માણ થયેલા ‘જાલંધર’ની કથા અને ‘બિજલી મહાદેવ’ અને ‘બેખલીમાતા’નું સ્‍થાનમહાત્‍મ્‍ય

જાલંધર અસુરને દેવી પાર્વતી ભુવનેશ્‍વરીનું રૂપ બતાવીને અંતર્ધાન પામે છે, તે ગુફાના સાંકડા પ્રવેશદ્વાર પાસે ઊભા રહેલા શ્રી. વિનાયક શાનભાગ !

એકવાર ઇંદ્રને તેના અહંકારની શિક્ષા કરવા માટે ભાગવાન શિવ ત્રીજું નેત્ર ખોલે છે; પણ ઇંદ્ર તરત જ ભગવાન શિવની શરણે જઈને ક્ષમાયાચના કરે છે. ભગવાન શિવે ત્રીજું નેત્ર ઉઘાડેલું હોવાથી તેમાંથી બહાર પડેલા ક્રોધાગ્નિને શિવ સમુદ્ર પાસે મોકલી આપે છે. તેથી ઇંદ્રદેવ બચી જાય છે. સમુદ્રમાં ગયેલા શિવના ક્રોધાગ્નિને કારણે શિવસ્‍વરૂપ જાલંધર નામક અસુર નિર્માણ થાય છે. તે શિવ જેવો તેજસ્‍વી અને મહાશક્તિવંત હોય છે અને તે અસુરોનો રાજા થાય છે. જાલંધરનાં પત્ની વૃંદા કાલનેમીનાં પુત્રી અને પતિવ્રતા હોય છે. જાલંધરનો અહંકાર વધીને તે દેવલોક પર જ આક્રમણ કરે છે અને સર્વ દેવોને પરાજિત કરે છે.

 

૩. બેખલીમાતાનું સ્‍થાનમહાત્‍મ્‍ય

જાલંધર અસુરને દેવી પાર્વતીએ ‘ભુવનેશ્‍વરી’નું રૂપ બતાવીને ભગાડી મૂક્યો તે બેખલીમાતાનું (ભુવનેશ્‍વરીદેવી)નું સ્‍થાન અને વર્તુળમાં બેખલીમાતાની મૂર્તિ બતાવી છે.

જાલંધર ત્રણેય લોકનો રાજા થયા પછી શિવ પાસે જાય છે અને કહે છે, તું તો સંન્‍યાસી છે. તારે અલૌકિક એવું સૌંદર્ય ધરાવતાં પાર્વતીદેવી પત્ની તરીકે શા માટે જોઈએ છે ? હું ત્રણેય લોકનો રાજા છું અને પાર્વતી મારી રાણી હોવી જોઈએ. ત્‍યાર પછી જાલંધર પાર્વતીદેવી પાસે જાય છે અને તેમને લઈ જવાનો પ્રયત્ન કરે છે. ત્‍યારે દેવી પાર્વતી ‘ભુવનેશ્‍વરી’નું રૂપ ધારણ કરે છે અને તે રૂપ જોઈને જાલંધર ગભરાઈ જાય છે અને ત્‍યાંથી ભાગી જાય છે. પાર્વતીદેવીએ જ્‍યાં જાલંધરને તેમનું ભુવનેશ્‍વરી રૂપ બતાવ્‍યું, તે સ્‍થાન એટલે ‘બેખલીમાતા’ છે ! આ ઠેકાણે આજે પણ પાર્વતીમાતાનાં ‘ભુવનેશ્‍વરી’ રૂપની પૂજા કરવામાં આવે છે. સ્‍થાનિક લોકો તેમને ‘બેખલીમાતા’ નામથી સંબોધે છે.

 

૪. બિજલી મહાદેવનું સ્‍થાનમહાત્‍મ્‍ય

પ્રત્‍યેક ૧૨ વર્ષે વીજળી પડનારો મંદિર પાસેનો દેવદાર લાકડાનો ૭૦ ફૂટ ઊંચો થાંભલો અને વીજળી પડીને ટુકડા થનારું અને તેમને એકત્ર કરીને પુનર્સ્‍થાપિત કરવામાં આવનારું શિવલિંગ (વર્તુળમાં બતાવેલું)

જાલંધરના પાપોનો ઘડો ભરઈ ગયા પછી તેનો અંત્‍યસમય નજીક આવે છે. શિવ જાલંધર સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમાં શિવ ત્રિશૂળ અને સુદર્શનચક્રથી જાલંધરનો વધ કરે છે. વધ થયા પછી તે શિવજીના ત્રીજા નેત્ર સાથે એકરૂપ થાય છે. જ્‍યાં શિવ અને જાલંધરનું યુદ્ધ થયું તે સ્‍થાન એટલે ‘બિજલી મહાદેવ’નો પર્વત છે ! અહીં શિવના પ્રતીક તરીકે એક શિવલિંગ છે. મંદિર સામે ૭૦ ફૂટ ઊંચો દેવદાર લાકડાનો થાંભલો છે. એવું કહેવાય છે કે, પ્રત્‍યેક ૧૨ વર્ષે આ થાંભલા પર વિજળી પડે છે અને પછી તે મંદિરમાં પ્રવેશ કરીને શિવલિંગને અથડાય છે. તેથી શિવલિંગના અનેક ટુકડા થઈને તે વિખેરાઈ જાય છે. જે રાત્રે આ બને છે, તે રાત્રે મંદિરના પૂજારીને સ્‍વપ્નમાં શિવલિંગના ટુકડા ક્યાં ક્યાં પડ્યા છે, તેનાં દર્શન થાય છે. બીજા દિવસે સવારે પૂજારી ત્‍યાં જાય છે અને શિવલિંગના ટુકડા ભેગા કરીને માખણથી તે શિવલિંગ પુનર્સ્‍થાપિત કરે છે. આ શિવલિંગ પર વિજળી પડે છે; તેથી આ શિવને ‘બિજલી મહાદેવ’ (હિંદીમાં બિજલી એટલે વિજળી) આ નામ પડ્યું.

 – શ્રી. વિનાયક શાનભાગ

 

૫. ક્ષણચિત્રો

૧. બિજલી મહાદેવ જવા માટે કુલુ શહેરથી પર્વત પર ૨૨ કિ.મી. ગાડીથી જવું પડે છે અને અંતમાં દોઢ કિ.મી. પર્વત પર પગપાળાં ચઢવું પડે છે. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ સાથે પ્રવાસ કરનારા સાધકોને એવી અનુભૂતિ થઈ કે, આ ચઢાવ અત્‍યંત આનંદદાયી છે અને તે સુખરૂપ રીતે ચડી શક્યા.

૨. બેખલીમાતાના મંદિરમાં દશમહાવિદ્યા, દશાવતાર અને રામાયણ-મહાભારતના પ્રસંગો વિશેના સુંદર ચિત્રો દોરેલાં છે. દેવીના મંદિર પાસે દેવી જ્‍યાં અંતર્ધાન પામ્‍યાં, તે ગુફા છે.

૩. ‘બેખલીમાતા’ કુલુ શહેરનાં સ્‍થાનદેવતા પણ છે. કુલુમાં થનારો ‘કુલુ દશેરા’ સંપૂર્ણ હિમાચલમાં પ્રદેશમાં પ્રસિદ્ધ છે. ‘બેખલીમાતા’ની આજ્ઞા લઈને જ કુલુ દશેરાનો આરંભ થાય છે.

– શ્રી. વિનાયક શાનભાગ, હિમાચલ પ્રદેશ

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે ખેડેલા દૈવી પ્રવાસને કારણે આપણને ઇતિહાસમાં છુપાયેલી દૈવી સ્‍મૃતિઓનાં દર્શન થઈ રહ્યાં છે ! આ માટે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનાં ચરણોમાં કોટીશઃ કૃતજ્ઞતા !

Leave a Comment