ઉનાળાના દિવસોમાં આરોગ્‍યની કાળજી કેવી રીતે લેશો ?

Article also available in :

વૈદ્ય મેઘરાજ પરાડકર

૧. સવારે દાંત ઘસ્‍યા પછી ગાયના ઘીના અથવા નારિયેળના તેલના ૨-૨ ટીપાં નાકમાં નાખવા. આને નસ્‍ય કહે છે. તેને કારણે માથું અને આંખોની ઉષ્‍ણતાનું શમન થાય છે.

૨. ચટકેદાર, કોરા, વાસી, ખારાં, વધારે તીખાં, મસાલેદાર અને તળેલા પદાર્થો, તેમજ આમચૂર, અથાણા, આમલી ઇત્‍યાદિ ખાટાં, કડવા અને તૂરાં રસના પદાર્થો ખાવાનું ટાળવું.

૩. ઠંડાંપીણાં (કોલ્‍ડડ્રિંક્સ), આઈસ્‍ક્રીમ, ટકવા માટેના રસાયણો વાપરેલા ફળોના ડબાબંધ રસનું સેવન કરશો નહીં. આ પદાર્થો પચનશક્તિ બગાડે છે. તેના અતિસેવનથી રક્તધાતુ દૂષિત થઈને ત્‍વચારોગ થાય છે.

૪. કેરી (કાચી) બાફીને બનાવેલું મીઠું શરબત, પાણીમાં લિંબુનો રસ અને ખાંડ ભેળવીને બનાવેલું શરબત, જીરાનું શરબત, નારિયેળ પાણી, ફળોનો તાજો રસ, દૂધ નાખીને બનાવેલી ચોખાની ખીર, ગુલકંદ ઇત્‍યાદિ ઠંડા અને દ્રવ પદાર્થોમાંથી જે સંભવ અને ઉપલબ્‍ધ હોય તેનો આહારમાં સમાવેશ કરવો. તેને કારણે સૂર્યની પ્રખર ઉષ્‍ણતા સામે શરીરનું રક્ષણ થવામાં સહાયતા થાય છે.

૫. આ દિવસોમાં તરસ ઘણી લાગતી હોવાથી તરસ સંતોષાય તેટલું પાણી પીવું.

૬. આ દિવસોમાં ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ વાળની સ્‍વચ્‍છતા રાખવી. પ્‍લાસ્‍ટિકના ચંપલ પહેરવા નહીં.

૭. કડક તડકામાં જવાનું થાય, તો પાણી પીને જ જવું. માથું અને આંખોનું તડકાથી રક્ષણ થાય તે માટે ટોપી અને ગૉગલનો ઉપયોગ કરવો.

૮. ઉષ્‍ણ વાતાવરણમાંથી ઠંડાં વાતાવરણમાં આવ્‍યા પછી તરત જ પાણી પીવું નહીં. ૧૦-૧૫ મિનિટ પછી જ પીવું.

૯. આ દિવસોમાં શીતકબાટ (ફ્રીજ) કે કૂલરમાંનું ઠંડું પાણી પીવાથી ગળું, દાંત અને આંતરડા પર દુષ્‍પરિણામ થાય છે; તેથી સાદું અથવા માટલાનું પાણી પીવું.

૧૦. ખસના મૂળિયાની બે જૂડી સાથે રાખવી. એક જૂડી પીવાના પાણીમાં નાખવી અને બીજી તડકે સૂકવવી. બીજા દિવસે તડકે સૂકવેલી જૂડી પીવાના પાણીમાં અને પાણીમાંની જૂડી તડકે મૂકવી. આ પ્રમાણે પ્રતિદિન કરવું. આ ખસનું પાણી ઉષ્‍ણતાના વિકાર દૂર કરનારું છે.

૧૧. વધારે પડતો વ્‍યાયામ, અધિક પરિશ્રમ, અધિક ઉપવાસ, તડકામાં ફરવું અને તરસ-ભૂખ રોકી રાખવી ઇત્યાદિ ટાળવું.

૧૨. પગમાં ચીરા પડવા અને ઉષ્‍ણતાનો ત્રાસ થતો હોય તો હાથ-પગમાં મેંદી લગાડવી.

૧૩. મૈથુન કરવાનું ટાળવું. કરવાનું થાય, તો ૧૫ દિવસોમાં એકવાર કરવું.

૧૪. રાત્રે મોડેસુધી જાગવું અને સવારે સૂર્યોદય પછી પણ સૂઈ રહેવાનું ટાળવું.

– વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૮.૪.૨૦૧૪)

 

ઉનાળામાં ઉદ્દભવનારી આરોગ્‍ય
વિશેની સમસ્‍યાઓ અને તેના પરના ઉપાય

૧. નબળાઈ

અ. સાતુના (જવના) લોટમાં ઘી અને ગાંગડા ખાંડ અથવા કેરીના રસમાં ઘી અને એલચીની ભૂકી નાખીને પીવાથી નબળાઈ દૂર થાય છે.

આ. રાત્રે દૂધમાં ઘી ભેળવીને પીવું પણ લાભદાયી છે.

ઇ. વારે ઘડીએ થાક લાગતો હોય, તો દૂધ-ભાત જમવા.

૨. વધારે તરસ લાગવી અને અસ્‍વસ્‍થતા

અ. ધાણા, વરિયાળી અને ગાંગડા સાકરની સમભાગ ભૂકી કરી રાખવી. તેમાંનું ૧ ચમચી મિશ્રણ ૧ પવાલા પાણીમાં કલાક સુધી પલાળી રાખવું અને ત્યાર પછી હલાવીને પી જવું. તેનાથી ઉષ્‍ણતાના વિકારોમાં પણ લાભ થાય છે.

આ. નારિયેળ પાણી, શરબત, શેરડીનો રસ, પનું (કેરી ઇત્યાદિનું કરાતું ખટમધુરું પીણું), બીલીના ફળનું શરબત ઇત્‍યાદિથી તરત જ લાભ થાય છે. તેને કારણે તડકાને લીધે થનારો દાહ (બળતરા) શાંત થાય છે. કૃત્રિમ ઠંડાંપીણાં પીવાથી ક્ષણિક સુખ મળે છે, પણ તેને કારણે શરીરમાંની ઉષ્‍ણતા વધે છે અને અન્‍ય અનેક ગંભીર દુષ્‍પરિણામ થાય છે.

૩. અતિસાર (ઝાડા થવા)

દહીંની ઉપરનું નીતરેલું પાણી ૨ ચમચી પીવાથી તરત જ આરામ મળે છે.

૪. તડકાની લૂ લાગવી

અ. શરીરે ડુંગળીનો રસ ચોપડવો.

આ. પનું (કેરી ઇત્યાદિનું કરાતું ખટમધુરું પીણું) પીવું.

૫. ચક્કર આવવા

માથા પર અને મોઢા પર તરત જ ઠંડું પાણી છાંટવું, તેમજ ઠંડા અને દ્રવ પદાર્થો પીવા આપવા.

૬. ઉકળાટ થવો

અ. એક કપ દૂધમાં ૧ ચમચી ગુલકંદ નાખીને તે પીવું.

આ. આમળાનો મુરબ્‍બો, સાતુ (જવનો લોટ), માખણ-ગાંગડા સાકર, ખાંડ નાખીને કોળાનો રસ, આ પદાર્થો લાભદાયી છે.

૭. પેશાબ કરતી સમયે બળતરા થવી

અ. ઉષ્‍ણતાને કારણે પેશાબ કરતી સમયે બળતરા થતી હોય, તો કાપેલી કાકડી પર ગાંગડા સાકરની ભૂકી ભભરાવીને તેના પર લિંબુ નીચોવીને તે ખાવી.

આ. ૧ પવાલું કાકડીના રસમાં પા લિંબુ નીચોવીને તેમાં  અડધી ચમચી જીરાની ભૂકી નાખીને પીવું.

 

ઉનાળામાં શું કરવું અને શું ન કરવું ?

ઉનાળાના આહારમાં મીઠા, પચવામાં હલકા, સ્‍નિગ્‍ધ, શીત અને દ્રવ પદાર્થો લેવા. શક્કરટેટી, તરબૂચ, મોસંબી, સંતરા, કેળાં, મીઠાં આંબા, મીઠી દ્રાક્ષ, બીલીના ફળો, શેરડી, તાજા નારિયેળ અથવા ત્રોફા, લિંબુ જેવા ફળો ખાવા. પંડોળું, કોળું, ફુદીનો, કોથમીર આહારમાં લેવા. ગાયનું દૂધ અને ઘી લેવા. શરબત, બાફેલી પનું (કેરી ઇત્યાદિનું કરાતું ખટમધુરું પીણું), સાતુ  (જવનો લોટ) ઇત્‍યાદિનું સેવન હિતકારી છે. ભર તડકામાં ફરવું, રાત્રે મોડેથી અને વધારે ભોજન કરવું ટાળવું.

(સંદર્ભ : માસિક ઋષિ પ્રસાદ, એપ્રિલ ૨૦૧૫)

Leave a Comment