વ્‍યક્તિના મૃત્‍યુ સમયે માંડેલી કુંડળી પરથી તેને ‘મૃત્‍યુ પછી કેવી ગતિ મળશે ?’, તે જ્ઞાત થવું

Article also available in :

અનુક્રમણિકા

‘જીવના જન્‍મ અને મૃત્‍યુ પ્રારબ્‍ધ અનુસાર થાય છે. જન્‍મકુંડળી પરથી જીવને આ જન્‍મમાં ભોગવવાના પ્રારબ્‍ધની તીવ્રતા અને પ્રારબ્‍ધના સ્‍વરૂપનો બોધ થાય છે. જીવના મૃત્‍યુ સમયે માંડેલી કુંડળી પરથી ‘જીવને મૃત્‍યુ પછી કેવી ગતિ મળશે ?’, એ જાણી શકાય છે. તેને ‘મૃત્‍યુકુંડળી’ કહી શકાય. મૃત્‍યુકુંડળી પરથી વ્‍યક્તિએ આયુષ્‍યમાં કરેલા સારાં-નરસાં કર્મોની પણ જાણ થાય છે.

 

૧. મૃત્‍યુકુંડળીમાં ભૌતિક, માનસિક અથવા
આધ્‍યાત્‍મિક સ્‍વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય તો થનારાં પરિણામ

૧ અ. ભૌતિક

મૃત્‍યુકુંડળીમાં ભૌતિક સ્‍વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય, તો જીવને મૃત્‍યુ પછી સારી ગતિ મળતી નથી. તેને કારણે તેને પુનર્જન્‍મ લેવો પડે છે. આવા જીવે આયુષ્‍યમાં કેવળ ભૌતિક સુખ, ધન, માન, પ્રતિષ્‍ઠા ઇત્‍યાદિ મેળવવા માટે પ્રયત્ન કરેલા હોય છે. તેને કારણે સ્‍વાર્થ, વાસના, ષડ્‌રિપુ અને માયાના આકર્ષણનું પ્રમાણ ઘણું વધારે હોય છે.

૧ આ. માનસિક

મૃત્‍યુકુંડળીમાં માનસિક સ્‍વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય તો જીવને મધ્‍યમ ગતિ મળે છે અને પુનર્જન્‍મની શક્યતા ૫૦ ટકા હોય છે. આવા જીવે આયુષ્‍યમાં વિદ્યાદાન, સંશોધન, સમાજસેવા અથવા પરોપકાર ઇત્‍યાદિ કર્યા હોય છે; પણ તેની ઇચ્‍છા, વાસના ઇત્‍યાદિનો લોપ થયો હોતો નથી.

૧ ઇ. આધ્‍યાત્‍મિક

મૃત્‍યુકુંડળીમાં આધ્‍યાત્‍મિક સ્‍વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય, તો જીવને સારી ગતિ મળે છે અને પુનર્જન્‍મની શક્યતા ઘણી ઓછી હોય છે. આવા જીવે આયુષ્‍યમાં ગુરુના માર્ગદર્શન હેઠળ સાધના કરેલી હોય છે. તેનું ઘણુંકરીને સર્વ પ્રારબ્‍ધ ભોગવીને પૂરું થયું હોય છે, તેમજ સાધનાને કારણે તેનો મનોલય થયો હોય છે.

શ્રી. રાજ કર્વે

 

૨. ગ્રહ, રાશિ, નક્ષત્રો અને કુંડળીમાંનાં
સ્‍થાનોનું ભૌતિક, માનસિક અને આધ્‍યાત્‍મિક અનુસાર વર્ગીકરણ

જ્‍યોતિષશાસ્‍ત્રમાં ગ્રહ, રાશિ, નક્ષત્રો અને કુંડળીમાંનાં સ્‍થાનો ફળાદેશ કરવા માટેના પ્રમુખ ઘટક હોય છે. આ ઘટકોનું ભૌતિક, માનસિક અને આધ્‍યાત્‍મિક પ્રમાણે વર્ગીકરણ આગળની સારણીમાં આપ્‍યું છે, ઉદા. શુક્ર, મંગળ અને રાહુ ભૌતિક સ્‍વરૂપના ગ્રહો છે; અર્થાત તેઓ ધન, આસક્તિ, ભોગ, વાસના ઇત્‍યાદિના કારક છે.

 

ગ્રહ રાશિ નક્ષત્રો કુંડળીમાંનાં સ્‍થાનો
ભૌતિક શુક્ર, મંગળ, રાહુ મેષ, કર્ક, તુલા અને મકર રાક્ષસગણી નક્ષત્રો (નોંધ ૧) ૧, ૪, ૭, ૧૦
માનસિક રવિ, ચંદ્ર, બુધ વૃષભ, સિંહ, વૃશ્‍ચિક અને કુંભ મનુષ્‍યગણી નક્ષત્રો (નોંધ ૨) ૨, ૫, ૮, ૧૧
આધ્‍યાત્‍મિક ગુરુ, શનિ, કેતુ મિથુન, કન્‍યા, ધનુ અને મીન દેવગણી નક્ષત્રો (નોંધ ૩) ૩, ૬, ૯, ૧૨

નોંધ ૧ – રાક્ષસગણી નક્ષત્રો : કૃત્તિકા, આશ્‍લેષા, મઘા, ચિત્રા, વિશાખા, જ્‍યેષ્‍ઠા, મૂળ, ધનિષ્‍ઠા અને શતતારકા આ ૯ નક્ષત્રો રાક્ષસગણી છે. તેમાં તમોગુણ વધારે હોય છે.

નોંધ ૨ – મનુષ્‍યગણી નક્ષત્રો : ભરણી, રોહિણી, આર્દ્રા, પૂર્વાફાલ્‍ગુની, ઉત્તરાફાલ્‍ગુની, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, પૂર્વાભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદા આ ૯ નક્ષત્રો મનુષ્‍યગણી છે. તેમાં રજોગુણ વધારે હોય છે.

નોંધ ૩ – દેવગણી નક્ષત્રો : અશ્‍વિની, મૃગ, પુનર્વસુ, પુષ્‍ય, હસ્‍ત, સ્‍વાતી, અનુરાધા, શ્રવણ અને રેવતી આ ૯ નક્ષત્રો દેવગણી છે. તેમાં સત્વગુણ વધારે હોય છે.

 

૩. ‘જીવને મૃત્‍યુ પછી કેવી ગતિ મળશે ?’,
આ વિશે જાણ કરનારા કેટલાક જ્‍યોતિષશાસ્‍ત્રીય નિકષ

૩ અ. કુંડળીમાંનું સ્‍થાન

કુંડળીમાંનું સ્‍થાન અર્થાત્ આકાશનો બારમો ભાગ. કુંડળીમાંના પ્રત્‍યેક સ્‍થાન પરથી જીવનમાંની જુદી જુદી બાબતો જોવામાં આવે છે.

૩ અ ૧. પ્રથમ સ્‍થાન : પ્રથમ સ્‍થાન એટલે પૂર્વક્ષિતિજ પર દૃષ્‍ટિગોચર આકાશનો ભાગ. આ કુંડળીમાંનું મહત્વનું સ્‍થાન છે. મૃત્‍યુસમયે ત્‍યાં જે ગ્રહ હોય, તે મૃત્‍યુ પછી પ્રવાસ વિશે બરાબર બોધ કરે છે. આ સ્‍થાનમાં આધ્‍યાત્‍મિક સ્‍વરૂપના ગ્રહો હોય, તો સારી, માનસિક સ્‍વરૂપના ગ્રહો હોય, તો મધ્‍યમ અને ભૌતિક સ્‍વરૂપના ગ્રહો હોય, તો અલ્‍પ ગતિ મળે છે.

૩ અ ૨. દશમ સ્‍થાન : પ્રથમ સ્‍થાન પ્રમાણે ‘દશમ’ સ્‍થાન પણ મહત્વનું છે. દશમ સ્‍થાન એટલે બરાબર માથા પર રહેલો આકાશનો ભાગ. આ ઠેકાણે રહેલો ગ્રહ જીવના કર્મબંધનો વિશે સૂચિત કરે છે. આ સ્‍થાનમાં ગુરુ, શનિ અથવા કેતુ આ ગ્રહો જો શુભ સ્‍થિતિમાં હોય તો વ્‍યક્તિએ જીવનમાં સારી સાધના કરવાથી તેને કર્મબંધન રહેતું નથી.

૩ અ ૩. પંચમ અને નવમ સ્‍થાનો : કુંડળીમાંના પંચમ અને નવમ સ્‍થાનો ક્રમવાર ઉપાસના અને સાધના સાથે સંબંધિત સ્થાનો છે. મૃત્‍યુકુંડળીમાં આ સ્‍થાનોમાં રવિ, ચંદ્ર, ગુરુ ઇત્‍યાદિ સત્વગુણી ગ્રહો શુભ સ્‍થિતિમાં હોય, તો જીવની ઉપાસના અને પૂર્વપુણ્‍યાઈ સારી હોવાથી તેને સારી ગતિ મળે છે.

૩ અ ૪. ચતુર્થ, સપ્‍તમ અને એકાદશ સ્‍થાનો : કુંડળીમાંના ચતુર્થ, સપ્‍તમ અને એકાદશ આ સ્‍થાનો ક્રમવાર સુખ, ભોગ અને અર્થલાભના કારક છે. મૃત્‍યુકુંડળીમાંના આ સ્‍થાનોમાં શુક્ર, મંગળ, રાહુ ઇત્‍યાદિ ભૌતિક સ્‍વરૂપના ગ્રહો ભૌતિક સ્‍વરૂપની રાશિઓમાં હોય, તો જીવની ઇચ્‍છાઓ અધૂરી રહેલી હોય છે. તેને કારણે તેનો લિંગદેહ ભુવલોકમાં અટવાય છે.

૩ આ. ભાવેશ

કુંડળીમાંના સ્‍થાનના સ્‍વામી રહેલા ગ્રહને ‘ભાવેશ’ કહે છે. ભાવેશ ‘સંબંધિત સ્‍થાનનું ફળ અનુકૂળ મળશે કે પ્રતિકૂળ ?’, એ દર્શાવે છે.

૩ આ ૧. પ્રથમ સ્‍થાનનો સ્‍વામી (લગ્‍નેશ) આધ્‍યાત્‍મિક ગ્રહ છે અને તે પંચમ અથવા નવમ ધર્મસ્‍થાનોમાં શુભ સ્‍થિતિમાં હોય તો વ્યક્તિનું આચરણ સારું હોવાને લીધે તેને સારી ગતિ મળે છે.

૩ આ ૨. પ્રથમ સ્‍થાનનો સ્‍વામી (લગ્‍નેશ) આધ્‍યાત્‍મિક ગ્રહ છે અને તે અષ્‍ટમ અથવા દ્વાદશ મોક્ષસ્‍થાનોમાં શુભ સ્‍થિતિમાં હોવાથી વ્‍યક્તિની સાધના સારી હોવાથી તેને ઉત્તમ લોકમાં સ્‍થાન મળે છે.

૩ આ ૩. પ્રથમ સ્‍થાનનો સ્‍વામી (લગ્‍નેશ) ભૌતિક ગ્રહ છે અને તે દ્વિતીય, સપ્‍તમ અથવા એકાદશ આ માયા સાથે સંબંધિત સ્‍થાનોમાં હોય, તો વ્‍યક્તિનું પ્રારબ્‍ધ શેષ હોવાથી તેને ફરીવાર જન્‍મ લેવો પડે છે.

૩ આ ૪. પ્રથમ સ્‍થાનના સ્‍વામી પ્રમાણે જ દશમ સ્‍થાનના સ્‍વામીનો પણ આ રીતે જ વિચાર કરાય છે.

૩ ઇ. નક્ષત્રો

૩ ઇ ૧. મૃત્‍યુકુંડળીમાં વધારેમાં વધારે ગ્રહો ‘દેવગણી’ (સત્વગુણી) નક્ષત્રોમાં હોય છે અને તે ગ્રહોમાં જો શુભયોગ હોય, તો વ્‍યક્તિએ જીવનમાં સત્‍કર્મો કર્યા હોવાથી તેને ઊર્ધ્‍વગતિ પ્રાપ્‍ત થાય છે.

૩ ઇ ૨. મૃત્‍યુકુંડળીમાં વધારેમાં વધારે ગ્રહો ‘રાક્ષસગણી’ (તમોગુણી) નક્ષત્રોમાં હોય છે અને તે ગ્રહોમાં અશુભયોગ હોય, તો વ્‍યક્તિએ જીવનમાં પુષ્‍કળ પાપકર્મો કર્યાં હોવાથી તેને અધોગતિ પ્રાપ્‍ત થાય છે.

 

૪. મૃત્‍યુકુંડળીમાં જેટલા ઉચ્‍ચ પ્રતિના શુભયોગ
હોય, તેટલા ઉચ્‍ચ લોકમાં (સપ્‍તલોકમાં) જીવને સ્‍થાન મળે છે.

 

૫. મૃત્‍યુકુંડળીમાં જેટલા તીવ્ર અશુભયોગ
હોય, તેટલા નીચ લોકમાં (સપ્‍તપાતાળમાં) જીવને સ્‍થાન મળે છે.

ઉપર જણાવેલા નિકષ જ્‍યોતિષશાસ્‍ત્રમાંના મૂળભૂત ઘટકોના ગુણધર્મ ધ્‍યાનમાં લઈને તર્કના આધાર પર નોંધ્‍યા છે. પ્રત્‍યક્ષ કુંડળીઓનો અભ્‍યાસ કરતી વેળાએ વધારે સમર્પક નિકષો ધ્‍યાનમાં આવી શકે છે.

 

૬. ‘મૃત્‍યુકુંડળી પરથી આગળના જન્‍મ વિશે કાંઈ સમજાય ખરું ?’

આ સંશોધનનો વિષય છે અને અભ્‍યાસ કરીને, તેમજ અનુભવી જ્‍યોતિષોનું માર્ગદર્શન લઈને આ વિશે સંશોધન કરી શકાય છે.

 

૭. જીવિત લોકોની મૃત્‍યુકુંડળી માંડી શકાય નહીં

જ્‍યોતિષશાસ્‍ત્ર દ્વારા ‘વ્‍યક્તિનું મૃત્‍યુ કયા સમયે સંભવિત છે ?’, આ બાબત સમજાઈ શકે છે; પરંતુ મૃત્‍યુનો બરાબર દિવસ અને સમય કહેવો ઘણું કઠિન હોય છે. ‘એકાદ ઘટના બનવા માટે પૂરક કાળ કયો છે ?’, આ વાત જ્‍યોતિષી કહી શકે છે; પણ ‘તે બનાવ બરાબર ક્યારે બનશે ?’, આ કેવળ બુદ્ધિથી કુંડળીનો અભ્‍યાસ કરીને કહી શકાય નહીં. કેવળ સર્વજ્ઞાની સંતો અથવા સંત-જ્‍યોતિષો જ આ વાત કહી શકે છે.

– શ્રી. રાજ કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા. (૨૭.૮.૨૦૨૧)

 

૮. સનાતનનાં સંત પૂ. (કૈ.)
શ્રીમતી શાલિની માઈણકરદાદીના દેહત્‍યાગ
સમયે માંડેલી કુંડળીનું (મૃત્‍યુકુંડળીનું) જ્‍યોતિષશાસ્‍ત્રીય વિશ્‍લેષણ

સનાતનનાં ૮૬મા સંત પૂ. (કૈ.) શ્રીમતી શાલિની માઈણકરદાદીએ ૧૧.૫.૨૦૨૧ની ઉત્તરરાત્રે ૧.૩૮ કલાકે ફોંડા, ગોવા ખાતે દેહત્‍યાગ કર્યો. તેમના દેહત્યાગના સમયે માંડેલી કુંડળીનું જ્‍યોતિષશાસ્‍ત્રીય વિશ્‍લેષણ આગળ જણાવ્‍યું છે.

પૂ. (શ્રીમતી) શાલિની માઈણકરદાદી

૮ અ. દેહત્‍યાગના સમયની કુંડળી નીચે જણાવ્‍યા પ્રમાણે છે.

પૂ. (કૈ.) શ્રીમતી શાલિની માઈણકરદાદીના દેહત્‍યાગ સમયે માંડેલી કુંડળી (મૃત્‍યુકુંડળી)

૮ આ. જ્‍યોતિષશાસ્‍ત્રીય વિશ્‍લેષણ

૮ આ ૧. કુંડળીમાં પ્રથમ સ્‍થાને ગુરુ આધ્‍યાત્‍મિક ગ્રહ છે. ગુરુ ગ્રહ ભાવમધ્‍ય પર છે, અર્થાત્ તે પૂર્વક્ષિતિજને ચોંટેલો છે. તેનો અર્થ ‘ગુરુ ગ્રહ ઉદિત થવાના બરાબર સમયે પૂ. માઈણકરદાદીએ દેહત્‍યાગ કર્યો’. આ એક ઉચ્‍ચ આધ્‍યાત્‍મિક યોગ છે. સંતોની કુંડળીઓમાં આવા યોગ જોવા મળે છે.

૮ આ ૨. પ્રથમ સ્‍થાનનો સ્‍વામી શનિ ગ્રહ બારમા સ્‍થાનમાં છે. શનિ આધ્‍યાત્‍મિક સ્‍વરૂપનો ગ્રહ છે અને બારમું સ્‍થાન મોક્ષસ્‍થાન છે. આ ઉચ્‍ચ આધ્‍યાત્‍મિક યોગ છે અને પૂ. દાદીને ઉચ્‍ચ લોકમાં સ્‍થાન પ્રાપ્‍ત થયું હોવાનું અને પુનર્જન્‍મ ન હોવાનું દર્શાવે છે.

૮ આ ૩. દશમ સ્‍થાનમાં કેતુ ગ્રહ છે. દશમ સ્‍થાન કર્મનું કારક છે અને કેતુ ગ્રહ લયનો કારક છે. આ યોગ ‘સાધનાને કારણે પૂ. દાદીના સંચિત કર્મોનો લય થયો હોવાથી તેમના માટે કર્મબંધન શેષ રહ્યું નથી’, એમ દર્શાવે છે.

૮ આ ૪. ૧૧.૫.૨૦૨૧ની ઉત્તરરાત્રે ૧૨.૩૦ સુધી અમાસ તિથિ હતી. પૂ. દાદીએ ઉત્તરરાત્રે ૧.૩૮ કલાકે અર્થાત્ અમાસ સમાપ્‍ત થઈને ‘સુદ પક્ષ એકમ’ તિથિ ચાલુ થયા પછી દેહત્‍યાગ કર્યો. અમાસને દિવસે વાતાવરણમાં સૂક્ષ્મમાંની અનિષ્‍ટ શક્તિઓનો પ્રભાવ વધારે હોવાથી લિંગદેહને ગતિ મળવામાં અડચણો આવે છે.

ઉપર જણાવેલા વિશ્‍લેષણ પરથી ‘સંતોનો દેહત્‍યાગ તેમના માટે પૂરક એવી ગ્રહસ્‍થિતિમાં થાય છે’, આ વાત ધ્‍યાનમાં આવે છે.’

– શ્રી. રાજ કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા. (૨૭.૮.૨૦૨૧)

Leave a Comment