ગૂડીપડવો

 

સાડા ત્રણ મુહૂર્તોમાંથી એક

અન્ય દિવસે શુભકાર્ય કરવા માટે મુહૂર્ત જોવું પડે છે; પણ ચૈત્ર સુદ પ્રતિપદા (સંસત્સરારંભ, ગૂડીપડવો), આ તિથિનો પ્રત્યેક ક્ષણ જ શુભમુહૂર્ત હોય છે. એવી જ રીતે અખાત્રીજ અને દશેરા, આ પ્રત્યેકનો પણ એક અને કારતક સુદ પ્રતિપદાનો અડધો આ બધી તિથિઓની વિશિષ્ટતા એ છે કે આ દિવસોનો પ્રત્યેક ક્ષણ શુભમુહૂર્ત જ છે.

 

હિંદુઓનું નવું વર્ષ

ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિની નિર્મિતિ કરી. આ દિવસે પ્રજાપતિ દેવતાની લહેરીઓ પૃથ્વી પર વધારે પ્રમાણમાં આવે છે. આ હિંદુઓનો નવવર્ષ આરંભ છે. ચૈત્ર સુદ એકમના દિવસે વર્ષ આરંભ કરવાના નૈસર્ગિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક કારણો છે.

 

તહેવાર ઊજવવાની પદ્ધતિ

આ તિથિએ કરવામાં આવેલો શુભસંકલ્પ આપણા જીવન માટે ફળદાયક બને છે. અન્ય દિવસોની તુલનામાં આ દિવસે બ્રહ્મદેવ પાસેથી સત્ત્વગુણ, ચૈતન્ય, જ્ઞાન લહેરો અને સગુણ-નિર્ગુણ બ્રહ્મતત્ત્વનો ૫૦ ટકાથી પણ અધિક પ્રક્ષેપણ થાય છે. આ પક્ષેપણ ગ્રહણ કરવા માટે જ મુખ્ય દ્વાર સામે ધજા ઊભી કરવામાં આવે છે.

 

ધર્મધ્વજરોપણની પદ્ધતિ

. ધ્વજની સ્થાપના સાથિયો પૂરીને તેના પર કરવી. લાંબી વાંસની લાકડીના છેડે લીલા અથવા પીળા રંગનું ચોળીનું વસ્ત્ર બાંધવું. તેના પર પતાસા, લીમડાનાં કુમળાં પાન, આંબાની ડાળી અને લાલ ફૂલોનો હાર બાંધીને તેના પર ચાંદી અથવા તાંબાનો કળશ શણગારીને ધ્વજ ઊભો કરવો. ધ્વજ સીધો ઊભો રાખવાને બદલે, તે આગળ થોડો નમેલો હોવો જોઈએ. ધ્વજ સૂર્યોદય પછી તુરંત ઊભો કરવો. ધ્વજ ઊભો કરતી સમયે ઘરનાં મુખ્ય દ્વાર બહાર; પણ ઉંબરાને સંલગ્ન (ઘરની અંદરથી જોવાથી) જમણી બાજુ જમીન પર ઊભો કરવો.

આ. ધ્વજની સામે શુભચિન્હયુક્ત સાત્ત્વિક રંગોળી પૂરવી.

ઇ. ‘બ્રહ્મધ્વજાય નમ:’ બોલીને ધ્વજની પૂજા કરવી. એટલે આ કાળમાં પૃથ્વી પર મોટા પ્રમાણમાં આવનારી પ્રજાપતિ દેવતાની લહેરીઓનો લાભ વધારે થાય છે.

પ્રસાદગ્રહણ

લીમડાનાં પાનનું મિશ્રણ

આ મિશ્રણ બનાવવા માટે લીમડાનાં કુમળાં પાન, લીમડાનાં ફૂલ, મરી, હિંગ, મીઠું, અજમો, ખાંડ ઇત્યાદિને વાટીને આમલી સાથે મેળવીને એને ગ્રહણ કરવું. આ મિશ્રણ રોગશાંતિ, વ્યાધિઓનો વિનાશ અને સુખ, જ્ઞાન, જીવન, લક્ષ્મી (ધન) આ બધાની પ્રાપ્તિ માટે ગ્રહણ કરવા માટે કહેવામાં આવે છે.

ધ્વજ ઉતારવો

સૂર્યાસ્તના સમયે ગોળનો ભોગ ચડાવીને ધ્વજ (ગૂડી) ઉતારવો. વાતાવરણમાં રહેલી પ્રજાપતિ-લહેરીઓ કળશના માધ્યમ દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. તે લોટામાં પાણી ભરીને બીજા દિવસથી પીવાના ઉપયોગમાં લેવું. ધ્વજને કારણે પ્રજાપતિ-લહેરીઓ થકી સંસ્કારિત કળશ તેવા જ સંસ્કાર, પીવાનાં પાણી પર કરે છે. એટલે આખું વર્ષ આપણને પ્રજાપતિ-લહેરીઓ પ્રાપ્ત થાય છે.

 

ગૂડીપડવાના શુભ અવસર પર શું કરશો ?

ગૂડીપડવાના શુભ અવસર પર વધારેમાં વધારે સગાં-સંબંધીઓ અને મિત્રોને સ્વભાષામાં સંદેશ લખેલા શુભેચ્છાપત્રો મોકલાવજો.

દૂરભાષ અને ભ્રમણધ્વનિ પર લઘુસંદેશ દ્વારા (એસ્.એમ્.એસ્. દ્વારા) નવાવર્ષની શુભકામનાઓ આપજો.

શુભેચ્છાઓ આપતી વખતે હસ્તાંદોલન કરવાને બદલે, એક-બીજાને નમસ્કાર કરવા ! ‘હેપી ન્યૂ ઈયર’ એમ કહેવા કરતાં, ‘નવા વર્ષની શુભેચ્છા’ એમ કહેવું !

નવા વર્ષનું સ્વાગત ફટાકડા ફોડીને કરવા કરતાં, શંખનાદથી કરવું. ફટાકડાના અવાજથી વાતાવરણ રજ-તમયુક્ત બને છે. એટલે ત્યાં અનિષ્ટ શક્તિઓ આકર્ષિત થાય છે. ફટાકડાઓ પર ખર્ચ થતું ધન રાષ્ટ્ર અને ધર્મનાં રક્ષણ માટે અર્પણ કરવું !

આ દિવસે શુભસંકલ્પ કરવાથી એ વધારે ફળદાયી હોય છે; એટલા માટે રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે પ્રતિદિન એક કલાક ફાળવવાનો સંકલ્પ કરવો ! તમારી એક નાનકડી કૃતિ પણ અન્ય લોકો માટે પ્રેરણાદાયી નીવડશે !

પ્રાર્થના

નૂતન કળિયુગ વર્ષ ૫૧૨૦ (વિક્રમ સંવત્ ૨૦૭૪) નું શુભ સંવત્સરભ આપણાં સર્વે માટે આનંદ અને સુખસમૃદ્ધિ પ્રદાન કરે, એ જ શ્રી પ્રભુચરણોમાં પ્રાર્થના !

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’