મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૫

Article also available in :

આપત્‍કાળ વિશેની લેખમાળા આપણે જોઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ત્રીજા મહાયુદ્ધના પ્રકાર અને તેમનો સામનો કરવા માટે કરવાની ઉપાયયોજના, જૈવિક અસ્‍ત્રો દ્વારા થનારાં આક્રમણો, ધરતીકંપ વિશેની જાણકારી વાંચી. આપત્‍કાળમાં પોતાનો અને કુટુંબનો બચાવ કરવા માટે શું કરી શકાય, તેની થોડીઘણી જાણકારી સદર લેખમાલિકા દ્વારા આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સદર લેખમાં સુનામી વિશે જાણકારી આપવામાં આવી છે. આ લેખમાં સુનામી એટલે શું ?, સુનામી આવવા પહેલાં કરવાની કેટલીક સિદ્ધતા, સુનામી આવવાના લક્ષણો, પ્રત્‍યક્ષ સુનામી આવતી હોય ત્‍યારે લેવાની સંભાળ, તેમજ સુનામી આવી ગયા પછી કરવાની કૃતિઓ વિશેની માહિતી આપવામાં આવી છે.

ભાગ ૪ વાંચવા માટે અહીં ક્લિક કરો : https://www.sanatan.org/gujarati/10488.html

૨ આ. સુનામી

૨ આ ૧. સુનામી એટલે શું ?

‘સુનામી એટલે ધરતીકંપ, પાણી નીચેનું ભૂસ્‍ખલન, જ્‍વાલામુખીનો ઉદ્રેક અથવા લઘુગ્રહના પ્રહારને કારણે નિર્માણ થયેલાં મહાકાય મોજાંઓની માલિકા.’ (સંદર્ભ : ready.gov/tsunamis)

‘ક્યારેક સુનામી પાણીની ભીંત સિદ્ધ કરી શકે છે; (તે ‘સુનામી બોર’ તરીકે ઓળખાય છે) પરંતુ સુનામીમાં સામાન્‍ય રીતે વેગવાન અને ઝડપ ગતિથી પૂર આવવાની સંભાવના હોય છે. આ ભરતી અને ઓટના ચક્ર જેવું જ હોય છે. એવું થવાનો સમયગાળો ૧૦ મિ., ૧ કલાક અથવા ૧૨ કલાક જેટલો હોઈ શકે છે.’ (સંદર્ભ : redcross.org/get-help/how-to-prepare-for-emergencies/types-of-emergencies/tsunami.html)

૨ આ ૨. સુનામી આપત્તિથી બચવા માટે કરવાની પૂર્વસિદ્ધતા

અ. ‘ભારતીય માનક વિભાગે (‘બ્‍યુરો ઑફ ઇંડિયન સ્‍ટાન્‍ડર્ડ’એ) કહેલી નિયમાવલિ અનુસાર ઘર અથવા મકાનનું બાંધકામ કરવું.

આ. સુનામીથી કયા જોખમો છે તે બાબતે પોતાને અને પોતાના કુટુંબીજનોને શિક્ષણ આપવું. તેમજ ઘર ખાલી કરવાની પદ્ધતિઓનો મહાવરો કરવો.

ઇ. આપણા નિવાસસ્‍થાનની સમુદ્ર સપાટીથી ઊંચાઈ, તેમજ કિનારપટ્ટીથી અથવા અન્‍ય જળમાર્ગથી અંતર જાણી લેવું.

ઈ. જો આપણે પર્યટક હોઈએ, તો સ્‍થાનિક સુનામીમાં ઘર ખાલી કરવાની પદ્ધતિની જાણકારી કરી લેવી.

ઉ. ધરતીકંપ થયો હોય અને જો તે સમયે આપણે કિનારપટ્ટીના ભાગમાં હોઈએ, તો પ્રશાસન દ્વારા સુનામીની ચેતવણી આપવામાં આવી છે શું ? એ જાણી લેવા માટે રેડિઓ ચાલુ કરવો.

ઊ. પાસેના સર્વાધિક ઊંચા સ્‍થાન પર પહોંચવાનો સૌથી સુરક્ષિત અને નજીકનો તેમજ સરળ માર્ગ શોધી રાખવો.’

૨ આ ૩. સુનામી આવવાના ચિહ્‌નો

અ. સમુદ્ર અચાનક ઘણો પાછળ જવો (સેંકડો મીટર) અને કિનારો ઘણો મોટો થવો. આ સમયગાળો લગભગ ૫ – ૬ મિનિટ ટકી શકે છે. ત્‍યાર પછી અચાનક સુનામીનું મોટું મોજું આવે છે. ઘણી વાર આનાથી ઊલટું એટલે સમુદ્ર અચાનક ઘણો આગળ આવે છે.

આ. સમુદ્રમાંથી અચાનક ઘણો મોટો અવાજ આવવો.

ઇ. સમુદ્ર પાસે અચાનક ધરતીકંપના મોટા અથવા દીર્ઘ ઝટકા જણાવવા.

ઈ. સમુદ્રમાં અચાનક પાણીની પુષ્‍કળ મોટી ભીંત દેખાવી.

ઉ. સમુદ્ર પાસેના પ્રાણી, પક્ષીઓ અચાનક ભેગા થવા લાગવા, ડરી જવા અથવા દૂર ભાગી જવા.

૨ આ ૪. સુનામી આવતી વેળાએ લેવાની કાળજી

અ. ‘શાંત રહેવું. ડરવું નહીં.

આ. સુનામી ઝડપથી આગળ ધપે છે, તેથી આપણી માલમત્તા નહીં, જ્‍યારે પોતાને બચાવવું.

ઇ. બાળકો, વૃદ્ધ અને અપંગ કે જેમને વિશેષ સહાયતાની આવશ્‍યકતા હોઈ શકે છે, તેમની સહાયતા કરવી.

ઈ. સરકારી અધિકારીઓએ નિર્દેંશ આપ્‍યા પછી તુરંત સુરક્ષિત સ્‍થાન પર જવું.

ઉ. પાણીથી દૂર (ઓછામાં ઓછું ૩ કિ.મી.) રહેલી, તેમજ ઊંચાઈ ધરાવતી ભૂમિ પર (ઓછામાં ઓછી ૩૦ મીટર ઊંચી) તુરંત જવું.

ઊ. સમુદ્ર કિનારેથી અને નદીના પાત્રથી દૂર રહેવું.

એ. જો દૂર જવું શક્ય જ ન હોય, તો નજીકના મક્કમ પાયો ધરાવતા ઊંચા મકાનના છાપરે જવું.

ઐ. જો આપણે પાણીમાં હોઈએ, તો એકાદ તરતી વસ્‍તુ, ઉદા. તરાપો, વૃક્ષનું થડ, થડના કટકાને કઠ્ઠણ રીતે પકડી રહેવું.

ઓ. બે સુનામી મોજાંઓમાં ઘણીવાર કેટલીક મિનિટોનો અથવા કલાકોનો સમયગાળો હોઈ શકે છે. તેથી પહેલું સુનામી મોજું આવી જાય, તો પણ આગળનાં સંભાવ્‍ય મોટાં મોજાંઓનો સામનો કરવાની સિદ્ધતા રાખવી.

ઔ. સુનામી સમયે પાણી સાથે પ્રચંડ વેગથી વહી આવતી વસ્‍તુઓથી ઇજા થવાની શક્યતા ઘણી વધારે હોય છે. સુનામી આવી ગયા પછી તુટેલી વીજળીવાહિનીઓ (તાર), મકાન પડવા ઇત્‍યાદિથી જોખમ હોય છે.

અં. જો આપણે સમુદ્રમાં નૌકામાં હોઈએ, તો સુનામી સમયે ઊંડા સાગરમાં (ઓછામાં ઓછું ૪૫ મીટર ઊંડું) જવું યોગ્‍ય પુરવાર થાય છે; કારણકે ઊંડા સમુદ્રમાં સુનામીનાં મોજાં ઘણી ટૂંકી ઊંચાઈના હોવાથી છીછરા સમુદ્ર જેટલા વિધ્‍વંસક હોતા નથી.

અઃ. જો આપણે બંદર પર હોઈએ, તો ઊંચી ભૂમિ પર જવું.’

૨ આ ૫. સુનામી આવી ગયા પછી કરવાની કૃતિઓ

અ. ‘આપદા નિવારણ અધિકારીઓએ સુરક્ષિત હોવાની ઘોષણા કર્યા પછી જ ઘરે પાછું ફરવું.

આ. આપત્તિને કારણે બાધિત થયેલા વિસ્‍તારમાં જવાનું ટાળવું. આપણી ઉપસ્‍થિતિ બચાવ અને અન્‍ય આપત્‍કાલીન કાર્યમાં અડચણો લાવી શકે છે. તેમજ દૂષિત પાણી, તૂટેલા રસ્‍તા, ભેખડ પડવી, ગારો અને અન્‍ય જોખમો જેવા સુનામી પછીનાં પરિણામોને કારણે હજી જોખમ હોઈ શકે છે.

ઇ. સુનામી આવવા પહેલાં ઘણો મોટો ભૂકંપ (રિશ્‍ટર સ્‍કેલ ૮ – ૯ કે તેથી વધુ તીવ્રતાનો) આવ્‍યો હોય અને તેનું કેંદ્ર નજીકમાં જ હોય તો ફરીવાર ભૂકંપ (આફ્‍ટર શૉક) આવી શકે છે. કેટલાક આફ્‍ટર શૉક પરિમાણ ૭ કરતાં વધારે રિશ્‍ટર સ્‍કેલ જેટલા મોટા હોઈ શકે છે અને બીજી સુનામી નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે. આફ્‍ટર શૉક ન્‍યૂન થવામાં દિવસ, અઠવાડિયા કે મહિના લાગી શકે છે.

ઈ. પાણી સાથે તણાઈ આવેલી વસ્‍તુઓથી દૂર રહેવું.

ઉ. ઘાયલ થયેલા અથવા અટકાઈ પડેલાઓને સહાયતા કરવા પહેલાં પોતાની ઇજાઓની તપાસણી કરવી અને આવશ્‍યકતા અનુસાર પ્રાથમિક ઉપચાર મેળવવા.

ઊ. જો એકાદને છોડાવવાની આવશ્‍યકતા હોય અને જો આપણને તે સંભવ ન હોય તો સહાયતા માટે યોગ્‍ય ઉપકરણો ધરાવનારા વ્‍યવસાયિકોને બોલાવવા.

એ. બાળકો, વૃદ્ધ, અપંગ લોકોને વિશેષ સહાયતાની આવશ્‍યકતા હોઈ શકે, તેમની સહાયતા કરવી.

ઐ. નવીનતમ જાણકારી મેળવવા માટે રેડિઓ અથવા દૂરચિત્રવાહિનીનો ઉપયોગ કરવો.

ઓ. સુનામીના પાણીને કારણે મકાનની હાનિ થઈ શકે છે અથવા ભીંત પડી શકે છે. તેથી આજુબાજુ પાણી ભરાઈ ગયું હોય એવા કોઈપણ મકાનથી દૂર રહેવું. મકાનમાં અથવા ઘરમાં ફરીવાર જતી વેળાએ સાવચેતી વર્તવી. સ્‍વચ્‍છતા કરતી સમયે ઇજા ટાળવા માટે સંરક્ષક કપડાં પહેરવા અને સાબદા રહેવું.

ઔ. જો સુનામીને કારણે આપણા ઘરમાં મોટા પ્રમાણમાં પાણી આવ્‍યું હોય, તો પાણી સહિત વહી આવેલો ગારો ઘટ્ટ બને તે પહેલાં તે બહાર કાઢવો.

અં. પવનથી ઘર સૂકાય તે માટે બારી અને બારણાં ઉઘાડા રાખવા.

અઃ. ઉઘાડું પડેલું કાંઈપણ ખાવું કે પીવું નહીં.

ક. આપણું ઘર જો ખાલી કરવાનું આવશ્‍યક હોય, તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ, તેનો સંદેશ મૂકવો.

ખ. અફવા ફેલાવવી નહીં, તેમજ અફવાઓ પર વિશ્‍વાસ મૂકવો નહીં.’

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્‍યાદિ આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૬

Leave a Comment