આનંદી જીવન માટે આયુર્વેદ સમજી લો !

સમપ્રકૃતિ ધરાવનારી વ્‍યક્તિઓ શરીરથી સુદૃઢ અને મનથી પણ સ્‍થિર અને શાંત હોય છે. ઉનાળાની ગરમ હવા, સખત ઠંડી અને મુસળધાર વરસાદનું તેઓ આનંદથી સ્‍વાગત કરે છે.

આયુર્વેદ – અનાદિ અને શાશ્‍વત માનવી જીવનનું શાસ્‍ત્ર

આયુર્વેદ ! નિસર્ગએ મુક્ત હસ્‍તે વહેંચેલો, બહાલ કરેલો અનમોલ ખજાનો ! આયુર્વેદમાંના ઔષધો મંત્રો પર આધારિત છે. આપણા ઋષિ-મુનિઓએ ઊંડાણથી અભ્‍યાસ કરીને, ખડતર તપશ્‍ચર્યા, અર્થાત્ સાધના કરીને મંત્ર સિદ્ધ કરી લીધા અને અમને કેટલો અમૂલ્‍ય એવો ખજાનો પ્રદાન કર્યો છે.

પ્રત્‍યેક પરિબળનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર કરવા માટે શીખવનારો આયુર્વેદ !

‘ઍલોપૅથી અનુસાર કોઈપણ વ્‍યક્તિને અમુક રોગ થાય, કે તેના પર અમુક એક પદ્ધતિથી ઉપચાર (ચિકિત્‍સા) કરવો, એટલું જ હોય છે. તેમાં રોગીની પ્રકૃતિ, ઋતુ અનુસાર થનારા નિસર્ગમાંના પાલટ, આહાર અને રોગના સંબંધ ઇત્‍યાદિ વિશે વિચાર પણ કર્યો હોતો નથી.