ગુરુપૂર્ણિમા નિમિત્તે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો સંદેશ (૨૦૨૨)

ધર્મનિષ્‍ઠ હિંદુઓ, આ ગુરુપૂર્ણિમાથી ધર્મસંસ્‍થાપના માટે અર્થાત્ ધર્માધિષ્‍ઠિત હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે સર્વસ્‍વનો ત્‍યાગ કરવાની સિદ્ધતા કરો અને તેવો ત્‍યાગ કરવાથી ગુરુતત્ત્વને અપેક્ષિત એવી આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થશે, તેની પણ નિશ્‍ચિતિ રાખશો !

ગુરુપૂર્ણિમા

હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે, ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસેથી તે કરાવી લે છે અને તેને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !