અવિભક્ત (સંયુક્ત) હિંદુ કુટુંબમાં મોટી દીકરી કર્ત્રી થઈ શકે ખરી ?

Article also available in :

અવિભક્ત હિંદુ કુટુંબમાં મોટી દીકરી
કર્ત્રી થઈ શકે, આ નિર્ણય વિશે ધર્મશાસ્‍ત્ર શું કહે છે ?

દેહલી ઉચ્‍ચ ન્‍યાયાલયે એક પ્રકરણમાં નિકાલ આપતી વેળાએ અવિભક્ત (સંયુક્ત) હિંદુ કુટુંબમાં મોટી દીકરી તે કુટુંબની અને તેના કુટુંબ વ્‍યવસાયની કર્ત્રી થઈ શકે, એવો નિવેડો આપ્‍યો છે. આ વિશે ધર્મશાસ્‍ત્રીય દૃષ્‍ટિકોણ નીચે જણાવ્‍યા પ્રમાણે છે.

 

૧. મનુસ્‍મૃતિ દીકરીનો વારસાઈ અધિકાર માન્‍ય કરે છે !

મનુસ્‍મૃતિના ૯ મા અધ્‍યાયમાંના આગળના શ્‍લોક ઉપરોક્ત માટે આધાર છે.

૧ અ. શ્‍લોક ૧૧૮

स्‍वेभ्‍योंशेभ्‍यस्‍तु कन्‍याभ्‍यः प्रदद़्‍युर्भ्रातरः पृथक् ।

स्‍वात् स्‍वादंशाच्‍चतुर्भागं पतिताः स्‍युरदित्‍सवः ॥

અર્થ : વડીલોપાર્જિત સંપત્તિમાંથી પોતાના ભાગમાંનો ચોથો ભાગ બહેનને આપવો, એ પ્રત્‍યેક ભાઈનું કર્તવ્‍ય છે. તેનું પાલન ન કરનારો ભાઈ પતિત માનવામાં આવે છે.

૧ આ. શ્‍લોક ૧૩૦

यथैवात्‍मा तथा पुत्रः पुत्रेण दुहिता समा ।

तस्‍यामात्‍मनि तिष्‍ठन्‍त्‍यां कथमन्‍यो धनं हरेत् ॥

અર્થ : જેવો આપણો આત્‍મા તેવો જ આપણો દીકરો છે. દીકરો અને દીકરી સમાન છે. તેથી પિતા માટે આત્‍મસ્‍વરૂપ રહેલી દીકરી હોય, તો વારસાઈ અધિકારથી મળનારું ધન પારકા લોકો કેવી રીતે લઈ શકે ?

૧ ઇ. શ્‍લોક ૧૩૧ : માતાનું સ્‍ત્રીધન આ તેની અવિવાહિત દીકરીનો ભાગ સમજવો.

૧ ઈ. શ્‍લોક ૧૩૩ : દીકરાના છોકરાઓ અને દીકરીના છોકરાઓમાં કાંઈ જ ભેદ નથી.

૧ ઉ. શ્‍લોક ૧૯૨ : સર્વ ભાઈઓ અને અવિવાહિત બહેનોએ માતાના મૃત્‍યુ પછી તેની સંપત્તિ સમાન વહેંચી લેવી.

 

૨. અવિભક્ત કુટુંબમાં જ્‍યેષ્‍ઠ
સંતાન સક્ષમ અને પિતા જેવું હોવું આવશ્‍યક !

અવિભક્ત કુટુંબમાં જ્‍યેષ્‍ઠ પુત્રએ કર્તા કે જ્‍યેષ્‍ઠ પુત્રીએ કર્ત્રી થવા માટે તેટલું જ સક્ષમ અને પિતાસમાન ઉત્તરદાયી હોવું જોઈએ. દુર્વર્તની જ્‍યેષ્‍ઠ સંતાન કર્તા થઈ શકતું નથી, એવું મનુસ્‍મૃતિના ૯ મા અધ્‍યાયમાં કહ્યું છે. મહાભારતમાં ધૃતરાષ્‍ટ્ર આંધળો હોવાથી તેનો નાનો ભાઈ પાંડુ એ રાજા અર્થાત્ કર્તા થયો હતો.

 

૩. હિંદુ ધર્મના
ઇતિહાસમાં ઘણી સ્‍ત્રીઓ કર્ત્રી હતી !

મહાભારતીય યુદ્ધમાં કાશ્‍મીર રાજા માર્યા ગયા પછી તેમની પત્ની યશોમતીનો રાજ્‍યાભિષેક ભગવાન શ્રીકૃષ્‍ણએ પોતે કર્યો હતો. અર્જુનની એક પત્ની ચિત્રાંગદા મણિપુર રાજ્‍યની રાણી હતી. અહિલ્‍યાબાઈ હોળકર પતિના નિધન પછી હોળકર કુળનાં કર્ત્રી બની ગયા હતાં. શ્રીરામ જ્‍યારે વનવાસ માટે નીકળ્યા, ત્‍યારે રાજગુરુ વસિષ્‍ઠ ઋષિએ સીતા રાજ્‍યકારભાર કરવા માટે કુશળ અને સક્ષમ હોવાથી તેમનો જ રાજ્‍યાભિષેક કરવો, એમ સૂચવ્‍યું હતું; પરંતુ સીતાએ શ્રીરામ સાથે વનગમન કરવાની અનુમતિ માગવાથી તેમણે રાજ્‍યકારભાર કર્યો ન હોવાનો ઉલ્‍લેખ વાલ્‍મીકિ રામાયણમાં મળે છે. શહાજી રાજા કર્ણાટકમાં હતા ત્‍યારે રાજમાતા જિજાબાઈએ પુણે ખાતેની જાગીરદારીનો રાજ્‍યકારભાર સંભાળ્યો હતો. છત્રપતિ રાજારામનાં પત્ની રાણી તારાબાઈએ કર્ત્રી બનીને કોલ્‍હાપુર સંસ્‍થાનની સ્‍થાપના કરી હતી. તાત્‍પર્ય હિંદુ ધર્મએ ક્યારેપણ સ્‍ત્રીને કર્ત્રી થવાથી રોકી નથી.

 

૪. ભારતીય શાસ્‍ત્રોનું અને કાયદાઓનું મહત્ત્વ

સ્‍ત્રીને વારસાઈ સંપત્તિમાંનો ભાગ પિતા, પતિ અને પુત્ર આ બધા પાસેથી  મળે છે, આ ભારતીય શાસ્‍ત્રોનું અને ભારતીય કાયદાઓનું વિશેષ મહત્ત્વ છે.

 

૫. અન્‍ય પંથોમાંની મહિલાઓના અધિકાર વિશે
ભારતીય કાયદો જાગૃત અને સંવેદનશીલ બનવો આવશ્‍યક !

દિલ્‍લી ઉચ્‍ચ ન્‍યાયાલયના નિકાલથી ભારતીય સમાજમાંની ૮૦ ટકા હિંદુ મહિલાઓને ભલે દિલાસો મળતો હોય, તો પણ સંખ્‍યાથી ૨૦ ટકા રહેલી અન્‍ય પંથોમાંની મહિલાઓના અધિકારો વિશે ભારતીય કાયદો ક્યારે જાગૃત અને સંવેદનશીલ બનશે, આ ખરો પ્રશ્‍ન છે. આજે પણ ભારતમાં શરિયત કાયદા પ્રમાણે મુસલમાન મહિલાઓને સંપત્તિમાં સમાન અધિકાર નકારવામાં આવે છે. છૂટાછેડા આપ્યા પછી સાદી જિવાઈ (જીવનનિર્વાહ પેટે બાંધી આપેલી રકમ) પણ આપવામાં આવતી નથી. વર્ષ ૧૯૮૬માં રાજીવ ગાંધીએ શાહબાનો પ્રકરણમાં બંધારણમાં સુધારણાં કરીને તલાક પીડિતા શાહબાનોનો જિવાઈ અધિકાર કાઢી લેવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય અત્‍યંત દુર્દૈંવી, દેશને પછાત કરનારો અને અસહિષ્‍ણુ હતો. તે વિશે મુસલમાન મહિલાઓએ ખરુંજોતાં કૉંગ્રેસ સરકારના કાન આમળવા જોઈએ.

 

૬. દેશમાં સમાન નાગરી કાયદો કરો !

હિંદુ મહિલાઓ સાથે જ સમાજમાંના સર્વ પંથોમાંની મહિલાઓ માટે જો અમારે સમાન ન્‍યાય આપવો હોય, તો દેશમાં વહેલામાં વહેલી તકે સમાન નાગરી કાયદો કરવો જોઈએ. તેમાં સમાજ, રાષ્‍ટ્ર અને પ્રત્‍યેક ધર્મનું હિત છે.

Leave a Comment