બિંદુદબાણ ઉપાય (ઍક્યુપ્રેશર)

‘આનંદપ્રાપ્તિ’ એ જ માનવી જીવનનું ઉદ્દિષ્ટ હોવું

સર્વોચ્ચ સુખ સાતત્યથી મળવું, એ માટે માનવ પ્રયત્ન કરતો હોય છે. તે સુખને  ‘આનંદ’ કહેવાય છે અને તે માટે કરવાના પ્રયત્નોને ‘સાધના’ કહેવાય છે. એ માટે યોગ્ય માર્ગદર્શન પ્રથમ સંત અને પછી ગુરુ કરી શકે છે. માનવીનો દેહ એટલે તેનું સાધના કરવાનું માધ્યમ છે. માનવીના દેહનું સ્થૂળ અને સૂક્ષ્મ એવા બન્ને સ્તર પર અસ્તિત્વ છે. સ્થૂળ દેહ ભલે નષ્ટ થઈ જાય, છતાં સૂક્ષ્મ-દેહ મરતો નથી અને તેનું કાર્ય પણ ચાલુ જ રહે છે.

બિંદુદબાણ ઉપાય

 

  ‘બિંદુદબાણ ઉપાય’નો અર્થ

શરીર પરના વિશિષ્ટ બિંદુઓ પર દબાણ આપીને આંતરિક અવયવો કાર્યાન્વિત કરવા અને તેના દ્વારા વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધારવું, એટલે બિંદુદબાણ ઉપાય (ઍક્યુપ્રેશર).

શરીરમાંના વિશિષ્ટ બિંદુઓ દ્વારા આંતરિક અવયવો કાર્યાન્વિત કરવાની અનેક ઉપચારપદ્ધતિઓ પ્રચલિત છે, ઉદા. બિંદુદબાણ (ઍક્યુપ્રેશર), બિંદુછેદન (ઍક્યુપંક્ચર), શીઆત્સુ, ઝોન થેરપી, રિફ્લેક્સૉલૉજી ઇત્યાદિ. આમાંથી બિંદુદબાણ સૌથી જૂની અને સહેલી ઉપચારપદ્ધતિ છે.

 

મર્મસ્થળો

માનવીના શરીરમાંના કેટલાક અવયવો અને શરીરનો કેટલોક ભાગ પુષ્કળ નાજુક (કોમળ) અને મહત્વનો હોય છે. આ ઠેકાણે પ્રહાર થાય તો વ્યક્તિને ગંભીર દુખાપત થઈ શકે છે, વ્યક્તિ બેશુદ્ધ થઈ શકે, કાયમસ્વરૂપે પાંગળી બની શકે અથવા મૃત્યુ પામી શકે છે. આવાં સ્થાનો ‘મર્મસ્થળો’ તરીકે ઓળખવામાં આવે છે. તે બિંદુદબાણનાં સ્થાનો છે. સહસ્રો વર્ષો  પહેલાં ઋષિમુનિઓને મર્મસ્થળોનું જ્ઞાન જ્ઞાત હતું. તેમણે પ્રત્યેક મર્મસ્થળને વિશિષ્ટ નામ પણ આપ્યું છે. આયુર્વેદમાં પણ આ મહત્વનાં બિંદુઓ અને કોમળ સ્થાનોનું વિગતવાર વિવેચન છે.

મર્મસ્થળોની માહિતીનો ઉપયોગ સ્વસંરક્ષણ વિશેના યુદ્ધપ્રકારમાં કરવામાં આવવો

કયા બિંદુઓ (મર્મસ્થળો) દબાવવાથી માણસને બેશૂદ્ધ કરી શકાય છે અથવા માણસ મૃત્યુ પામે છે, તેની માહિતી ચીન-વાસીઓને જ્ઞાત છે. કોરિયા અને જાપાન સ્થિત લોકો જ્યૂડો, કરાટે જેવા સ્વસંરક્ષણ વિશેના યુદ્ધપ્રકારમાં આ જ્ઞાનનો ઉપયોગ પણ કરે છે.

બિંદુદબાણ એટલે ઋષિમુનિઓએ દેહશુદ્ધિ માટે શોધેલી એક ઉપાયપદ્ધતિ

પ્રાચીન ઋષિમુનિઓએ સાધના દ્વારા માનવી દેહને સમજી લઈને આ દેહ સાધના કરવા માટે ઉત્તમ સ્થિતિમાં જાળવવા માટે, દેહશુદ્ધિ માટે કહેલી ‘બિંદુદબાણ’ આ એક ઉપાયપદ્ધતિ છે.

મન અને બુદ્ધિનો ઉપયોગ કરીને માનવી દેહને આપણે શુદ્ધ રાખી શકીએ છીએ. આ કળા એટલે જ માનવીની આદર્શ જીવનપદ્ધતિ અને દિનચર્યા જ છે. તેમાં ફેરફાર થાય તો શુદ્ધતા ઘટવાનો પ્રારંભ થાય છે. બિંદુદબાણ પદ્ધતિથી આ શુદ્ધતા જાળવી રાખવામાં સહાયતા થાય છે.

 

ચેતનાબિંદુ પર દબાણ આપવાથી થનારી પ્રક્રિયા

ચેતનાબિંદુ એટલે કેવળ શારીરિક ત્રાસ દૂર કરવા માટે કારણીભૂત હોય છે એમ નથી, જ્યારે આ બિંદુ વધારેમાં વધારે ચૈતન્ય ગ્રહણ કરીને તે પૂર્ણ શરીરમાં ફેલાવે છે. આ બિંદુ પર દબાણ આપવાથી શક્તિનાં સત્વગુણી કંપનો નિર્માણ થાય છે. આ કંપનોનું ચૈતન્યમાં રૂપાંતર થાય છે. આ ચૈતન્ય પૂર્ણ દેહમાં ભ્રમણ કરવા લાગે છે.

ચેતનાબિંદુ પર દબાણ આપવાથી થનારા લાભ

૧. શ્વસનમાર્ગમાંની અડચણો દૂર થવી અને શરીરમાં ચૈતન્ય ફેલાવું

૨. નસોમાંથી (રક્તવાહિનીઓમાંથી) હૃદય, યકૃત, મૂત્રાશય અને અન્ય અવયવોમાં ચૈતન્ય ફેલાવું

૩. પ્રાણશક્તિ મળવી

ચેતનાબિંદુ પર દબાણ આપવાથી મનને થનારા લાભ

અ. મન સ્થિર થઈને બહારથી આવનારા સાત્વિક વિચાર ગ્રહણ થવા

આ. ઘડનારા બનાવોને સકારાત્મક પ્રતિસાદ આપવો

ઇ. મનમાં આનંદની તરંગો નિર્માણ થવી

 

બિંદુદબાણ એટલે કુંડલિનીશક્તિના પ્રવાહમાંની અડચણો દૂર કરવાની એક પદ્ધતિ

માનવી દેહમાંની ચૈતન્યશક્તિ એક મુખ્ય પ્રવાહમાંથી વહે છે. આ મુખ્ય પ્રવાહ સાથે જ હજી બે પ્રવાહોમાંથી પણ આ શક્તિ પ્રવાહિત થાય છે. ત્યારપછી ૭૨,૦૦૦ નાડીઓનું જાળું જ સમગ્ર શરીરમાં ફેલાય છે. આ ચેતનાશક્તિ સ્થૂળ આંખોથી દેખાતી નથી અને તેને માપી પણ શકાતી નથી. આ ચેતનાશક્તિ જ યોગભાષામાં ‘કુંડલિની’ નામથી ઓળખાય છે. આ શક્તિના મુખ્ય પ્રવાહને ‘સુષુમ્ણા’ જ્યારે અન્ય બે પ્રવાહોને ‘ઇડા’ અને ‘પિંગળા’ નામોથી ઓળખવામાં આવે છે.

માનવી દેહમાંના વિશિષ્ટ સાત ઠેકાણે આ ચૈતન્યશક્તિનો સંચય થાય છે. તેને કારણે આ સ્થાનો એટલે શક્તિકેંદ્રો જ છે. આ શક્તિકેંદ્રોને યોગભાષામાં ‘કુંડલિનીચક્રો’ એવું કહેવામાં આવે છે. આ ચક્રોનો માનવી દેહમાંના અવયવો સાથે સંબંધ હોય છે. આ સંબંધને કારણે માનવી ઉન્નત થઈ શકે છે. ચક્રોનાં કાર્યોમાં આવનારી અડચણોને કારણે અશુદ્ધતા નિર્માણ થાય છે. ખરું જોતાં ચક્રો, મન અને બુદ્ધિ એકબીજા પર આધારિત છે.

કુંડલિનીમાંના ચક્રોમાં નિર્માણ થયેલી અડચણોને કારણે માનવીમાંના ગુણ-દોષોનું પ્રમાણ પલટાય છે, જ્યારે માનવીના બુદ્ધિ પુરસ્કૃત વર્તનનું પરિણામ થઈને તેનામાંના ગુણ-દોષોનું પ્રમાણ પલટાઈને ચક્રોમાંની અડચણો દૂર કરી શકાય છે. બિંદુદબાણ પદ્ધતિ દ્વારા માનવી દેહમાંની ચૈતન્યશક્તિનું કાર્ય વ્યવસ્થિત ચાલુ રહેવામાં આવનારી અડચણો દૂર કરી શકાય છે; એટલે જ કુંડલિનીશક્તિના પ્રવાહમાં આવનારી અડચણો દૂર કરવાની આ એક પદ્ધતિ છે.

 

બિંદુદબાણ ઉપાયપદ્ધતિનો ઇતિહાસ

ભારતમાં ૫,૦૦૦ વર્ષોથી બિંદુદબાણ ઉપાયપદ્ધતિ પ્રચલિત હોવાનો સુશ્રુત સંહિતામાં ઉલ્લેખ છે. સોળમા શતકમાં બિંદુછેદન ઉપાયપદ્ધતિની જનની રહેલી ઉપાયપદ્ધતિની માહિતી અમેરિકા સ્થિત ‘રેડ ઇંડિયન’ લોકોને હતી. દુર્દૈંવથી ઉપાયોની આ પ્રાચીન પદ્ધતિનું યોગ્ય રીતે જતન કરવામાં આવ્યું નહીં. સમય જતાં બિંદુછેદનના રૂપમાં આ પદ્ધતિ શ્રીલંકામાં પહોંચી. ત્યાંના બૌદ્ધ સાધુઓ અને પ્રવાસીઓએ તેને ચીન અને જાપાન દેશોમાં પહોંચાડી.

ચીનમાં આ ઉપાયપદ્ધતિનું મહત્વ જાણી લઈને તેના પર સંશોધન કરવામાં આવ્યું. તેને કારણે ત્યાં આ ઉપાયપદ્ધતિનો વિકાસ અને પ્રસાર થયો. ૨૦મા શતકના પૂર્વાર્ધ સુધી જનમાનસને વિસ્મરણ થયેલી બિંદુદબાણ અને બિંદુછેદન શાસ્ત્રોનું પુનરુજ્જીવન ચીનના દ્રષ્ટા રાજકીય નેતા અને કટ્ટર સામ્યવાદી માઓ-ત્સે-તુંગએ વર્ષ ૧૯૪૯માં કર્યું. ત્યારપછી વર્ષ ૧૯૭૧ સુધી આ શાસ્ત્રનો ચીનમાં પ્રસાર થઈને તે પ્રચલિત થયું. ચીન, જાપાન અને કોરિયા દેશોમાં ‘ઍક્યુપ્રેશર’ (ઍક્યુપ્રેશર) અને ‘બિંદુછેદન’ (ઍક્યુપંક્ચર) ઉપાયપદ્ધતિઓને માન્યતા આપવામાં આવી.

એટલું જ નહીં, જ્યારે આ ઉપાયપદ્ધતિઓને અધિકૃત (ઑફીસીયલ) ઉપાયપદ્ધતિનો દરજ્જો પણ આપવામાં આવ્યો અને ત્યાંના રુગ્ણાલયોમાં આ ઉપાયપદ્ધતિનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીનમાંથી આ ઉપાયપદ્ધતિ અમેરિકા જેવા પ્રગત રાષ્ટ્રમાં પહોંચી અને પછી તેનો પ્રસાર સમગ્ર જગત્માં ઝડપથી થયો. બિંદુદબાણ અને બિંદુછેદન શાસ્ત્રોને ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ (WHO) એ પણ માન્યતા આપી છે.

 

ચીની બિંદુદબાણ પદ્ધતિ

‘યાંગ’ અને ‘ યિન’ આ શબ્દોનો અર્થ : ‘યાંગ એટલે પુરુષત્વ અથવા ક્રિયાધારણા માનીએ, તો યિન એટલે સ્ત્રીત્વનું પ્રતીક માનવામાં આવે છે. એટલે દેખીતી રીતે શરીરમાંના શક્તિપ્રવાહની ‘જમણી બાજુ એટલે પુરુષ અને ડાબી બાજુ એટલે સ્ત્રી’ એવું વર્ગીકરણ કરવામાં આવે છે.’

યાંગ અને યિન નાડીઓ અને બિંદુદબાણનો એકબીજા સાથે
તેમજ શરીરમાંના અવયવો સાથેનો સંબંધ શક્તિપ્રવાહના સ્વરૂપમાં અડચણ

ડાબી બાજુને નડતર

ડાબી બાજુને શક્તિપ્રવાહના સ્વરૂપમાં અડચણ હોય, તો તેને  ‘અંધારાનો ત્રાસ થતો હશે’ એટલે ‘અનિષ્ટ શક્તિઓના સ્વરૂપમાં અડચણ હશે’ એવું અનુમાન કરવામાં આવે છે.

જમણી બાજુને અડચણ

જમણી બાજુએ વહેનારા શક્તિપ્રવાહમાં જો કાંઈ અડચણ આવી હોય, તો તેને સ્થાન અનુસાર ‘તે તે દેવતાનો કોપ થયો હશે’ એમ માનવામાં આવે છે. તે માટે એકાદ દેવતાની, અર્થાત્ પ્રકાશની ઉપાસના કરવાનું કહેવામાં આવે છે.

(એકાદ વ્યક્તિની યોગ્ય સાધના કરવાની ક્ષમતા હોવા છતાં જો વ્યક્તિ સાધના કરતી ન હોય, તો દેવતા તેના પર કોપ કરે છે. )

 

ભારતીય અને ચીની બિંદુદબાણ પદ્ધતિ

અ. ભારતીય પદ્ધતિ

આ પદ્ધતિ યિન અને યાંગ આ બન્ને નાડીઓની, એટલે બાજુઓના અભ્યાસ કરતાં વધારે સૂક્ષ્મ છે; કારણકે તે શક્તિપ્રવાહમાંનાં તે તે બિંદુઓના સ્થાને એકત્રિત તેમજ તે તે અવયવોની પેશીઓને ઉદ્દીપિત કરનારાં સ્પંદનોનો અભ્યાસ કરીને તે જ બિંદુ દબાવીને તેના દ્વારા તે તે અવયવમાં નિર્માણ થયેલા રોગનું નિદાન કરે છે. બિંદુસ્વરૂપમાંની જાગૃતિ દ્વારા શક્તિપ્રવાહમાંની અડચણ પણ નષ્ટ કરવામાં આવે છે. બિંદુદબાણ ઉપાયપદ્ધતિ કેવળ શારીરિક વ્યાધિ (બીમારી) મટાડવાની એક પદ્ધતિ હોવાને બદલે માનવી જીવનમાંની ચેતનાશક્તિનું મહત્વ જાણી લઈને તેનું કાર્ય અબાધિત ચાલુ રહેવા માટે દૈનંદિન જીવનમાં પ્રત્યેક ક્ષણે શું કરવું, એ શીખવનારું એક શાસ્ત્ર છે. આ શાસ્ત્ર જાણી લઈને તે કૃતિમાં લાવવાનો પ્રયત્ન કરવો એટલે જ ‘સાધના’ છે.

આ. ચીની પદ્ધતિ

આ પદ્ધતિ દ્વારા કેવળ દેહની કઈ બાજુ નબળી છે અને કઈ બાજુ સબળ છે, એટલું જ નિદાન તરીકે કહેવામાં આવે છે. એટલે કે અચૂક અને ગહન નિદાન કરવામાં આવતું નથી.

ઉપાયો વિશેની વ્યાવહારિક સૂચના

બિંદુદબાણ ઉપાયોમાંની દૈનંદિન કૃતિ

પોતે કરી શકાય અને સ્વાસ્થ્ય જાળવવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ એવી કેટલીક સહેલી કૃતિઓ નીચે જણાવી છે.

૧. મોઢું બંધ રાખીને દાંત અને હોઠના મધ્ય ભાગ પર જીભ ફેરવીને તે સ્વચ્છ કરવાનો પ્રયત્ન કરવો. આ ક્રિયા ૧-૨ મિનિટ કરવી.

૨. મોઢું બંધ રાખીને ૩૦ થી ૪૦ વાર દાંત એકબીજા પર પછાડવા.

૩. બન્ને હથેળી ૨૦ થી ૩૦ વાર એકબીજા પર ઘસવી અને પછી થોડો સમય સંપૂર્ણ ચહેરા પર રાખવી. આ ક્રિયા ૨-૩ વાર કરવી.

૪. બન્ને આંખો ફરતે રહેલા વર્તુળાકાર હાડકાંની કિનારે ૧-૨ મિનિટ માલીશ કરવું.

૫. બન્ને હથેળી અને પગનાં તળિયાં પરનાં બિંદુઓ પર પ્રતિદિન દબાણ આપવું.

 

આપત્કાળ માટે અતિ આવશ્યક

કળિયુગમાં ધર્મક્રાંતિના કાળમાં જે સમયે વિશ્વ પર ભીષણ સંકટો આવવાનો આરંભ થશે, તે સમયે આવનારી પ્રત્યેક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આપત્તિ સાથે સ્વયંપૂર્ણ રીતે લડવું જ આવશ્યક છે; કારણકે આ કાળમાં મહાભયંકર વિનાશનો આરંભ થવાનો હોવાથી કોઈપણ બાબતે સુખસમૃદ્ધિની પ્રબળતા સર્વસામાન્ય જીવોને મળશે નહીં. આવા સમયે આપત્કાળમાં બિંદુદબાણ પદ્ધતિ અત્યંત ગુણકારી અને અતિશય આવશ્યક થવાની છે. બિંદુદબાણનો ઉપયોગ આગામી કાળની આવશ્યકતા છે. તે જાણી લઈને પ્રત્યેક જણે જ સ્વયંપૂર્ણ બનાવનારી આ ઉપાયપદ્ધતિનો અભ્યાસ અને ઉપયોગ કરવો જોઈએ.

આ પદ્ધતિમાં સાધન અને કારણ એકજ હોવાથી તે જ સ્થળ પર ક્યાંયે ગયા સિવાય પોતે જ પોતાના પર ઉપાય કરી લેવાનું શક્ય બને છે. પોતાના જ દેહમાંની વિકૃતિ પર પોતે જ સાધન થઈને આ ઉપાયપદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી જ આ ઓછી ખર્ચાળ અને સમયનો પણ અપવ્યય ટાળનારી છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ : ‘શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રાસના નિવારણ માટે ‘બિંદુદબાણ’ (પ્રાથમિક પરિચય) – (અંગેજી, હિંદી, મરાઠી ભાષાંમાં ઉપલબ્ધ)

Leave a Comment