પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન અનુસાર શ્રી ગણેશમૂર્તિ ઘડતી વેળાએ શીખવા મળેલાં સૂત્રો

સનાતનનાં સાધક-મૂર્તિકાર શ્રી. ગુરુદાસ ખંડેપારકરને માર્ગદર્શન કરતી વેળાએ પરાત્પર ગુરુ ડૉ. આઠવલે (વર્ષ ૨૦૦૫)

શ્રી. ગુરુદાસ ખંડેપારકરને શીખવા મળેલા સૂત્રો

શ્રી. ગુરુદાસ ખંડેપારકર

૧. પ.પૂ. ડૉક્ટર પોતે જ ગણેશજી છે , એમ લાગવું

૧ અ ૧. પ.પૂ. ડૉક્ટર સ્વયં ગણપતિસ્વરૂપ હોવાથી તેઓ સુધારણા દર્શાવી રહ્યા છે , એમ લાગવું

સાત્ત્વિક ગણેશમૂર્તિ બનાવતી વેળાએ પ.પૂ. ડૉક્ટર પ્રત્યેક તબક્કે તે કેવી રીતે સિદ્ધ કરવી, તે વિશે માર્ગદર્શન કરતા હતા અને મૂર્તિમાં સુધારણા કહેતા હતા. તેઓ સુધાર કહેતી વેળાએ મને લાગતું, પ.પૂ. ડૉક્ટર પોતે જ ગણેશજી છે અને શ્રીગણેશ જ ગણેશજીની મૂર્તિ કેવી રીતે સિદ્ધ કરવી , એ કહી રહ્યા છે.

૨. પ.પૂ. ડૉક્ટરજીએ કહેલા મૂર્તિની નિર્મિતિ વિશેના સૂત્રો સહજતાથી સ્વીકારી શકાયા

૨ અ. વ્યવસાય તરીકે કામ કરતી વેળાએ અન્યોએ કહેલી સુધારણાનો સ્વીકાર ન થઈ શકવો; જ્યારે પ.પૂ. ડૉક્ટરજીએ સૂચવેલી બધી જ સુધારણાઓનો સ્વીકાર થઈ શકવો

શ્રીગણેશની સાત્ત્વિક મૂર્તિ સિદ્ધ કરતી વેળાએ પ.પૂ. ડૉક્ટરજી પ્રત્યેક તબક્કે અનેક સુધારણાઓ જણાવતા. કોઈપણ વિકલ્પ આવ્યા વિના તે સુધારણાઓ સ્વીકારીને પ.પૂ. ડૉક્ટરજીને અપેક્ષિત એવી સેવા થાય ત્યાં સુધી પ્રયત્ન કરવા જોઈએ, એવું મને તીવ્રતાથી લાગતું હતું. તેને કારણે મૂર્તિમાં અનેક સુધાર કરવા પડ્યા, છતાં પણ કેવળ પ.પૂ. ડૉક્ટરજીની કૃપાથી મૂર્તિ વધારેમાં વધારે સાત્ત્વિક બનાવવા માટે પ્રયત્નો કરી શક્યો.

૨ આ. ગોવા ખાતેના મૂર્તિકારે સૂચવેલી સુધારણા પ.પૂ. ડૉક્ટરજીને ગમવી અને તેમણે તેમ કરવાની અનુમતિ આપવી

એકવાર ગોવા ખાતેના એક મૂર્તિકાર શ્રી ગણેશમૂર્તિ જોવા માટે આવ્યા હતા. મૂર્તિ જોઈને તેમણે મને શ્રીગણેશજીનાં બન્ને ચરણ દેખાવા જોઈએ , એમ સૂચવ્યું. તે સમયે પ.પૂ. ડૉક્ટર જ મને સુધારણા કરવા માટે કહી રહ્યા છે , એમ લાગીને મેં તે વિશે પ.પૂ. ડૉક્ટરજીને પૂછ્યું. ત્યારે તેમને તે સુધાર ગમ્યો અને તેમ કરવાની અનુમતિ આપી. આ પાલટને કારણે મૂર્તિના દર્શન લેનારાને શ્રી ગણપતિના ચૈતન્યનો વધારે પ્રમાણમાં લાભ થશે, એવું તેમણે કહ્યું. આ સમયે મારામાં સ્વીકારવાની અને પૂછીને કરવાની વૃત્તિ નિર્માણ થાય, એ માટે પ.પૂ. ડૉક્ટરજીએ સદર પ્રસંગ નિર્માણ કર્યો , એમ લાગીને પ.પૂ. ડૉક્ટરજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થઈ.

૩. શ્રી ગણેશમૂર્તિ વધારેમાં વધારે સાત્ત્વિક થવા માટે પ.પૂ. ડૉક્ટરજીએ કરેલો સ્પંદનોનો અભ્યાસ !

    શ્રી ગણેશમૂર્તિની ચકાસણી કરતી વેળાએ પ.પૂ. ડૉક્ટરજી મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ઉપકરણ મૂર્તિની એક બાજુથી બીજી બાજુ સુધી લઈ જતા. વચ્ચે જ જો તેમને કાંઈ જણાય, તો તેઓ મૂર્તિના તે ભાગ પર ચિહ્ન કરતા અને પછી મૂર્તિના બીજા ભાગનું નિરીક્ષણ કરતા. થોડા સમય પછી પહેલાં કરેલા ચિહ્નો પાસે આવીને, ત્યાંથી પ્રક્ષેપિત થનારાં સ્પંદનોનું નિરીક્ષણ કરતા. તે પ્રમાણે મૂર્તિમાં પાલટ કરવાનું કહેતા. તેને કારણે મૂર્તિ વધારેમાં વધારે ઘાટદાર થવા સાથે જ વધારેમાં વધારે ગણેશતત્ત્વ પ્રક્ષેપિત કરનારી થવા લાગી. તેમાંથી સેવા કરતી વેળાએ સેવાની ફરી એકવાર ચકાસણી કરવાથી તે અચૂક અને પરિપૂર્ણ થવા માટે સહાયતા મળે છે , એવું મને શીખવા મળ્યું.

– શ્રી. ગુરુદાસ ખંડેપારકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.