ઈશ્વરપ્રાપ્તિ માટે નૃત્યકલા આ દૃષ્ટિકોણ સહુની સામે પ્રસ્તુત કરનારા પરાત્પર ગુરુ ડૉ.આઠવલેજી !

સાધકોએ નૃત્ય કરતી વેળાએ ભૂમિકા સાથે એકરૂપ થવું ઘણું મહત્ત્વનું છે. લાસ્ય નૃત્ય કરતી વેળાએ પોતે સાચે જ પાર્વતી છીએ એવો ભાવ હોવો જોઈએ. અન્ય સમયે મૂર્તિ ભણી મૂર્તિ તરીકે જોવામાં આવે છે, ઈશ્વર તરીકે નહીં; પણ નૃત્ય કરતી વેળાએ આપણે આપણી સામે સાચે જ શ્રીરામ ઊભા છે , એમ સમજીને તેમનો શણગાર કરવો, તેમની પૂજા કરવી ઇત્યાદિ કરવું જોઈએ.