કાશ્મીરી હિંદુઓનો વિસ્થાપિત દિન (૧૯ જાન્યુઆરી )

 હજી સુધી કાશ્મીરી હિંદુઓનું પુનર્વસન થઈ ન શકવું, સંતાપજનક !

વર્ષ ૧૯૯૦માં કાશ્મીર ખોરામાં જેહાદી આતંકવાદે માઝા મૂકી દીધી. ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ને દિવસે ધર્માંધ આતંકવાદીઓએ,  હિંદુઓએ કાશ્મીરમાંથી ચાલતી પકડવી , એવી ધમકી સાર્વજનિકરૂપમાં મસ્જિદના ભૂગળાં, છાપાં તેમજ પત્રકો દ્વારા આપી. આ સમયે આતંકવાદીઓએ કાશ્મીરી હિંદુઓ સામે ત્રણ પર્યાય મૂક્યા,  ધર્મ-પરિવર્તન કરો ,  કાશ્મીર છોડો  અથવા  મરવા માટે સિદ્ધ થાવ.

આતંકવાદીઓની ધમકીઓથી કાશ્મીરી હિંદુઓ પર થયેલી અસર

કેંદ્રસરકાર તેમજ રાજ્યસરકાર હિંદુઓને સુરક્ષા પૂરી પાડવામાં અસફળ રહ્યાં તેથી હિંદુઓએ ધર્મ-પરિવર્તન કર્યું નહીં, પણ પોતાની ભૂમિ અને સંપત્તિ છોડીને કાશ્મીરમાંથી ચાલ્યા ગયા. હિંદુ બહુમતી ધરાવતું રાષ્ટ્ર હોવા છતાં પણ આ હિંદુઓને વિસ્થાપિત થવું પડ્યું. ૪ લાખ કાશ્મીરી હિંદુઓનું વિસ્થાપન વિશ્વના મોટા વિસ્થાપનોમાંનું એક છે. કાશ્મીર ન છોડનારા હિંદુઓને આતંકવાદીઓના ક્રૂર અત્યાચારોનો સામનો કરવો પડ્યો. તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા. આજે અનેક વર્ષો પછી પણ કાશ્મીર ખોરામાં કાશ્મીરી હિંદુઓનું પુનર્વસન કરવાનું સાહસ કોઈપણ ભારતીય શાસનકર્તાએ કર્યું નથી.

 

શું વીતી કાશ્મીરી હિંદુઓ પર ?

* ૯૩ સહસ્ર કાશ્મીરી હિંદુઓનો સંહાર

* સાડાચાર લાખ હિંદુઓંનું વિસ્થાપન

* સહસ્રો હિંદૂ સ્ત્રીઓ પર બળાત્કાર

* સેંકડો મંદિરો અને મૂર્તિઓં વિધ્વંસ

 

વિસ્થાપિત કાશ્મીરી હિંદુઓની દુર્દશા !

કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા આ હિંદુઓ માટે જમ્મૂ અને દેહલી ખાતે શરણાર્થી શિબિરો બનાવવામાં આવ્યા. આ રીતે સદર શરણાર્થી શિબિરોમાં વિસ્થાપિત કાશ્મીરી હિંદુઓ નરક સમાન જીવન ગુજારી રહ્યા છે.

૧. પ્રત્યેક કુટુંબ માટે એકજ તંબૂ મળ્યો. એક સંપૂર્ણ પેઢી યુવાન બની ગઈ છે, તેથી કુટુંબ મોટું બની ગયું છે. તો પણ તેમને વધારાની ભૂમિ મળી નથી.

૨. સદર શરણાર્થી શિબિરોમાં સામાન્ય જીવન જીવી શકાય તેવી મૂળૂત સુવિધાઓ, ઉદા. અન્ન, પાણી, શિક્ષણ, વૈદ્યકીય સુવિધા, ઉદ્યોગધંધો (રોજગારી) ઇત્યાદિનો સંપૂર્ણ અભાવ છે તેમજ તે માટે કોઈપણ શાસકીય યોજના નથી.

૩. ચાર સહસ્ર લોકો માટે આજે પણ એકજ શૌચાલય ફાળવવામાં આવ્યું.

૪. તીવ્ર માનસિક તણાવને કારણે મહિલાઓનો માસિક ધર્મ સમય પહેલાં જ બંધ થઈ ગયો હોવાથી પ્રજનન-પ્રમાણ ઘટી ગયું છે.

૫. કાશ્મીરમાં હિંદુઓનાં મંદિરો ધ્વસ્ત કરીને તેમની ભૂમિ હડપવાના પ્રયત્ન ચાલુ જ છે.

૬. હિંદુઓના અસ્તિત્વનું નામોનિશાન બાકી ન રહે, તે માટે ત્યાંના ગામ, ચોક, પર્વત ઇત્યાદિનાં હિંદુ નામ ફેરવીને ઇસ્લામી નામકરણ કરવાનું કાર્ય યોજનાબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે.

 

કેવું છે આજનું કાશ્મીર ?

૧. ઘરોઘરમાં બેરિસ્ટર જિન્ના (પાકિસ્તાનના જનક)નું ચિત્ર લગાડનારું !

૨. મોટાભાગના સ્થાનો પર પાકિસ્તાનનો ધ્વજ લહેરાવનારું !

૩. પાકની જેમ પ્રત્યેક શુક્રવારે સાપ્તાહિક રજા  આપનારું !

૪. ક્રિકેટમાં પાકિસ્તાન જીતે ત્યારે વિજયોત્સવ ઊજવનારું !

૫. કેવળ ૨ ટકા હિંદૂ જનસંખ્યા ધરાવનારું અને મંદિરવિહોણું !