લોહીમાંનું હિમોગ્‍લોબિન વધારનારું ગાજર, બીટ અને પાલકનું સૂપ

‘લોહીમાંનું હિમોગ્‍લોબિન વધારવા માટે નીચે જણાવ્‍યા પ્રમાણે સૂપ બનાવીને સવારે અથવા સાંજે નયણે કોઠે લેવું. ૩ થી ૪ અઠવાડિયા સામાન્‍ય રીતે ૧ પાણીનું પવાલું (લગભગ ૪૦૦ મિ.લી.) સૂપ પ્રતિદિન પીવાથી હિમોગ્‍લોબિન ૮ ટકા પરથી ૧૧ થી ૧૨ ટકા સુધી વધે છે, એવો અનુભવ છે. નીચે ૧ પાણીનું પવાલું સૂપ બનાવવા માટેના ઘટકદ્રવ્‍યો અને તેની કૃતિ આપી છે.

વૈદ્ય મેઘરાજ પરાડકર

૧. ઘટકદ્રવ્‍યો

૧ ગાજર, પા અથવા અર્ધું બીટ, પાલકના ૧૦ થી ૧૫ પાન, અર્ધી ડુંગળી, લીલા મરચાંનો નાનો ટુકડો, આદુનો નાનો ટુકડો, ૧ ચમચી જીરું, ચપટી ધાણા, ૧ મોટી ચમચી ઘી, તેમજ સ્‍વાદ પૂરતું મીઠું અને ખાંડ

સૌ. જાનકી પાધ્‍યે

૨. કૃતિ

અ. ગાજર અને બીટ છોલી લેવું.

આ. ગાજર, બીટ, પાલક, ડુંગળી અને લીલું મરચું સમારી લેવા.

ઇ. એક લોહિયામાં (કડાઈમાં) અથવા તપેલીમાં થોડું ઘી મૂકવું. ઘી ગરમ થયા પછી તેમાં જીરું, ચપટી ધાણા, સમારેલી ડુંગળી, મરચું, આદુ (કચડેલું) નાખવું. ૧ – ૨ મિનિટ સાંતળવું. ત્‍યાર પછી તેમાં સમારેલા બીટ, ગાજર અને પાલક નાખવા. આ સર્વ શાક ચડે તેટલું પાણી નાખીને શાક ચડાવી લેવા.

ઈ. ચડેલા શાક ઠંડાં કરવા મૂકવા. તે ઠંડા થયા પછી મિક્સરમાં વાટી લેવા. વાટેલું મિશ્રણ સૂપની ગળણીથી ગાળી લેવું. શાક ચડાવેલું પાણી પણ તેમાં ભેળવવું.

ઉ. ગાળેલું મિશ્રણ જો ઘાટું હોય, તો તેમાં થોડું પાણી ભેળવીને એક વાર ઉકાળવું.

ઊ. તેમાં સ્‍વાદ પૂરતું મીઠું અને ખાંડ નાખીને સૂપ ગરમ ગરમ પીવા માટે આપવું.

એ. તેમાં આવશ્‍યકતા અનુસાર ઉપરથી ઘી, જીરું અને હિંગનો વઘાર કરી શકાય. સ્‍વાદ માટે લિંબુ નીચવો તો પણ ચાલે. ભાવતું હોય, તો ઘરનું તાજું માખણ પણ નાખી શકાય.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર અને સૌ. જાનકી નીલેશ પાધ્‍યે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૩.૧.૨૦૨૧)

Leave a Comment