સિક્કિમમાંની ચીનની સીમા નજીક સ્થિત ‘હનુમાન ટોક’ એ જાગૃત દેવસ્થાન

સિક્કીમની રાજધાની ગંગટોકથી ૮ કિલોમીટરના અંતર પર હિમાલય પર્વતની તળેટીમાં ‘હનુમાન ટોક’ નામનું પવિત્ર સ્‍થાન વસેલું છે. આ પર્વતશિખરોમાં ‘હનુમાન ટોક’ એ એક ટેકરી છે. એવું કહેવાય છે કે, હનુમાનજીએ જ્‍યારે હિમાલયમાંથી સંજીવની વનસ્‍પતિ ધરાવતો દ્રોણગિરી પર્વત લઈને લંકાની દિશામાં ઉડાણ કર્યું.