નાસ્‍તાની વસ્‍તુઓ રાખવા માટે છાપાંનો ઉપયોગ કરવો આરોગ્‍ય માટે જોખમકારી

Article also available in :

દિવાળીમાં કરવામાં આવતી નાસ્‍તાની વસ્‍તુઓ મૂકવા માટે, તેમાંનું તેલ શોષાઈ જાય એ માટે છાપાંનો ઉપયોગ કરવામાં આવે છે; તેને કારણે ગંભીર માંદગીનું જોખમ અધિક છે. નાસ્તાના અનેક પદાર્થ તળેલા હોય છે, તેથી તે મૂકવા માટે અને તેલ શોષાઈ જાય તે માટે તેને છાપાં પર ફેલાવીને મૂકવામાં આવે છે. છાપાંમાં જે શાહીનો ઉપયોગ કરવામાં આવે છે, તે આરોગ્‍ય માટે અત્‍યંત જોખમી હોય છે. તેને કારણે કર્કરોગનું જોખમ પણ વધે છે.

૧. માસિકો અથવા છાપાંની શાહી તળેલી વસ્‍તુઓમાં સહેજે શોષાઈ જાય છે. શાહીમાંનો ગ્રેફાઇટ ઘાતક હોવાથી તેને કારણે કર્કરોગ થવાનું જોખમ પણ હોય છે.

૨. શરીરમાંના ઝેરીલા ઘટક મૂત્રવિસર્જન દ્વારા અથવા શૌચ દ્વારા બહાર ફેંકાય છે; પણ ગ્રેફાઇટ શરીરમાં સંગ્રહિત થાય છે. તેનું પરિણામ મૂત્રપિંડ અને ફેફસાં પર થાય છે.

૩. છાપાંની શાહીમાં રહેલા સૉલવંટ્સ પચનક્રિયામાં બગાડ ઉત્‍પન્‍ન કરે છે. તેમજ હાર્મોન્‍સના સ્‍તરનો સમતોલ બગાડે છે. પરિણામે કર્કરોગ થવાનું જોખમ વધે છે.

૪. છાપાં કરતાં માસિકના કાગળ વાપરવાનું પણ જોખમકારક છે. કાગળ વધારે ગ્‍લૉસી બનાવવા માટે તેમજ શાહી ફેલાય નહીં તે માટે ઉપયોગમાં લેવાતા ઘટકો વધારે જોખમકારી હોય છે.

૫. પદાર્થમાંનું વધારાનું તેલ શોષાઈ જાય તે માટે ટીશ્‍યુ પેપર અથવા ટુવાલનો ઉપયોગ કરો.

ટીશ્‍યુ પેપર અથવા ટુવાલ જથ્‍થાબંધ લેવાથી વધારે મોંઘા પડતા નથી; પણ કાગળનો જ ઉપયોગ કરવાનું થાય તો ઓછામાં ઓછું છપાઈ ન કરેલો કાગળ ઉપયોગમાં લઈ શકાય છે.

Leave a Comment