ગુજરાતમાં રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે સનાતન સંસ્થા વતી અપાયેલાં નિવેદનો

   
રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે કાયદેસર રીતે વ્યવસ્થા હોવા છતાં પણ સ્વતંત્રતા દિવસ પર પ્લાસ્ટિકના ધ્વજ બધે જ પડેલા જોવા મળે છે. રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે તેમજ ધ્વજસંહિતામાં વિશદ કરેલા નિયમોનું પાલન થતું નથી. નાના બાળકો અને યુવાપેઢી પર રાષ્ટ્રપ્રેમનો સંસ્કાર કેળવાતો નથી. તે માટે શાસને કાર્યવાહી કરવી, આ વિશેનું નિવેદન ગુજરાતના વિવિધ જિલ્લાઓંમાં હિંદુ જનજાગૃતિ સમિતિ અને સનાતન સંસ્થા વતી સરકારને આપવામાં આવ્યું.
ઉમરગામના માજી ધારાસભ્ય શ્રી રમણ પાટકર (ડાબી બાજુએ),મામલતદાર શ્રી. મકવાણા તથા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મણિભાઈ પટેલને નિવેદન આપતી સમયે
     સદર અભિયાન અંતર્ગત સુરતમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી. મકવાણા, ઉમરગામમાં માજી ધારાસ્ય શ્રી રમણ પાટકર, મામલતદાર શ્રી. મકવાણા, જિલ્લા પંચાયતના સદસ્ય  શ્રી. મણિભાઈ પટેલ, વલસાડમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ભગતસિંહ ચૂડાસમા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી. બી. એમ. પટેલ, કર્ણાવતીમાં અધિક નિવાસી ડેપ્યુટી કલેક્ટર મમતા સોજિત્રા  તેમજ વડોદરામાં શિક્ષણ અધિકારી શ્રી. એમ.એલ રત્નુને આ વિશેનું નિવેદન આપવામાં આવ્યું હતું.  
અધિક નિવાસી ડેપ્યુટી કલેક્ટર મમતા ભરત સોજિત્રાને નિવેદન આપતી વેળાએ સૌ. શીલા દાતાર અને સૌ. પારૂલ માંડે

   આ પ્રસંગે હિંદુ જનજાગૃતિ સમિતિ નિર્મિત રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે  તે માટેની ધ્વનિચિત્રફીત જોઈને વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી. રત્નુએ ત્વરિત તેની પ્રત મંગાવી અને સર્વ વિભાગમાંના શિક્ષણાધિકારીઓને તે  વૉટ્સ એપ  દ્વારા મોકલાવી.

Leave a Comment