મકરસંક્રાંતિનું મહત્ત્વ

ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ આ તહેવાર પરસ્પરના દ્વેષ ભૂલી જઈને પ્રેમભાવ વૃદ્ધિંગત કરવા માટે ઊજવવામાં આવે છે. મકરસંક્રાંતિ ભલે અયન-વાચક તહેવાર હોય, છતાં પણ હિંદુ ધર્મમાં તેને ઘણી રીતે મહત્ત્વ પ્રાપ્ત થયું છે. મકરસંક્રાંતિનું મહત્ત્વ કેટલાંક સૂત્રો દ્વારા સમજી લઈએ.

 

મકરસંક્રાંતિ વિશેનું આધ્‍યાત્‍મિક વિવેચન

તહેવાર, ઉત્‍સવ અને વ્રતોને અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય આધાર હોવાથી તે ઊજવતી વેળાએ તેમાંથી ચૈતન્‍ય નિર્માણ થાય છે અને તેના દ્વારા સર્વસામાન્‍ય માનવીને પણ ઈશ્‍વર ભણી જવામાં સહાયતા મળે છે. આવું મહત્વ ધરાવનારા તહેવાર ઊજવવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર જાણી લઈને ઊજવવાથી તેની ફળનિષ્‍પત્તિ વધારે હોય છે. એ માટે અત્રે સંક્રાંતિ અને તે ઊજવવાની વિવિધ કૃતિઓ પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર આપી રહ્યા છીએ.

 

મકરસંક્રાંતિનું વ્યવહારિક મહત્ત્વ

આ દિવસે પ્રત્યેક જીવ ‘તલસાંકળી લો, મીઠું બોલો’ એમ કહીને આત્મીય બને છે. આ દિવસે અન્યોને તલસાંકળી આપતા પહેલાં ભગવાનને ધરવી. તેના કારણે તલસાંકળીમાં રહેલી શક્તિ અને ચૈતન્ય ટકી રહે છે.

 

ઉત્તરાયણ અને દક્ષિણાયન

મકરસંક્રાંતિના દિવસે સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ થાય છે. સૂર્યભ્રમણને કારણે પડનારો ફેર પૂરવા માટે પ્રત્‍યેક ૮૦ વર્ષ પછી સંક્રાંતિનો એક દિવસ આગળ ઠેલાય છે. આ દિવસે સૂર્યનું ઉત્તરાયણ ચાલુ થાય છે. કર્કસંક્રાંતિથી મકરસંક્રાંતિના કાળને ‘દક્ષિણાયન’ કહે છે. દક્ષિણાયનમાં મૃત્‍યુ પામેલી વ્‍યક્તિ ઉત્તરાયણમાં મૃત્‍યુ પામેલી વ્‍યક્તિ કરતાં દક્ષિણલોકમાં (યમલોકમાં) જવાની સંભાવના વધારે હોય છે.

 

મકરસંક્રાંતિનું સાધનાની દૃષ્ટિએ મહત્ત્વ

આ દિવસે સૂર્યનું ઉત્તરાયણ ચાલુ થાય છે. આ કાળમાં રજ-સત્ત્વયુક્ત લહેરોનું પ્રમાણ અધિક હોવાથી આ કાળ સાધના કરવા માટે પૂરક હોય છે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીનું વાતાવરણ વધારે ચૈતન્યમય હોય છે. સાધના કરનારા જીવને આ ચૈતન્યનો સર્વાધિક લાભ મળે છે. આ દિવસે પ્રત્યેક જીવે વાતાવરણમાંનું રજ-તમ વધારવાને બદલે વધારેમાં વધારે સાત્ત્વિકતા નિર્માણ કરીને તે ચૈતન્યનો લાભ કરી લેવો.

 

મકરસંક્રાંતિનો દિનાંક શા માટે ફરે છે ?

‘જ્‍યોતિષ વિદ્વાનો અનુસાર વર્ષ ૧૯૦૦ થી ૧૯૬૫ના સમયગાળામાં મકરસંક્રાંતિ ૧૩ જાન્‍યુઆરીના દિવસે ઊજવવામાં આવી હતી. તે પહેલાં પણ આ તહેવાર ક્યારેક ૧૨, તો ક્યારેક ૧૩ જાન્‍યુઆરીના દિવસે ઊજવવામાં આવ્‍યો હતો. સ્‍વામી વિવેકાનંદનો જન્‍મ ૧૨ જાન્‍યુઆરી ૧૮૬૩ના દિવસે થયો હતો. તેમની કુંડલીમાં સૂર્ય મકર રાશિમાં હતો; અર્થાત્ તે સમયે ૧૨ જાન્‍યુઆરીના દિવસે મકરસંક્રાંતિ હતી. ૨૦મા શતકમાં મકરસંક્રાંતિ ૧૩-૧૪ જાન્‍યુઆરીના દિવસે, જ્‍યારે વર્તમાનમાં ૧૪ અથવા ૧૫ જાન્‍યુઆરીના દિવસે આવે છે. ૨૧મું શતક સમાપ્‍ત થતાં થતાં, મકરસંક્રાંતિ ૧૫-૧૬ જાન્‍યુઆરીના દિવસે ઊજવવામાં આવશે.

આ વર્ષે આ તહેવાર ૧૫ જાન્‍યુઆરીના દિવસે ઊજવવામાં આવશે. આગામી વર્ષોમાં આ તહેવારના દિનાંકમાં પાલટ થશે. વર્ષ ૨૦૪૭ પછી મોટાભાગે ૧૫ જાન્‍યુઆરીના દિવસે જ મકરસંક્રાંતિ ઊજવવામાં આવશે. મકરસંક્રાંતિના દિનાંકમાં થયેલો આ ફેરફાર અધિકમાસ અને ક્ષયમાસને કારણે થાય છે. એવું શા માટે થાય છે, આ બાબત સદર લેખ દ્વારા જાણી લઈએ !

૧. અયનાંશ ગતિમાં ફેર થવો

સૂર્ય પ્રત્‍યેક માસમાં રાશિ પરિવર્તન કરે છે. એક રાશિની ગણના ૩૦ અંશની હોય છે. સૂર્ય એક અંશની લંબાઈ ૨૪ કલાકમાં પૂર્ણ કરે છે. ‘પંચાંગકર્તા’ અનુસાર અયનાંશ ગતિમાં ફેર થવાથી ૭૧-૭૨ વર્ષોમાં એક અંશ લંબાઈનો ફેર આવે છે. અંગ્રેજી દિનદર્શિકા અનુસાર એક વર્ષ ૩૬૫ દિવસ અને ૬ કલાકનું હોય છે. પ્રત્‍યેક ચોથા વર્ષે ‘લીપ ઇયર’ (ફેબ્રુઆરી માસ ૨૯ દિવસનો આવે છે) હોય છે. ચોથા વર્ષમાં આ વધારાના કલાક ગણીને એક દિવસ થાય છે. આ જ કારણસર પ્રત્‍યેક ચોથા વર્ષ પછી મકરસંક્રાંતિ એક દિવસ પછીથી ઊજવવામાં આવે છે.

૨. પ્રત્‍યેક વર્ષમાં અર્ધા કલાકનું મોડું

પ્રત્‍યેક વર્ષે સૂર્યનું આગમન ૩૦ મિ. વિલંબથી થાય છે. પ્રત્‍યેક ત્રીજા વર્ષે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ એક કલાક મોડેથી થાય છે. ૭૨ વર્ષમાં સદર ફેર ૧ દિવસનો થાય છે. અધિકમાસ-ક્ષયમાસને કારણે સમાયોજન થતું રહે છે.

૩. કયા વર્ષે મકરસંક્રાંતિ ૧૩ જાન્‍યુઆરીના દિવસે ઊજવવામાં આવી ?

વર્ષ ૧૯૦૦, ૧૯૦૧, ૧૯૦૨, ૧૯૦૫, ૧૯૦૬, ૧૯૦૯, ૧૯૧૦, ૧૯૧૩, ૧૯૧૪, ૧૯૧૭, ૧૯૧૮, ૧૯૨૧, ૧૯૨૨, ૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૯, ૧૯૩૩, ૧૯૩૭, ૧૯૪૧, ૧૯૪૫, ૧૯૪૯, ૧૯૫૩, ૧૯૫૭, ૧૯૬૧, ૧૯૬૫

૪. ૧૫ જાન્‍યુઆરના દિવસે આ પહેલાં આવેલી અથવા ભવિષ્‍યમાં આવનારી મકરસંક્રાંતિ !

વર્ષ ૨૦૧૨, ૨૦૧૬, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૪, ૨૦૨૮, ૨૦૩૨, ૨૦૩૬, ૨૦૪૦, ૨૦૪૪, ૨૦૪૭, ૨૦૪૮, ૨૦૫૧, ૨૦૫૨, ૨૦૫૫, ૨૦૫૬, ૨૦૫૯, ૨૦૬૦, ૨૦૬૩, ૨૦૬૪, ૨૦૬૭, ૨૦૬૮, ૨૦૭૧, ૨૦૭૨, ૨૦૭૫, ૨૦૭૬, ૨૦૭૯, ૨૦૮૦, ૨૦૮૩, ૨૦૮૪, ૨૦૮૬, ૨૦૮૭, ૨૦૮૮, ૨૦૯૦, ૨૦૯૧, ૨૦૯૨, ૨૦૯૪, ૨૦૯૫, ૨૦૯૯ અને ૨૧૦૦. (પંચાંગ સંદર્ભ અને પંડિતોએ આપેલી જાણકારી પ્રમાણે)’

સંકલન : સતીશ અલોણી

 

સંક્રાંતને દિવસે તલનો ઉપયોગ કરવાનું મહત્ત્વ

આ પર્વના દિવસે તલને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સંક્રાંતિ સમયે તલનો ઉપયોગ વધારેમાં વધારે રીતે કરે છે. આ દિવસે મહાદેવજીને તલ-ચોખા અર્પણ કરવાનું અથવા તલ-ચોખા મિશ્રિત અર્ઘ્ય અર્પણ કરવાનું વિધાન છે. તેમજ બ્રાહ્મણોને તલદાન આપવું, શિવમંદિરમાં તલના તેલના દીવા પ્રગટાવવા, પિતૃશ્રાદ્ધ કરવું (આમાં તિલાંજલિ આપે છે) એનું પણ આ દિવસે મહત્ત્વ છે. શ્રાદ્ધમાં તલનો ઉપયોગ કરવાથી અસુર ઇત્યાદિ શ્રાદ્ધમાં વિઘ્ન લાવતા નથી.

તલનું ઉટવણું, તલમિશ્રિત પાણીથી સ્નાન, તલમિશ્રિત પાણી પીવું, તલનો હવન કરવો, રસોઈમાં તલનો ઉપયોગ કરવો, તેમજ તલનું દાન આ બધા જ પાપનાશક પ્રયોગો છે; તેથી આ દિવસે તલ, ગોળ, તેમજ સાકરમિશ્રિત લાડુ આરોગવાનું, તેમજ દાન દેવાનું અપાર મહત્ત્વ છે. આયુર્વેદ અનુસાર ઠંડીના દિવસોમાં આવનારી સંક્રાંતિને દિવસે તલ આરોગવા લાભદાયક ઠરે છે.

તલસાંકળીનું મહત્વ

તલમાં સત્વલહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોવાથી તલ-ગોળના સેવનથી અંતર્શુદ્ધિ થઈને સાધના સારી થવામાં સહાયતા થાય છે. તેમજ તલ-ગોળ એકબીજાને આપવાથી સાત્ત્વિકતાનું આદાન-પ્રદાન થાય છે.

 

સંક્રાંતના દિવસોમાં સ્ત્રીઓએ હળદર-કંકુ કરવાનું મહત્ત્વ

૧. હળદર-કંકુ લગાડવું

હળદર-કંકુ લગાડવાથી સુવાસિનીમાં રહેલું શ્રી દુર્ગાદેવીનું સુપ્ત તત્ત્વ જાગૃત થઈને હળદર-કંકુ લગાડનારી સુવાસિનીનું કલ્યાણ કરે છે.

૨. અત્તર લગાડવું

અત્તરમાંથી પ્રક્ષેપિત થનારા ગંધકણોને કારણે દેવતાનું તત્ત્વ પ્રસન્ન થઈને તે સુવાસિની માટે ઓછા સમયગાળામાં કાર્ય કરે છે (તે સુવાસિનીનું કલ્યાણ કરે છે).

૩. ગુલાબજળ છાંટવું

ગુલાબજળમાંથી પ્રક્ષેપિત થનારી સુગંધિત લહેરોને કારણે દેવતાની લહેરો કાર્યરત થઈને વાતાવરણની શુદ્ધિ થાય છે અને હળદર-કંકુ કરનારી સુવાસિનીને કાર્યરત દેવતાના સગુણ તત્ત્વનો અધિક લાભ થાય છે.

૪. વાયન (દાન ) આપવું

ધર્મશાસ્ત્ર અનુસાર આ દિવસે દાન, જપ તેમજ ધાર્મિક અનુષ્ઠાન ઇત્યાદિનું ઘણું મહત્ત્વ કહ્યું છે. વાયન આપતી સમયે સાડીના પાલવના છેડાનો વાયનને આધાર આપવામાં આવે છે. દાન આપવું એટલે બીજા જીવમાં રહેલા દેવતત્ત્વને તન,મન અને ધનના ત્યાગ થકી શરણ જવું. પાલવના છેડાનો આધાર આપવો, એટલે કે, વસ્ત્રોનો (દેહબુદ્ધિનો) ત્યાગ કરવા શીખવું. સંક્રાંતિના સમયગાળા દરમ્યાન આપેલા વાયનને કારણે દેવતા જલદી પ્રસન્ન થાય છે.

વાયન તરીકે શું આપવું ?

સાબુ, પ્લાસ્ટિકની વસ્તુઓ આના જેવી અધાર્મિક વસ્તુઓનું દાન દેવાને બદલે સૌભાગ્યલંકાર, ઉદબત્તી, ઉટાવણું, દેવતાના ચિત્રો, ધાર્મિક ગ્રંથ, પોથી, અધ્યાત્મ વિશેની ધ્વનિતબકડીઓ ઇત્યાદિ અધ્યાત્મને પૂરક એવી વસ્તુઓ દાન તરીકે આપવી.

મકરસંક્રાંતિના દિવસે આપેલા દાનનું મહત્વ

ધર્મશાસ્‍ત્ર અનુસાર આ દિવસે દાન, જપ, તેમજ ધાર્મિક અનુષ્‍ઠાન કરવાનું મહત્વ  વિશદ કરેલું છે. આ દિવસે આપેલું દાન પુનર્જન્‍મ થયા પછી ૧૦૦ ગણું પ્રાપ્‍ત થાય છે.’

૫. ખોળો ભરવો

ખોળો ભરવો, એટલે શ્રી દુર્ગાદેવીની બ્રહ્માંડમાં કાર્યરત રહેલી ઇચ્છાશક્તિને આવાહન કરીને શ્રી દુર્ગાદેવીને કાર્ય કરવાની ઇચ્છા પ્રબળ કરવા જેવું છે. દેવતાની કાર્યરત ઇચ્છાશક્તિમાંથી જ દેવતાની કૃપા વહેલા સંપાદન કરી લેવાનું ફાવે છે.

 

કિંક્રાંતિ

સંક્રાંતિના બીજા દિવસને કિંક્રાંતિ અથવા કરિદિન કહેવામાં આવે છે. આ દિવસે દેવીએ કિંકરાસુરને મારી નાખ્‍યો.

 

ઉત્તરાયણની વાટ જોતા સંકલ્પ બળથી
૫૮ દિવસો સુધી શરશૈયા પર પડ્યા રહેનારા ભીષ્માચાર્ય

ઉત્તરાયણની વાટ જોનારા ભીષ્મ પિતામહજીએ ઉત્તરાયણ ચાલુ થયા પછી જ દેહત્યાગ કરવાનું પસંદ કર્યું હતું. જગના કોઈપણ યોદ્ધાએ શરશૈયા પર અઠ્ઠાવન દિવસો સુધી તો શું પણ અઠ્ઠાવન્ન કલાક પણ સંકલ્પ બળથી જીવી બતાવ્યું નથી. તે કામ ભારતના ભીષ્મ પિતામહજીએ કરી બતાવ્યું.’

 

જીવન ભણી સાક્ષીભાવ રાખીને જોવાનું શીખવનારો સૂર્યદેવનો ઉત્સવ

પૃથ્વી સૂર્યની પાસે અને સૂર્યથી દૂર જવાની ક્રિયાનું જાણે સૂર્ય પર કાંઈ જ પરિણામ થતું નથી, તેવી જ રીતે માનવીએ તેના જીવન દરમ્યાન આવનારા ચઢઉતાર ભણી, સુખદુ:ખો ભણી, સમત્વ દૃષ્ટિએ, સાક્ષીભાવથી જોવું જોઈએ, એવો સંદેશ જાણે કેમ સંક્રાંતિના ઉત્સવ દ્વારા માનવને મળતો ન હોય !’

 

સૂર્યભગવાને તરસ્યા અશ્વોને પાણી
પાયેલી માટલી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર

સૂર્ય ભગવાને વધારેમાં વધારે ઉષ્ણતા આપીને પૃથ્વી પરનો બરફ પીગાળવા માટે સાધના (તપશ્ચર્યા) ચાલુ કરી. તે સમયે રથને જોડેલા અશ્વોને સૂર્ય ભગવાનની ઉષ્ણતા સહન ન થવાથી તેમને તરસ લાગી. તે સમયે સૂર્ય ભગવાને માટીની મટુકીમાંથી પૃથ્વી પરનું થોડું પાણી ખેંચી લઈને (જેમ કૂવામાંથી ઘડા દ્વારા પાણી કાઢીએ છીએ તેમ) અશ્વોને પાણી પાયું; તેથી સંક્રાંતના સમયે ઘોડાને પાણી પાયેલી માટલીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે માટીની માટલીઓ પૂજવાની પ્રથા ચાલુ થઈ. રથસપ્તમી સુધી સુવાસિનીઓ હળદરકંકુનું નિમિત્ત કરીને આ પૂજાયેલી માટલીઓનું વાયન (દાન) એકબીજાને ભેટ તરીકે આપે છે. આ ઘટના માટે કાળ સાક્ષીદાર છે.

 

તહેવારો, વ્રતવૈકલ્યો અને ધાર્મિક કૃતિઓ
એટલે, હિંદુધર્મએ ઈશ્વરપ્રાપ્તિ માટે આપેલી અણમોલ લહાણી !

જીવનમાંના દુ:ખો દૂર કરીને સતત સુખની શોધમાં ભમનારા મનુષ્યજીવને સાચું સુખ (આનંદ) એ કેવળ ધર્માચરણ દ્વારા જ મળે છે. દૈનંદિન પ્રંપચની જંજાળમાં વ્યસ્ત રહેનારા તમારા-મારા જેવા સંસારીઓ માટે ધર્માચરણની થોડીઘણી સંધિ ઉપલબ્ધ થાય છે, તે વિવિધ તહેવારો, ઉત્સવ, વ્રત, તેમજ નમસ્કાર, આરતી જેવી ધાર્મિક કૃતિઓના સ્વરૂપે જ. આ ધાર્મિક બાબતો ભક્તિભાવ વધારનારી, સાત્ત્વિકતા પ્રદાન કરનારી, સદગુણોની વૃદ્ધિ કરનારી અને કામનાઓની પૂર્તિ કરનારી છે. એ સિવાય આ ધાર્મિક બાબતોની મહત્ત્વની વિશિષ્ટતા એટલે, ઈશ્વરપ્રાપ્તિ કરી આપનારા યશોમંદિરના તેઓ સહેલાં સોપાન છે.

દશેરાને દિવસે વિદ્યાર્થીઓ પુસ્તકોનું પૂજન કરે છે, લક્ષ્મીપૂજનને દિવસે વેપારીઓ ત્રાજવું અને ચોપડા પૂજન કરે છે, આના જેવી કૃતિઓ પાછળનો હેતુ એ જ છે કે, સંબંધિત વસ્તુઓમાં ઈશ્વરનું રૂપ નિહાળવું, એટલે જ કે, ઈશ્વર સાથે એકરૂપતા સાધ્ય કરવાનો પ્રયત્ન કરવો. તહેવારો, વ્રત ઇત્યાદિને કારણે ઈશ્વરને જાણી લેવા, આ બાબત સર્વસામાન્ય માણસોને પણ સહેજે શક્ય બને છે.

એટલા માટે જ હિંદુઓ, આપણાં તહેવારો, વ્રત, ધાર્મિક કૃતિઓ ઇત્યાદિ તરફ ‘કેવળ વિશિષ્ટ ફળપ્રાપ્તિ થવા માટે કરવાનું કર્મ’ એવો સંકુચિત દૃષ્ટિકોણ રાખવાને બદલે, હિંદુ ધર્મએ ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે આપેલી તે એક અમૂલ્ય એવી સોનેરી તક છે, એમ સમજો !

સંદર્ભ : સનાતન સંસ્થા નિર્મિત ગ્રંથ – તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રત

 

આપત્‍કાળમાં મકર સંક્રાંતિ કેવી રીતે ઊજવવી ?

‘કોરોનાની પાર્શ્‍વભૂમિ પર ગત કેટલાક માસ તહેવાર-ઉત્‍સવ ઊજવવા વિશે અથવા વ્રતોનું આચરણ કરવામાં કેટલાક નિર્બંધ હતા. કોરોનાની પરિસ્‍થિતિ હજી ભલે પૂર્ણ રીતે અંકુશમાં ન હોય, છતાં પણ તે ધીમે ધીમે પહેલાં જેવી થતી જાય છે. આવા સમયે તહેવાર ઊજવતી વેળાએ આગળ જણાવેલાં સૂત્રો ધ્‍યાનમાં લેવાં.

૧. તહેવાર ઊજવવાના સર્વ આચાર, (ઉદા. હળદર-કંકુ સમારંભ, તલસાંકળી આપવી, બોરથી નવડાવવું ઇત્‍યાદિ) પોતાના ઠેકાણેની સ્‍થાનિક પરિસ્‍થિતિ જોઈને કોરોના વિશે શાસન-પ્રશાસને લાગુ કરેલા સર્વ નિયમોનું પાલન કરીને ઊજવવા.

૨. હળદર-કંકુનો કાર્યક્રમ આયોજિત કરતી વેળાએ એકજ સમયે સર્વ મહિલાઓને બોલાવવાને બદલે ૪-૪ના જૂથમાં ૧૫-૨૦ મિનિટના ગાળામાં બોલાવવી.

૩. તલસાંકળી સીધી જ આપવાને બદલે નાના પરબિડીયામાં આપીને તેની આપ-લે કરવી.

૪. એકબીજા સાથે મળતી વેળાએ, બોલતી વેળાએ માસ્‍કનો ઉપયોગ કરવો.

૫. કોઈપણ તહેવાર કે ઉત્‍સવ ઊજવવાનો ઉદ્દેશ એ પોતાનામાંના ‘સત્વગુણની વૃદ્ધિ કરવી’ એ હોય છે. તેથી આપત્‍કાલીન પરિસ્‍થિતિને કારણે પ્રથા પ્રમાણે તહેવાર-ઉત્‍સવ ઊજવવા વિશે મર્યાદાઓ ભલે આવતી હોય, તો પણ તે કાળમાં વધારેમાં વધારે સમય ઈશ્‍વરનું સ્‍મરણ, નામજપ, ઉપાસના ઇત્‍યાદિને આપીને જો સત્વગુણ વૃદ્ધિંગત કરવાનો પ્રયાસ કરવામાં આવે, તો જ સાચા અર્થમાં તહેવાર ઊજવ્‍યો, એમ કહી શકાશે.