શનૈશ્‍વર જયંતી

શનિદેવનું જન્મસ્થાન

ભારતમાં સૌરાષ્ટ્રમાં વૈશાખ અમાસના દિવસે મધ્યાહ્નને શનૈશ્ચરનો જન્મ થયો; તેથી આ દિવસે ‘શનૈશ્વર જયંતી’ ઊજવાય છે.

તીર્થક્ષેત્ર રહેલા શનિશિંગણાપૂર સ્‍થિત શનિદેવનું જાગૃત મંદિર

 

શનિદેવનું કાર્યક્ષેત્ર

મહારાષ્ટ્રમાંના શનિશિંગણાપૂર ખાતે શનિની મોટી કાળી શિલા છે અને ત્યાં શનિદેવની શક્તિ કાર્યરત છે. તેથી શનિશિંગણાપૂર એ શનિનું કાર્યક્ષેત્ર છે. શનૈશ્વર જયંતીના દિવસે શનિશિંગણાપૂરમાં મેળો ભરાય છે અને શનિદેવનો ઉત્સવ મનાવવામાં આવે છે.

 શનિ સાથે સંબંધિત શ્‍લોક

અ.           अगस्त्यङ् कुम्भकण शनिन् च वडवानलम् ।

आहारपाचनार्थाय, स्मरेद़् भीमं च पंचमम् ॥

અર્થ

અન્‍નનું પચન થાય તે માટે અગસ્‍તીમુનિ, કુંભકર્ણ, શનિ, વડવાનલ (અગ્‍નિ) અને ભીમ આ પાંચ જણનું સ્‍મરણ કરવું.

આ.             नीलांजनं समाभासं रविपुत्रं यमाग्रजम् ।

छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम् ॥

અર્થ

શનિદેવ નીલ અંજન જેવા લાગે છે. તે ભગવાન સૂર્યનારાયણના પુત્ર છે અને સાક્ષાત યમદેવના મોટાભાઈ છે. દેવી છાયા અને ભગવાન સૂર્યના પુત્ર શનિદેવને હું નમસ્‍કાર કરું છું.

સૌ. પ્રાજક્તા જોશી

 

શનૈશ્‍ચર જયંતીના દિવસે કરવાની સાધના

પ્રત્‍યેક માનવીની રાશિમાં શનિ પ્રવેશ કરીને સાડાસાત વર્ષ રહે છે. તેથી માનવીને જીવનમાં સાડાસાત વર્ષ શનિની પીડા સહન કરવી પડે છે. આને જ ‘શનિની સાડાસાતી’, એમ કહેવાય છે.

અ. શનિના પીડા પરિહારક દાન

સુવર્ણ, લોખંડ (લોઢું), નીલમણિ, અડદ, ભેંસ, તેલ, કાળો ધાબળો, કાળાં અથવા વાદળી ફૂલો

આ. જપસંખ્‍યા

ત્રેવીસ સહસ્ર

ઇ. પૂજા

પૂજા માટે શનિની લોઢાની પ્રતિમાનો ઉપયોગ કરવો.

ઈ. લોખંડની શનિની પ્રતિમાનું પૂજન અને દાનનો સંકલ્‍પ

मम जन्मराशे: सकाशात् अनिष्टस्थानस्थितशने: पीडापरिहारार्थम् एकादशस्थानवत् शुभफलप्राप्त्यर्थं लोहप्रतिमायां  तत्प्रीतिकरं (अमुक) (टीप) दानं च करिष्ये ।

અર્થ

હું મારી જન્‍મકુંડલીમાં અનિષ્‍ટ સ્‍થાન પર રહેલા શનિની પીડા દૂર થાય અને તે અગિયારમા સ્‍થાનમાં હોય એ પ્રમાણે શુભ ફળ આપનારો થાય, તે માટે લોઢાની શનિમૂર્તિની પૂજા અને શનિદેવ પ્રસન્‍ન થાય, એ માટે ‘અમુક’ વસ્‍તુનું દાન કરું છું.

નોંધ – ‘અમુક’ આ શબ્‍દના સ્‍થાન પર જે વસ્‍તુનું દાન કરવાનું હોય, તે વસ્‍તુનું નામ લેવું.

ઉ. ધ્‍યાન

अहो सौराष्ट्रसञ्जात छायापुत्र चतुर्भुज ।

कृष्णवर्णार्कगोत्रीय बाणहस्त धनुर्धर ॥

त्रिशूलिश्‍च समागच्छ वरदो गृध्रवाहन ।

प्रजापते तु संपूज्य: सरोजे पश्‍चिमे दले ॥

અર્થ

શનિદેવે સૌરાષ્‍ટ્રમાં અવતાર લીધો. તે સૂર્ય અને છાયાદેવીના પુત્ર છે. તેમને ચાર હાથ છે. તેમનો રંગ કાળો છે. તેમના એક હાથમાં ધનુષ્‍ય, એક હાથમાં બાણ અને એક હાથમાં ત્રિશૂળ છે. ચોથો હાથ વરદાન આપનારો છે. ‘ગીધ’ તેમનું વાહન છે. તે સર્વ પ્રજાના પાલનકર્તા છે. નવગ્રહોના કમળમાં તેમની સ્‍થાપના પાછળની પાંખડીના ઠામે કરવામાં આવે છે. આવા આ શનિદેવની આરાધના કરવી.

ઊ. દાનનો શ્‍લોક

शनैश्‍चरप्रीतिकरं दानं पीडानिवारकम् ।

सर्वापत्तिविनाशाय द्विजाग्य्राय ददाम्यहम् ॥

અર્થ

શનિદેવને પ્રિય એવું દાન આપ્‍યા પછી પીડા અને સર્વ આપત્તિઓનું નિવારણ થાય છે. એવું આ દાન હું શ્રેષ્‍ઠ એવા બ્રાહ્મણોને આપું છું.

(સંદર્ભ : દાતે પંચાંગ)

– સૌ. પ્રાજક્તા જોશી (ફળ જ્‍યોતિષ વિશારદ), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૦.૫.૨૦૧૯)

 

શનિની પીડા દૂર કરવા માટે કઈ ઉપાસના કરવી  ?

૧. શનિની પીડા દૂર કરવા માટે મારુતિની ઉપાસના કરવી

શનિ સૂર્યપુત્ર છે અને મારુતિ સૂર્યના શિષ્‍ય છે. મારુતિની પ્રગટ શક્તિ શનિની પ્રગટ શક્તિ કરતાં અનેકગણી વધારે છે, તેથી શનિની સાડાસાતીનું પરિણામ મારુતિ પર થતું નથી. શનિવારે મારુતિની ઉપાસના કરીને તેમને આકડાનાં ફૂલો અને પાનોનો હાર પહેરાવીને કાળા અડદ અને તેલ ચડાવવાથી શનિની પીડા દૂર થાય છે.

૨. શનિની પીડા દૂર કરવા માટે શિવજીની ઉપાસના કરવી

શિવજીનું શનિ પર અધિપત્‍ય છે. શિવજીનું પ્રદોષ વ્રત જો શનિવારે આવે તો તેને શનિપ્રદોષ કહેવાય છે. શનિપ્રદોષના દિવસે ઉપવાસ કરીને પ્રદોષકાળમાં શિવલિંગની બીલીપત્ર ચડાવીને પૂજા કરવાથી અને શિવજીને પંચામૃતથી અભિષેક કરવાથી અથવા શિવજી માટે હવન કરવાથી શિવજીની કૃપા પ્રાપ્‍ત થઈને શનિની પીડા દૂર થાય છે.

૩. શિવભક્ત પિપ્‍પલાદ ઋષિના દર્શન કરવાથી અથવા સ્‍મરણ કરવાથી શનિની પીડા દૂર થવી

દધિચી ઋષિના પુત્ર પિપ્‍પલાદ ઋષિ હતા. દધિચી ઋષિ અને તેમનાં પત્ની સુવર્ચાના દેહત્‍યાગ પછી નંદી અને શિવગણે બાળક પિપ્‍પલાદ ઋષિને શિવલોકમાં લઈ જઈને તેમનું પાલન-પોષણ કર્યું. પિપ્‍પલાદ ઋષિની ભક્તિથી પ્રસન્‍ન થઈને શિવજીએ તેમને આશીર્વાદ આપ્‍યા કે, પિપ્‍પલાદ ઋષિના દર્શન કરવાથી અથવા તેમનું સ્‍મરણ કરવાથી શનિની પીડા દૂર થશે.

 

શનૈશ્‍ચરકવચસ્‍તોત્ર સાંભળતી
વેળાએ થયેલી સારી અને ત્રાસદાયક અનુભૂતિ

૧. માર્ચ ૨૦૧૬માં હું શનૈશ્‍ચરકવચસ્‍તોત્રમાંના આરંભના શ્‍લોક સાંભળતી વેળાએ મારા દેહમાં જણાઈ રહેલી વેદનાઓ અને ગળા પર જણાવનારું દબાણ ઓછું થયું હોવાનું જણાયું. સ્‍તોત્રમાંના આગળના શ્‍લોક સાંભળતી વેળાએ મારા જમણા પગના સ્‍નાયુઓમાં વેદના જણાઈ અને મારા જમણા પગના પગલામાં સૂક્ષ્મમાંથી હિલચાલ થઈ રહી છે અને મને વેદના થઈ રહી છે, એવું મને જણાયું. મારા જમણા પગના પગલામાં જણાઈ રહેલી વેદના જમણા પગના અંગૂઠામાંથી બહાર પડવાનો માર્ગ શોધી રહી છે, એવું મને જણાયું. ત્‍યારે મારા જમણા પગના અંગૂઠાના નખ નીચે પુષ્‍કળ દબાણ જણાતું હતું. થોડા સમય પછી મારા ડાબા પગમાંથી વેદનાનો પ્રવાહ વહી રહ્યો છે, એવું મને જણાયું. શનિકવચસ્‍તોત્ર સાંભળવાથી મારા પ્રારબ્‍ધમાં રહેલી શનિપીડા પગમાંની વેદનાના સ્‍વરૂપમાં પ્રગટ થઈને પગલામાંથી બહાર પડવા માટે અંગૂઠામાંથી માર્ગ શોધી રહી છે, એવું મને લાગ્‍યું.

શાસ્‍ત્ર

શનિની પીડા માનવીના પગમાંથી પ્રવેશ કરે છે અને તે જ માર્ગથી દૂર થાય છે.

૨. દેહમાંના અવયવો ફરતે સૂર્યના તેજનું સંરક્ષણકવચ નિર્માણ થવું અને શીતલતા જણાવવી

શનૈશ્‍ચરકવચસ્‍તોત્ર સાંભળતી વેળાએ મારા શરીરમાંના વિવિધ અવયવોની ફરતે સૂર્યના તેજનું સંરક્ષણકવચ નિર્માણ થયું છે, એવું મને જણાયું; પરંતુ આશ્‍ચર્ય એટલે મને ઉષ્‍ણતા જણાવવાને બદલે એક જુદા જ પ્રકારની શીતલતા જણાઈ.

શાસ્‍ત્ર

શનિ સૂર્યપુત્ર હોવાથી સાધિકાને સૂર્યના તેજના સંદર્ભમાં અનુભૂતિ થઈ.

૩. શનિદેવના સૂક્ષ્મ રૂપના દર્શન થવા

હું શનૈશ્‍ચરકવચસ્‍તોત્રનું શ્રવણ કરતી વેળાએ મને ઘેરા વાદળી રંગની આકૃતિમાંથી તેજસ્‍વી રૂપેરી પ્રકાશ બહાર પડતો હોવાનું દેખાયું અને તે આકૃતિ ફરતે કાળા રંગનો ઘેરો પડછાયો હોવાનું જણાયું.

શાસ્‍ત્ર

આ શનિદેવનું સૂક્ષ્મરૂપ છે, એવું મને જણાયું.

 

ભગવાન પ્રત્‍યે કૃતજ્ઞતા અને શનૈશ્‍ચરદેવતાને પ્રાર્થના !

વિવિધ ગ્રહદેવતાઓનું મહત્વ અને તેમની સાથે સંબંધિત ઉપાસના કરતી વેળાએ, તેમનો કોપ દૂર થઈને તેમની કૃપાદૃષ્‍ટિ કેવી રીતે મળે છે ?, તેની  ભગવાને મને ઋષિ અને સંતોએ રચેલાં વિવિધ સ્‍તોત્રોના માધ્‍યમ દ્વારા અનુભૂતિ પ્રદાન કરી છે. તે માટે હું ભગવાનનાં ચરણોમાં નતમસ્‍તક થઈને કૃતજ્ઞતા વ્‍યક્ત કરું છું. શનૈશ્‍ચર ભગવાને અમો સાધકો પર અખંડ કૃપાદૃષ્‍ટિ  રાખવી, એવી તેમના ચરણોમાં પ્રાર્થના છે.

– કુ. મધુરા ભોસલે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

* આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલી અનુભૂતિઓ ‘જ્યાં ભાવ ત્યાં ભગવાન’ આ ઉક્તિ પ્રમાણે સાધકોની વ્યક્તિગત અનુભૂતિઓ છે. બધાને આવી અનુભૂતિઓ થશે, એવું નથી. – તંત્રી

Leave a Comment