પુષ્પથી બની ઔષધી

પુષ્પથી બની ઔષધી

 

૧. પ્રસ્‍તાવના

‘પુષ્પથી બની ઔષધી’ આ ઔષધોપચાર પદ્ધતિનો શોધ ડૉ. એડવર્ડ બાશ, (એમ્.બી.બી.એસ્.), લંડન, એ કર્યો. ‘સાદી અને સહેલી ઉપાયપદ્ધતિ (ઔષધોપચાર પદ્ધતિ) હોવી’, આ હેતુથી તેમણે પોતાનો સારો ચાલી રહેલો વ્‍યવસાય બંધ કર્યો અને આગળના સંશોધન માટે તેઓ જંગલમાં ગયા. ધીમે ધીમે ફૂલોના ઔષધી ઉપયોગ તેમને ધ્‍યાનમાં આવ્‍યા. તેમણે લગભગ ૪૦ વર્ષ આ પદ્ધતિનો અભ્‍યાસ કર્યો અને ૩૯ પ્રકારની ઔષધીઓ સિદ્ધ કરી. આ પૅથીનો અભ્‍યાસ કરતા કરતા તેમણે નિસર્ગના આગળ જણાવેલાં તત્વોનો વિચાર કર્યો.

અ. નિસર્ગ હંમેશાં પૂર્ણત્‍વની દિશામાં ક્રમણ કરે છે.

આ. નિસર્ગ પુષ્‍કળ પ્રમાણમાં નિર્મિતિ કરે છે.

ઇ. નિસર્ગના માર્ગો ઘણાં સહેલા હોય છે.

ઈ. નૈસર્ગિક માર્ગ એ નિત્‍યસ્‍વરૂપી હોય છે.

આ જો સાચું હોય, તો નક્કી જ ‘નિસર્ગ દ્વારા કોઈપણ દુષ્‍પરિણામ ન કરનારી અને પોતે જ પોતાના પર ઉપચાર કરી શકાય, એવી ઉપચાર પદ્ધતિ ઉપલબ્‍ધ કરી રાખી હશે’, એવો વિચાર થયો. આ ઉપચાર પદ્ધતિ એટલે ‘પુષ્પથી બની ઔષધી’ છે. તેમાં ૩૯ ઔષધીઓ છે અને તે જંગલમાં ઉગનારાં ફૂલો દ્વારા સિદ્ધ કરેલી છે. આ સર્વ ઔષધીઓ નૈસર્ગિક સ્‍વરૂપમાં છે તેમજ તેમના કોઈપણ દુષ્‍પરિણામ થતાં નથી. આ પદ્ધતિને કારણે વ્‍યક્તિમત્‍વમાં પાલટ થાય છે. આ પદ્ધતિમાં વ્‍યક્તિમત્‍વ અનુસાર ઔષધી આપવામાં આવે છે.

 

૨. પુષ્પથી બની ઔષધીની વિશિષ્‍ટતાઓ

૨ અ. સ્‍વરૂપ

૧. આમાં કેવળ ૩૯ ઔષધીઓ છે.

૨. સર્વ ઔષધીઓ સમજવામાં સહેલી છે.

૩. આ ઔષધીઓ મીઠી ગોળીઓના સ્‍વરૂપમાં ઉપલબ્‍ધ છે.

૨ આ. ઔષધીઓ લેવાની પદ્ધતિ

આધુનિક વૈદ્ય પ્રવીણ મેહતા

૧. આ ઔષધીઓને ખાવા-પીવા સાથે કોઈપણ બંધન નથી.

૨. આ ઔષધીઓના માઠાં પરિણામો (Contra-indications) નથી, અર્થાત્ ‘આ ઔષધીઓ કોને આપવી નહીં’, એવું ક્યાંયે સૂચિત કર્યું નથી. સહુકોઈને તે લાગુ છે.

૩. આ ઔષધીઓ કોઈપણ સમયે લઈએ તો પણ ચાલે. ‘તે જમવા પહેલાં અથવા જમ્‍યા પછી લેવી’, એવું કોઈપણ બંધન નથી. તે ચા, કૉફી, પીવાના પાણીમાં ભેળવીને લઈ શકાય છે. તેને કારણે સ્‍વાદમાં ફેર પડતો નથી.

૪. આ ઔષધીઓ કેવળ ચગળીને (ધીમે ધીમે ચાવીને) ખાવાની હોય છે.

૫. આ ૫ પ્રકારની ઔષધીઓ એકજ સમયે એકત્રિત કરીને લઈ શકાય છે.

૬. આ ઔષધીઓ માંદગીના સ્‍વરૂપ અનુસાર દિવસ દરમ્‍યાન ઘણીવાર લઈ શકાય છે. દીર્ઘ માંદગીમાં દિવસ દરમ્‍યાન એક થી બેવાર લેવી.

૭. સદર ઔષધીઓ નવજાત શિશુથી માંડીને વૃદ્ધ વ્‍યક્તિ સુધી કોઈપણ, તેમજ ગર્ભવતી મહિલાઓ પણ લઈ શકે છે.

ઇ. ઔષધીઓ ટકવાનો સમયગાળો

૧. આ ઔષધીઓ મુદતબાહ્ય (Outdated) થતી નથી. તે ગમે તેટલા વર્ષ સુધી ટકી શકે છે.

૨. આ ઔષધીઓ સુરક્ષિત છે અને તેમનાં કોઈપણ દુષ્‍પરિણામ થતાં નથી.

ઈ. ઔષધીઓનું પરિણામ

સદર ઔષધીઓનું પરિણામ તરત જ દેખાઈ આવે છે.

 

૩. પ્રથમોપચાર અને પુષ્પથી બની ઔષધી

પુષ્પથી બની ઔષધી (flower Remedy) આ એક અલગ ‘પૅથી’ છે. ઘણા આધુનિક વૈદ્યો આ પૅથીનો ઉપયોગ કરે છે. આ ઔષધોપચાર પદ્ધતિથી કોઈપણ પ્રકારની અસહ્ય વેદના તરત જ ઓછી થાય છે. ભલે ગમે તેટલી ગંભીર સ્‍થિતિ હોય, તો પણ આ ઔષધની એક માત્રા (ડોઝ) જ પૂરતી છે. બીજી માત્રા દેવાની આવશ્‍યકતા જ લાગતી નથી. આ કેવળ પ્રથમોપચાર તરીકે ઉપયોગી હોવાને બદલે આ ઔષધને કારણે રુગ્‍ણ સંપૂર્ણ રીતે સાજો થાય છે. શસ્‍ત્રક્રિયા કરવાના થોડા સમય પહેલાં આ ઔષધની એક માત્રા આપવાથી શસ્‍ત્રક્રિયા પછી અતિશય થોડા પ્રમાણમાં રક્તસ્રાવ થાય છે અને ઘા વહેલો રુઝાઈને રુગ્‍ણ વહેલો ઘરે જઈ શકે છે. તેથી પ્રત્‍યેકે આ ઔષધ પોતાની પ્રથમોપચાર પેટીમાં રાખવાની આવશ્‍યકતા છે.

રેસ્‍ક્યૂ રેમિડી (Rescue Remedy)

‘ગંભીર સ્‍વરૂપના અકસ્માત, દાઝવું, બળવું, ‘ઇલેક્‍ટ્રિક શૉક’, તેમજ વિષપ્રયોગ ઇત્‍યાદિ કારણોને લીધે જીવને જોખમ નિર્માણ થઈને વૈદ્યકીય કટોકટીની સ્‍થિતિ નિર્માણ થાય ત્‍યારે, આ સર્વ પ્રકારની માંદગી પર સદર ઔષધ ઉપયોગી છે.

૧. ગમે તેટલો ઊંડો ઘા હોય અને તેમાંથી રક્તસ્રાવ થતો હોય, ત્‍યારે આ ઔષધથી રક્તસ્રાવ તરત જ નિયંત્રણમાં આવે છે અને ઘા પર ‘બૅંડેજ’ કરવાની આવશ્‍યકતા રહેતી નથી.

૨. રુગ્‍ણ બેભાન થઈને હાથપગ ઠંડા પડી જતા હોય, શ્‍વાસોચ્‍છવાસ મંદ થયો હોય અને રુગ્‍ણની નાડી જડતી ન હોય, ત્‍યારે આ ઔષધ આપવાથી કેટલીક મિનિટમાં જ ‘જાણે કેમ કાંઈ બન્‍યું જ નથી’, આ રીતે રુગ્‍ણ ઊઠીને ચાલવા લાગે છે.

૩. વિષપ્રયોગ થયો હોય અથવા ઝેરી પ્રાણીએ દંશ દીધો હોય ત્‍યારે આ ઔષધ આપવાથી થોડા સમયમાં જ ઝેરનું પરિણામ નષ્‍ટ થવામાં સહાયતા થાય છે.

૪. દાઝવા, બળવા પર આ ઔષધ આપવાથી વેદના તરત જ ઘટી જાય છે અને દાઝવાનું ગંભીર પરિણામ પણ થતું નથી.

– સંકલક : હોમિયોપૅથિક વૈદ્ય પ્રવીણ મેહતા, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

આ પુષ્પથી બની ઔષધીના સંદર્ભમાં વાચકોને કાંઈ પ્રશ્‍નો પૂછવા હોય અથવા તે વિશે વધુ જાણી લેવું હોય તો તેમણે તે સંદર્ભમાંની જાણકારી આગળ જણાવેલા સંગણકીય અથવા ટપાલ સરનામા પર મોકલવી.

સંગણકીય સરનામું

[email protected]

ટપાલ સરનામું

ડૉ. પ્રવીણ મેહતા, દ્વારા સનાતન આશ્રમ, ૧૦૭, સનાતન સંકુલ, દેવદ, પોસ્‍ટ : ઓ.એન્.જી.સી., તાલુકો – પનવેલ, જિલ્‍લો રાયગઢ.  – ૪૧૦ ૨૨૧

Leave a Comment