‘હું જગતનું એક અંગ છું’; તેથી સમષ્ટિના શુદ્ધિકરણ માટે સાધના કરવી, એ જ ખરી સાધના !

‘જીવિત હોવું એ ઈશ્વર દ્વારા મળેલી એક તક હોય છે. આપણા પર પરિસ્થિતિનું થનારું પરિણામ જાણીને પ્રતિદિન શુદ્ધિકરણ કરવું, એ ખરી સાધના છે. અમસ્તી જ સાધના કરવી અને પરિસ્થિતિ જાણી લઈને સાધના કરવી, તેમાં ફેર છે. જો એકાદ વ્યક્તિ અમસ્તી જ સાધના કરે, તો તે એકલી અર્થાત્ વ્યષ્ટિ સાધના થઈ કહેવાય. તે સંગઠિત રીતે થઈ નથી. તેમાં ભગવાનનું સામર્થ્ય અંતર્ભૂત નથી; તેથી તેને સત્સંગ પણ કહી શકાય નહીં. સત્સંગ ક્યારે બને ? હું તેનો એક ભાગ છું અને મારા પર તેનું પરિણામ થશે. ‘હું જગતનું એક અંગ છું’ આ બાબત ધ્યાનમાં લઈને કાર્ય કરવાથી આપણે પોતે જગત્ બની જઈએ છીએ અને આપણને સત્સંગ પણ મળે છે તેમજ સમષ્ટિ સાધના પણ થાય છે. સમષ્ટિ સાથે સાધર્મ્ય રાખીને કરેલી સાધના એ જ ખરી સાધના છે. સમષ્ટિના શુદ્ધિકરણ માટે વ્યષ્ટિ સાધના કરવી, તેમાં વ્યષ્ટિ અને સમષ્ટિ બન્નેનો સમાવેશ થયો છે.

– (પરાત્પર ગુરુ) પરશરામ પાંડે, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.