ધર્મસંસ્થાપના માટે કૃતિશીલ થવું, એ સાચી ગુરુદક્ષિણા !

આત્મજ્ઞાન પ્રદાન કરે, તે ગુરુ ! શિષ્યનું પરમમંગલ એટલે આધ્યાત્મિક પ્રગતિ સાધ્ય કરવી અને જ્ઞાનશક્તિ દ્વારા માનવીનો ઉદ્ધાર કરવો, એ ગુરુનું પ્રમુખ કાર્ય હોય છે. સારો શિષ્ય બનવા માટે પ્રત્યેકે વ્યક્તિગત સાધના કરીને આધ્યાત્મિક પ્રગતિ કરવી અને માનવ જાતના હિત માટે અધ્યાત્મનો પ્રસાર કરવો આવશ્યક હોય છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે

સમષ્ટિ સાધના

સમષ્ટિ સંત થવાથી ઈશ્વર સાથેનું અનુસંધાન અધિક વ્યાપક બને છે. એનાથી સમજાય છે કે સમષ્ટિ સાધનામાં ઈશ્વરને શું અપેક્ષિત છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી

ધ્યાન કરતાં જાગૃત અવસ્થામાં પોતાને ભૂલવાનો પ્રયત્ન કરવો, એ વધારે મહત્ત્વનું !

નામજપ એકાગ્રતાથી કરવાને કારણે ‘શિવદશા’ અનુભવવી, એ ‘ધ્યાન’. ‘શિવદશા’ સહજસ્થિતિમાં અનુભવવી, એ એક રીતે જાગૃત અવસ્થામાંનું ‘ધ્યાન’. ધ્યાનાવસ્થા એટલે પોતાને ભૂલી જવું. ધ્યાનાવસ્થામાં સતત રહી શકાતું નથી; તેથી જાગૃત અવસ્થામાં સાધના દ્વારા પોતાને ભૂલવાનો પ્રયત્ન કરવો, એ વધારે મહત્ત્વનું છે. – (પૂ.) શ્રી. સંદીપ આળશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

શિષ્યનું કર્તવ્ય

ગુરુપૂર્ણિમા પર ગુરુનું તેજોવલય નિર્માણ થઈને શિષ્યોને આશીર્વાદ મળે છે. કાર્ય માટે પ્રેરણા મળે, તે માટે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુચરણોમાં નતમસ્તક થવું શિષ્યનું કર્તવ્ય છે. – પ.પૂ. રામાનંદ મહારાજ, ઇંદોર, મધ્યપ્રદેશ.

પ.પૂ. ડૉકટરજીની તપસ્યાનો લાભ બધાને થશે અને સાધકો હંમેશાં સેવારત રહેતાં હોવાથી તેમનો ઉદ્ધાર થશે !

પ.પૂ. ડૉકટરજીની સાધના મોટી છે. શ્રીહરિ વિષ્ણુના તેઓ ખરા ભક્ત છે. પ.પૂ. ડૉકટરજીના જીવનમાં જો મહામૃત્યુયોગ હોય, તોપણ તેમના જીવને ધોખો નથી; કારણકે તેમને ઇશ્વરી સંરક્ષણ છે. પ.પૂ. ડૉકટરજીની તપશ્ચર્યા સીધીસાદી નથી. તેઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. પ.પૂ. ડૉકટરજીને હું શું આશીર્વાદ આપુ ? મને જ તેમના આશીર્વાદની આવશ્યકતા છે. સનાતન કરી રહેલું કાર્ય … Read more

‘હું જગતનું એક અંગ છું’; તેથી સમષ્ટિના શુદ્ધિકરણ માટે સાધના કરવી, એ જ ખરી સાધના !

‘જીવિત હોવું એ ઈશ્વર દ્વારા મળેલી એક તક હોય છે. આપણા પર પરિસ્થિતિનું થનારું પરિણામ જાણીને પ્રતિદિન શુદ્ધિકરણ કરવું, એ ખરી સાધના છે. અમસ્તી જ સાધના કરવી અને પરિસ્થિતિ જાણી લઈને સાધના કરવી, તેમાં ફેર છે. જો એકાદ વ્યક્તિ અમસ્તી જ સાધના કરે, તો તે એકલી અર્થાત્ વ્યષ્ટિ સાધના થઈ કહેવાય. તે સંગઠિત રીતે થઈ … Read more

વાસ્તવિક (ખરું) શિક્ષણ

ઈશ્વરપ્રાપ્તિ કરાવી આપે, એ જ ખરું શિક્ષણ છે. વિજ્ઞાન સહિત અન્ય બધું શિક્ષણ માયા સંબંધી છે. તે માયાજનિત સુખ આપે છે અને ઈશ્વરથી દૂર લઈ જાય છે એટલે એનું મૂલ્ય શૂન્ય છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી