ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.

‘અશ્લીલ ચલચિત્ર, ‘પબ’, ‘લિવ ઇન રિલેશનશિપ’ જેવી વાતોને રાજ્યકર્તાઓ દ્વારા માન્યતા આપી હોવાથી રાષ્ટ્રની જનતાનું ચરિત્ર નષ્ટ થઈ રહ્યું છે. ‘રામરાજ્ય’ અને છત્રપતિ શિવાજી મહારાજનું ‘હિંદવી સ્વરાજ્ય’ આદર્શ હતું; કારણકે તે રાજ્યો ચરિત્રસંપન્ન હતાં. ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.’ – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે

સનાતનનો આશ્રમ પૃથ્વી પર સ્થિત પરમધામ છે !

સનાતનના આશ્રમમાં આવીને હું અત્યંત પ્રસન્ન છું. અહીં સ્વર્ગ જેવું વાતાવરણ છે, જે હું જીવનમાં અને પૃથ્વી પર પહેલી વાર જોઈ રહી છું. આ વૈકુંઠધામ જ નહીં, પરંતુ પરમધામ છે. અહીંના સર્વ સાધક પ્રેમભાવથી ઓતપ્રોત છે અને ભાવપૂર્ણ અને અહમરહિત સેવા કરી રહ્યા છે. હું અહીં આવીને ધન્ય થઈ ગઈ છું. – ગુરુમા ગીતેશ્વરીજી

હિંદુ રાષ્ટ્ર – એક અડગ સત્ય !

વૈદિક કાળથી આપણાં પૂર્વજોએ ધાર્મિક, વાંશિક, સાંસ્કૃતિક અને રાજનીતિક દૃષ્ટિએ એકાત્મ સમુદાય બનાવ્યો. આ કાર્યના નૈસર્ગિક વિકાસનું ફળ અર્થાત્ હિંદુ રાષ્ટ્ર ! આ હિંદુ રાષ્ટ્ર તેમ જ ચીન સિવાય વિશ્વમાં રહેલા અન્ય કોઈપણ રાષ્ટ્ર માટે પોતાના જીવન-વિકાસની અગાધતાનો ઇતિહાસ કહેવાનું સંભવ નથી. હિંદુ રાષ્ટ્રની ઉત્પત્તિ અમસ્તી જ નથી થઈ. એ કાંઈ રમકડું નથી, કે ન … Read more

હિંદુ રાષ્ટ્ર

આ જગતમાં આપણને ‘હિંદુ’ તરીકે સ્વાભિમાનથી જીવવાનો સંપૂર્ણ અધિકાર છે અને એવો અધિકાર ધરાવતું રાષ્ટ્ર હિંદુધ્વજ હેઠળ જ સ્થાપિત થવું જોઈએ ! – સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર

ધર્મસંસ્થાપના માટે કૃતિશીલ થવું, એ સાચી ગુરુદક્ષિણા !

આત્મજ્ઞાન પ્રદાન કરે, તે ગુરુ ! શિષ્યનું પરમમંગલ એટલે આધ્યાત્મિક પ્રગતિ સાધ્ય કરવી અને જ્ઞાનશક્તિ દ્વારા માનવીનો ઉદ્ધાર કરવો, એ ગુરુનું પ્રમુખ કાર્ય હોય છે. સારો શિષ્ય બનવા માટે પ્રત્યેકે વ્યક્તિગત સાધના કરીને આધ્યાત્મિક પ્રગતિ કરવી અને માનવ જાતના હિત માટે અધ્યાત્મનો પ્રસાર કરવો આવશ્યક હોય છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે

સમષ્ટિ સાધના

સમષ્ટિ સંત થવાથી ઈશ્વર સાથેનું અનુસંધાન અધિક વ્યાપક બને છે. એનાથી સમજાય છે કે સમષ્ટિ સાધનામાં ઈશ્વરને શું અપેક્ષિત છે. – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી

ધ્યાન કરતાં જાગૃત અવસ્થામાં પોતાને ભૂલવાનો પ્રયત્ન કરવો, એ વધારે મહત્ત્વનું !

નામજપ એકાગ્રતાથી કરવાને કારણે ‘શિવદશા’ અનુભવવી, એ ‘ધ્યાન’. ‘શિવદશા’ સહજસ્થિતિમાં અનુભવવી, એ એક રીતે જાગૃત અવસ્થામાંનું ‘ધ્યાન’. ધ્યાનાવસ્થા એટલે પોતાને ભૂલી જવું. ધ્યાનાવસ્થામાં સતત રહી શકાતું નથી; તેથી જાગૃત અવસ્થામાં સાધના દ્વારા પોતાને ભૂલવાનો પ્રયત્ન કરવો, એ વધારે મહત્ત્વનું છે. – (પૂ.) શ્રી. સંદીપ આળશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

શિષ્યનું કર્તવ્ય

ગુરુપૂર્ણિમા પર ગુરુનું તેજોવલય નિર્માણ થઈને શિષ્યોને આશીર્વાદ મળે છે. કાર્ય માટે પ્રેરણા મળે, તે માટે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુચરણોમાં નતમસ્તક થવું શિષ્યનું કર્તવ્ય છે. – પ.પૂ. રામાનંદ મહારાજ, ઇંદોર, મધ્યપ્રદેશ.

સનાતન સંસ્થાનું વ્યાપક રૂપ

નિષ્ઠા, ત્યાગ, સેવા અને સદાચાર, આ ચાર ગુણોના કારણે ‘સનાતન સંસ્થા’ વ્યાપક રુપ ધારણ કરશે, એવો મને વિશ્વાસ છે. – પ.પૂ. રામાનંદ મહારાજ, ઇંદોર, મધ્યપ્રદેશ.