ભીષણ આપત્‍કાળનો આરંભ થવા પહેલાં જ સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના ગ્રંથનિર્મિતિ કાર્યમાં સહભાગી થઈને શીઘ્ર ઈશ્‍વરી કૃપા માટે પાત્ર બનો !

હિંદુ રાષ્‍ટ્ર કેટલાંક સહસ્રો વર્ષો ટકશે; પરંતુ ગ્રંથોમાં રહેલું જ્ઞાન અનંત કાળ સુધી ટકનારું હોવાથી જેવી રીતે હિંદુ રાષ્‍ટ્ર વહેલું આવવાની આવશ્‍યકતા છે, તેટલી જ ઉતાવળ ભીષણ આપત્‍કાળનો આરંભ થવા પહેલાં આ ગ્રંથોનું વિમોચન કરવાની પણ છે.

હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે ‘આપત્‍કાળ પહેલાં ગ્રંથોના માધ્‍યમ દ્વારા વધારેમાં વધારે ધર્મપ્રસાર થાય’, તે માટે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીનો સંકલ્‍પ કાર્યરત થયો હોવાથી આ કાર્યમાં તાલાવેલીપૂર્વક સહભાગી થનારાઓ પર તેમની અપાર કૃપા થશે

જ્ઞાનશક્તિના માધ્‍યમ દ્વારા કાર્ય થવાનું સૌથી પ્રભાવી માધ્‍યમ એટલે ‘ગ્રંથ’ ! ટૂંકમાં ‘ગ્રંથોના માધ્‍યમ દ્વારા ધર્મપ્રસાર કરવો’, એ વર્તમાન સમયની શ્રેષ્‍ઠ સાધના છે.

યુવકો, સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના ચૈતન્‍યદાયી ગ્રંથકાર્યનો ધ્‍વજ લહેરાતો રહે તે માટે ગ્રંથનિર્મિતિની સેવામાં સહભાગી થાવ !

ગ્રંથ સેવા અંતર્ગત સંકલન, ભાષાંતર, સંરચના, મુખપૃષ્‍ઠ-નિર્મિતિ, મુદ્રણ ઇત્‍યાદિ વિવિધ સેવાઓમાં સહભાગી થવા માટે ઇચ્‍છુકોએ પોતાની જાણકારી સનાતનના જિલ્‍લાસેવકોના માધ્‍યમ દ્વારા મોકલવી.

ઑનલાઈન સત્‍સંગોનું ચિત્રણ કરવા માટે વિવિધ ઉપકરણોની આવશ્‍યકતા !

આ સત્‍સંગોને કારણે લાખો જિજ્ઞાસુઓને અધ્‍યાત્‍મ, રાષ્‍ટ્ર, ધર્મ, ભારતનો ગૌરવશાળી ઇતિહાસ, તહેવાર અને વ્રતો, ધાર્મિક ઉત્‍સવ, બાલસંસ્‍કાર, આયુર્વેદ, જ્‍યોતિષ, વાસ્‍તુશાસ્‍ત્ર, દૈનંદિન આચાર-વિચારોનું શાસ્‍ત્ર આ સાથે જ અનેક વિષયોના સંદર્ભમાં ઘરબેઠાં જ્ઞાન પ્રાપ્‍ત થઈ રહ્યું છે.