નિદ્રા ક્યારે અને કેટલી લેવી ?

‘આયુર્વેદમાં ‘બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું’, એમ કહ્યું છે. બ્રાહ્મમુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાં ૯૬ થી ૪૮ મિનિટનો સમય. આ સમયમાં ઊઠવાથી શૌચની સંવેદના આપમેળે જ નિર્માણ થઈને પેટ સાફ થાય છે.

સૂતી વેળાએ શરીરની સ્‍થિતિ કેવી હોવી જોઈએ ?

ઊંઘનો ઉદ્દેશ શરીરને વિશ્રાંતિ મળે, એ હોય છે. આ દૃષ્‍ટિએ ‘જે સ્‍થિતિમાં શરીરને વધારેમાં વધારે આરામ મળે, તે ઊંઘની સ્‍થિતિ સારી’, આ સામાન્‍ય નિયમ છે.

વહેલી અને શાંત ઊંઘ આવવા માટે આ કરો !

વ્‍યક્તિના સ્‍થૂળ એટલે પ્રત્‍યક્ષ દેખાનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્‍યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે.

શાંત નિદ્રા માટે કરવાના ઉપાય

કેટલીકવાર નિદ્રા (ઊંઘ) ન આવવાનાં સીધાં કારણો દેખાતા નથી. તેમજ કેટલીકવાર નિદ્રામાં બડબડવું, પથારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવો, એવા પ્રકારો પણ બને છે. તેની પાછળ અનિષ્‍ટ શક્તિનો ત્રાસ, એ પણ કારણ હોય છે. રાત્રિના સમયે અનિષ્‍ટ શક્તિઓની પ્રબળતા વધતી હોવાથી વ્‍યક્તિ નિદ્રાધીન હોય ત્‍યારે તેના પર અનિષ્‍ટ શક્તિ સહેજે આક્રમણ કરી શકે છે.

નિદ્રાના સંબંધમાં કેટલાક આચાર અને તે પાછળનું શાસ્ત્ર

શારીરિક અને માનસિક આરોગ્ય જાળવવા માટે જેટલી અન્નની આવશ્યકતા છે એટલી જ નિદ્રાની પણ આવશ્યકતા હોય છે. સમગ્ર દિવસ કામ કરવાથી શરીર અને ઇંદ્રિયોનો ઘસારો થાય છે. આ ઘસારો ભરી કાઢવા માટે શરીરને વિશ્રાંતિની આવશ્યકતા હોય છે. વિશ્રાંતિની આ નૈસર્ગિક સ્થિતિ એટલે જ નિદ્રા છે.