કચરો ક્યારે અને કેવી રીતે વાળવો ?

પૂર્વ દિશામાંથી દેવતાઓની સગુણ લહેરોનું પૃથ્‍વી પર આગમન થતું હોય છે. કચરો રજ-તમયુક્ત હોવાથી પશ્‍ચિમ બાજુથી પૂર્વ ભણી વાળતી વેળાએ કચરો અને ધૂળનું પૂર્વની દિશામાં વહન થઈને તેના દ્વારા રજ-તમ કણો અને લહેરોનું પ્રક્ષેપણ થઈને પૂર્વ દિશામાંથી આવનારી દેવતાઓની સગુણ તત્ત્વની લહેરોના માર્ગમાં અડચણો નિર્માણ થાય છે.

વ્‍યાયામ અને યોગાસનોનું માનવી જીવનમાં મહત્ત્વ !

સાધના કરવા માટે અને આપત્‍કાળની દૃષ્‍ટિએ શરીર સુદૃઢ રાખવા માટે સહુએ નિયમિત વ્‍યાયામ, પ્રાણાયામ, બિંદુદાબન, યોગાસનો ઇત્‍યાદિનો અવલંબ કરવો અનિવાર્ય છે.

મનઃશાંતિ અને નિરોગી જીવન પ્રદાન કરનારી યોગવિદ્યા !

પોતાનું શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે. આ યજ્ઞકુંડમાંના જઠરાગ્‍નિમાં માંસાહાર, દારૂ, તમાકુ, ફાસ્‍ટ ફૂડ જેવા પદાર્થો નાખીને (ખાઈને) આ પવિત્ર યજ્ઞ કોઈએ પણ ભ્રષ્‍ટ કરવો નહીં.

શરીર નિરોગી રાખવા માટે આયુર્વેદિક નિયમોનું પાલન કરો !

ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્‍યંત આવશ્‍યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.

બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવાના ૯ લાભ !

આ કાળમાં ‘ઓઝોન’ વાયુ પૃથ્‍વીના વાતાવરણના સૌથી નીચેના થરમાં વધારે પ્રમાણમાં આવ્યો હોય છે. આ ‘ઓઝોન’માં માનવીના શ્‍વસન માટે આવશ્‍યક પ્રાણવાયુ (ઓક્સિજન) મોટા પ્રમાણમાં હોય છે.

સૂર્યનમસ્કાર

જે લોકો સૂર્ય ભગવાનને પ્રતિદિન નમસ્કાર કરે છે, તેઓ સહસ્રો જન્મ સુધી દરિદ્ર થતા નથી.