ગુરુપૂર્ણિમા નિમિત્તે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો સંદેશ (૨૦૨૨)

(પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે, સંસ્થાપક, સનાતન સંસ્થા.

(પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે, સંસ્થાપક, સનાતન સંસ્થા.

ગુરુપૂર્ણિમા પછી આવનારા ભીષણ સંકટકાળમાં
સુરક્ષિત રહેવા માટે ગુરુરૂપી સંતોના માર્ગદર્શન અનુસાર સાધના કરો !

‘શ્રીગુરુદેવના માર્ગદર્શન હેઠળ સાધના કરનારા ભક્તો, સાધકો, શિષ્‍યો ઇત્‍યાદિઓ માટે ગુરુપૂર્ણિમા આ ‘કૃતજ્ઞતા ઉત્‍સવ’ હોય છે. ગુરુદેવને કારણે આધ્‍યાત્‍મિક સાધનાનો આરંભ થઈને માનવીજીવનનું સાર્થક થાય છે. સાધના ન કરનારી વ્‍યક્તિ કેવળ વ્‍યાવહારિક જીવન જીવતી હોવાથી તેમનો ‘અધ્‍યાત્‍મ’, ‘સાધના’, ‘ગુરુ’, ‘ગુરુપૂર્ણિમા’, આવા શબ્‍દો સાથે સંબંધ જ આવતો નથી. આ બધાયને અધ્‍યાત્‍મનું થોડુંતોયે મહત્ત્વ ધ્‍યાનમાં આવે, તે માટે આગામી ભીષણ સંકટકાળ વિશે વિશદ કરવું આવશ્‍યક છે.

આ ગુરુપૂર્ણિમા પછી થોડા માસમાં જ ભારતમાં જ નહીં, જ્‍યારે સમગ્ર જગત્‌ને ભીષણ સંકટકાળ અનુભવવો પડશે. કેટલાક દેશોમાંની યુદ્ધજન્‍ય પરિસ્‍થિતિને કારણે પેટ્રોલ-ડિઝલના દર વધીને સર્વત્ર મોટા પ્રમાણમાં મોંઘવારી વધવાની છે. અનેક દેશોને ભૂખમરાની સમસ્‍યાનો સામનો કરવો પડશે. યુદ્ધજન્‍ય સ્‍થિતિને કારણે ઉદ્‌ભવેલી આર્થિક મંદીનો ફટકો બેંકોને પણ બેસશે. ટૂંકમાં, પ્રત્‍યેક કુટુંબને આર્થિક સંકટોનો સામનો કરવો પડશે, એવી સ્‍થિતિ આવવાની છે. આગળ જતાં આ યુદ્ધનું રૂપાંતર વૈશ્‍વિક (જાગતિક) મહાયુદ્ધમાં થવાનું છે. તેથી ત્રીજું મહાયુદ્ધ હવે બહુ દૂર નથી.

ભારતમાં પણ ધાર્મિક ધ્રુવીભવનને કારણે સર્વત્ર રમખાણો અથવા પ્રચંડ હિંસાત્‍મક ઘટનાઓ થવાની છે. તેને કારણે સામાજિક અસુરક્ષિતતાનો પ્રશ્‍ન નિર્માણ થશે. વર્તમાનમાં ભલે ગમે તે સત્તારૂઢ થાય, તો પણ દેશની સ્‍થિતિ અરાજકસદૃશ્‍ય બની જશે. આ અરાજક કોઈપણ રાજકીય પક્ષ રોકી શકશે નહીં. તેથી આ સંકટકાળમાં કોઈપણ રાજકીય પક્ષ તમારું સંરક્ષણ કરશે, એવી ભ્રામક અપેક્ષા કરશો નહીં !

આગામી ભીષણ કાળમાં આધ્‍યાત્‍મિક સંરક્ષણ-કવચ વિના સુરક્ષિત જીવન જીવી શકાશે નહીં; તેથી જ સંકટકાળમાં કેવળ ભગવાનની જ શરણમાં જવાનું હોય છે. ઈશ્‍વરના સગુણ રૂપ રહેલા સંતો સદ્‌ભાગ્‍યથી પૃથ્‍વી પર છે. આ ગુરુરૂપી સંતોની શરણમાં જાવ અને તેમના માર્ગદર્શન હેઠળ સાધના કરો. ગુરુરૂપી સંતોની કૃપાનું કવચ અથવા સાધનાનું આધ્‍યાત્‍મિક બળ એ જ આગામી ૪-૫ વર્ષોમાં પૃથ્‍વી પરના સૌથી ખરાબ કાળમાં આપણને તારી લેશે. આ વિશે શ્રદ્ધા રાખશો !’

– (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે, સંસ્‍થાપક, સનાતન સંસ્‍થા

 

ધર્મસંસ્‍થાપના માટે સ્‍વક્ષમતા અનુસાર યોગદાન
આપો ! – શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ

શિષ્‍યએ શ્રી ગુરુદેવને અપેક્ષિત ધર્મકાર્ય કરવું, એ જ ખરી ગુરુદક્ષિણા હોય છે. વર્તમાનકાળ ધર્મસંસ્‍થાપના માટે અર્થાત્ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે અનુકૂળ છે. આ કાળમાં સમાજને હિંદુ ધર્મ વિશે જાગૃત કરવો અને ધર્મરક્ષણ માટે કૃતિશીલ યોગદાન આપવું, એ માટે પ્રત્‍યેકે સ્‍વક્ષમતા અનુસાર યોગદાન દેવું, એ પણ એક રીતે ગુરુકાર્ય જ બને છે. સાવ કોઈપણ કાર્ય કરવાની ક્ષમતા ન ધરાવતી વ્‍યક્તિ પણ પ્રતિદિન દેવતાઓને હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે પ્રાર્થના કરીને આ કાર્યમાં યોગદાન આપી શકે છે. આ ગુરુપૂર્ણિમાથી ધર્મસંસ્‍થાપના માટે અર્થાત્ ધર્માધિષ્‍ઠિત હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે સ્‍વક્ષમતા અનુસાર વધારેમાં વધારે યોગદાન દેવાનો નિશ્‍ચય કરો !

– શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

 

ભગવાનની કૃપા સંપાદન કરવા માટે પ્રયત્ન
વૃદ્ધિંગત કરો ! – શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

વર્તમાન સ્‍થિતિમાં સામાન્‍ય વ્‍યક્તિને દૈનંદિન જીવન જીવવા માટે પુષ્‍કળ સંઘર્ષ કરવો પડે છે. જીવન આનંદી બનાવવા માટે વ્‍યક્તિએ સાધના (ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે દૈનંદિન કરવાના પ્રયત્નો) કરવી આવશ્‍યક હોય છે. વર્તમાનમાં નિત્‍ય સાધના કરવી અઘરું લાગતું હોય, તો પણ તમે જ્‍યાં હોવ, ત્‍યાં ભગવાનનો નામજપ કરવો, ભગવાન સાથે નિરંતર બોલવું, ભગવાનને વધારેમાં વધારે પ્રાર્થના કરવી અથવા શરણ જવું, પ્રત્‍યેક કૃતિનું કર્તાપણું ભગવાનને અર્પણ કરવું ઇત્‍યાદિ કૃતિ કરો ! તેને કારણે તમારા પર ઈશ્‍વરની કૃપા વહેલી થશે. આ વર્ષની ગુરુપૂર્ણિમા નિમિત્તે ‘મારી પ્રત્‍યેક કૃતિ ભગવાનની કૃપા મળવા માટે થવા દો’, એવી પ્રાર્થના કરો !

– શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.