મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના શિબિરમાં સહભાગી થયેલા શિબિરાર્થીઓનો સાધના પ્રવાસ અને તેમને થયેલી અનુભૂતિ

ssrf_colorપ.પૂ. ભક્તરાજ મહારાજજી વિશે ઉત્કટ ભાવ ધરાવનારાં અને તેમને આત્મનિવેદન કરનારાં મલેશિયા નિવાસી કુ. જીમ ટીઓ !

gim2_clr
    કુ. જીમ વ્હી ટીઓ, ક્વાલાલાંપુર, મલેશિયાના રહેવાસી છે. તેમના મનમાં અનેક પ્રશ્નો હતા. તેમના ઉત્તર આપવાનું તેમની હિંદુ સખીને અશક્ય હોવાથી સખીના પતિએ તેમને એસ્.એસ્.આર્.એફ્.ની લિંક આપી. વર્ષ ૨૦૧૫માં જીમે એસ્.એસ્.આર્.એફ્.ના માર્ગદર્શન અનુસાર સાધના કરવાનો આરંભ કર્યો. આ કાળમાં વ્યાખ્યાન આપવા માટે ગયેલા સૌ. શ્વેતા ક્લાર્ક સાથે તેમની ઓળખાણ થઈ. તેમનો ઈશ્વરપ્રાપ્તિ માટે રહેલા ભાવને કારણે તેમના શરીર અને ઘરમાં પણ દૈવી કણ દેખાવા લાગ્યા. સાધના વૃદ્ધિંગત કરીને આધ્યાત્મિક ઉન્નતિ કરી લેવાની તાલાવેલીને લીધે તેઓ કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા. કાર્યશાળામાં આવ્યા ત્યારથી તેમનો પ.પૂ. ભક્તરાજ મહારાજજી (પ.પૂ. બાબા) પ્રત્યે રહેલો ઉત્કટ ભાવ જાગૃત થયો છે અને તે પ.પૂ. બાબાને આત્મનિવેદન કરે છે. તેમને થયેલી કેટલીક અનુભૂતિઓ તેમનાં જ શબ્દોમાં આગળ આપી છે.

૧. સામાન્ય રીતે આંખો બંધ કરીને નામજપ કરવાથી મને હંમેશાં ધોળો પ્રકાશ દેખાય છે; પણ આશ્રમમાં યજ્ઞસ્થળ પાસે આંખો બંધ કરીને નામજપ કર્યા પછી મને તેજસ્વી લાલ પ્રકાશ દેખાયો.

૨. કાર્યશાળા ચાલુ રહેલા સભાગૃહમાં સ્વાગતકક્ષ નજીકથી જતી વેળાએ મને પ.પૂ. બાબાનું છાયાચિત્ર દેખાયા પછી મેં તેમને નમસ્કાર કર્યો. તે સમયે મારો ભાવ જાગૃત થઈને હું રડવા લાગી. ભાવાવસ્થામાં હોવાથી મને આજુબાજુનું ભાન રહ્યું નહીં. મારી ચારે બાજુથી શાંત પ્રકાશ ફેલાયો હોવાનું મને જણાતું હતું.

૩. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની ઓરડી પાસેથી જતી વેળાએ આનંદથી ઠેકડા મારવા

ગઈકાલે રાત્રે પુષ્કળ થાક લાગ્યો હોવાથી મેં સારણીમાં ભૂલોની નોંધ કરી ન હતી. તેથી આજે પરોઢિયે ૫.૩૦ વાગે ઊઠીને હું ભૂલો લખવા માટે જવા લાગી. માર્ગિકામાંથી જતી વેળાએ પરાત્પર ગુરુ ડૉક્ટરજીનું સ્મરણ થઈને હું એકાદ બાળકની જેમ ઠેકડા મારવા લાગી.
– કુ. જીમ વ્હી ટીઓ. ક્વાલાલાંપૂર, મલેશિયા. (૧૨.૧૨.૨૦૧૬)

આશ્રમમાંની સાત્ત્વિકતા અને ચૈતન્યને કારણે શરીરની શુદ્ધિ
થતી હોવાનો અનુભવ કરનારા રોમાનિયા સ્થિત શ્રી. દ્રગોસ બાર્બલતા !

dragos_c

    શ્રી. દ્રગોસ બાર્બલતા રોમાનિયાથી આવ્યા છે. ગત ૮ વર્ષોથી તેમણે વિવિધ માધ્યમો દ્વારા સાધના કરી છે. થોડા સમય પહેલાં તેમણે પોતાનું ઘર વેચી દીધું, નોકરી છોડી દીધી અને તેઓ પર્વતોની તળેટીમાં રહેવા લાગ્યા. ત્યાં રહીને તેમને ખરો સાધનામાર્ગ શોધવો હતો અને આગળ શું કરવાનું છે, તેનું ધ્યેય નિશ્ચિત કરવાનું હતું. તે જ ઉદ્દેશથી તેઓ સદર કાર્યશાળા માટે ઉપસ્થિત રહ્યા. તેમને થયેલી અનુભૂતિ અહીં આપી રહ્યા છીએ.
   આધ્યાત્મિક ત્રાસ, આશ્રમમાંની સાત્ત્વિકતા અને ચૈતન્યને કારણે નામજપ કરતી વેળાએ એકાગ્રતા સાધ્ય કરવાનું કઠિન થવું 

આશ્રમમાં નામજપ કરતી વેળાએ અને ધ્યાન ધરતી વેળાએ એકાગ્રતા સાધ્ય કરવી મને પુષ્કળ કઠિન થતું હતું. પહેલા દિવસે હું નામજપની ઓરડીમાં નામજપ કરવા માટે ૧ કલાક બેઠો. ત્યારે મને પુષ્કળ આનંદ જણાયો અને મને ત્યાં પ્રચંડ પ્રમાણમાં સારી શક્તિ જણાઈ. મારા માટે આ એક વિરોધાભાસ હતો અને આ શું થઈ રહ્યું છે, એ મને સમજાતું ન હતું. પછી મને જણાયું, મને રહેલા આધ્યાત્મિક ત્રાસને કારણે એમ થતું હતું. તે સાથે જ આશ્રમમાં રહેલી સાત્ત્વિકતા અને ચૈતન્યના કારણે મારા દેહની શુદ્ધિ થતી હતી.

– શ્રી. દ્રગોસ બાર્બલતા, રોમાનિયા