ગૂડીપડવા નિમિત્તે સંદેશ

ચૈત્ર પ્રતિપદા આ ‘યુગાદિ તિથિ’ને નવવર્ષ-આરંભ તરીકે રાજમાન્‍યતા મળવા માટે ‘હિંદુ રાષ્‍ટ્ર’ની સ્‍થાપના કરો !

(પરાત્‍પર ગુરુ) ડૉ. જયંત આઠવલે, સંસ્‍થાપક, સનાતન સંસ્‍થા.

‘ચૈત્ર પ્રતિપદા (એકમ) આ યુગાદિ તિથિ છે. ‘યુગ’ અને ‘આદિ’ આ શબ્‍દોની સંધિથી ‘યુગાદિ’ શબ્‍દ બન્‍યો છે. આ દિવસે બ્રહ્મદેવે સૃષ્‍ટિની નિર્મિતિ કરી હતી. સૃષ્‍ટિનો પ્રારંભદિન અર્થાત્ જ કાલગણનાનો પ્રથમદિન ચૈત્ર પ્રતિપદા હોવા છતાં પણ આજે ૧ જાન્‍યુઆરી આ દિવસ ભારતમાં સર્વત્ર નવવર્ષ આરંભ તરીકે ઊજવવામાં આવે છે. આ સ્‍વતંત્ર ભારતનો સાંસ્‍કૃતિક પરાભવ છે. યુગાદિ તિથિનું અનાદિત્‍વ ધ્‍યાનમાં લઈને, તેમજ સાંસ્‍કૃતિક પરાભવના ઇતિહાસમાં પરિવર્તન કરવા માટે ચૈત્ર પ્રતિપદા આ ‘યુગાદિ તિથિ’ને નવવર્ષારંભ તરીકે રાજમાન્‍યતા પ્રાપ્‍ત થવી જોઈએ. એ માટે ભારત બંધારણીય દૃષ્‍ટિએ ‘હિંદુ રાષ્‍ટ્ર’ ઘોષિત થવું અપરિહાર્ય છે.

ભારતના પુરુષાર્થી સમ્રાટોએ ‘યુગાદિ તિથિ’નું મહત્ત્વ જાણી લઈને આ જ દિવસથી ‘વિક્રમ સંવત્ (ઉજ્જનના રાજા વિક્રમાદિત્‍યએ ચાલુ કરેલી કાલગણના)’, ‘શાલિવાહન શક (ઇસવી સનના ૭૮મા વર્ષે શાલિવાહન રાજાએ ચાલુ કરેલી કાલગણના)’, ‘યુધિષ્‍ઠિર સંવત્ (યુધિષ્‍ઠિર રાજાએ ચાલુ કરેલી કાલગણના)’ આ રીતે કાલગણનાઓનો આરંભ થયો. તેમની પરાક્રમી સ્‍મૃતિઓનું સ્‍મરણ કરવાનો આ સમય છે. હિંદુઓ, ચૈત્ર પ્રતિપદા આ ‘યુગાદિ તિથિ’ નવવર્ષ આરંભ દિન તરીકે રાજમાન્‍ય થવા માટે શારીરિક, માનસિક, આધ્‍યાત્‍મિક અને રાજનૈતિક પ્રયત્નોની પરાકાષ્‍ઠા કરો અને ભારતમાં ‘હિંદુ રાષ્‍ટ્ર’ની સ્‍થાપના કરો !’

 – (પરાત્‍પર ગુરુ) ડૉ. જયંત આઠવલે, સંસ્‍થાપક, સનાતન સંસ્‍થા.

Leave a Comment